કેનેડામાં આવેલી ડાયવિક ખાણ માટે રિયો ટીન્ટો ટૂંક સમયમાં એક વિશાળ કદનું સોલાર ફાર્મ ઊભું કરવા જઈ રહ્યું છે. કેનેડાની ત્રણ વર્ષથી બંધ ડાયવિક માઈનને પાવર સપ્લાય પહોંચાડવાનું કામ આ ફાર્મ કરશે.
રિયો ટીન્ટો દ્વારા ખાણની ડિપોઝીટના બંને તરફના કિનારા પર 6600 પેનલ્સ ઈન્સ્ટોલ કરવામાં આવશે, જે સૂર્યપ્રકાશના કિરણો અને બરફના રિફલેક્શનને ઝીલીને પાવર બનાવી ખાણ સુધી પહોંચાડશે. આ સોલાર ફાર્મ કેનેડાનું અત્યાર સુધીનું સૌથી મોટું સોલાર ફાર્મ બનશે એવો દાવો કંપની દ્વારા કરાયો છે. તે વર્ષમાં આશરે 4200 મેગાવોટ પ્રતિ કલાકની કાર્બન મુક્ત વીજળી પેદા કરશે.
રિયો ટીન્ટો કંપનીનો દાવો છે કે આ સોલાર ફાર્મ કાર્યરત થયા બાદ એક વર્ષમાં 1 મિલિયન લિટર ડિઝલની બચત થશે. તેમજ 630 જેટલી કાર જેટલા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન કરે તેટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણમાં ઘટાડો નોંધાશે.
ડાયવિક માઈન પાસે આ સોલાર ફાર્મના નિર્માણની કામગીરી 2026ના આરંભ સુધીમાં પૂર્ણ થાય તેવી ધારણા રાખવામાં આવી રહી છે. સોલાર ફાર્મ ક્લોઝર કાર્ય માટે પાવર સપ્લાય કરશે. જે 2029 સુધી ચાલશે.
ડાયવિકના પ્રેસિડેન્ટ અને સીઈઓ એન્જેલા બિગે જણાવ્યું હતું કે, તેમની વિન્ડ ડીઝલ હાઈબ્રીડ પાવર ફેસિલિટી દ્વારા ડાયવિક પહેલાંથી જ ઠંડા વાતાવરણમાં નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે અને આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના અમારા ઉદ્દેશને વધુ મજબૂત બનાવે છે.
ડાયવિક માઈન દર વર્ષે 3.5 મિલિયનથી 4.5 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરે છે અને તે નોર્થ ઈસ્ટ રિજનમાં સૌથી મોટા પ્રમાણમાં રોજગારી પેદા કરતી કંપની છે. આ કંપની 1100 નોકરીઓ પુરી પાડે છે અને તેનો જીડીપીમાં લગભગ 10 ટકા જેટલું મોટું યોગદાન છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM