Ideal Institute of designના વિદ્યાર્થીઓએ ગયા દિવસોમાં Surat Diamond Bourseની મુલાકાત લીધી. આ આર્કિટેક્ચરલ ખજાના વિશે જાણીને ટીમ ઉત્સાહિત હતી. SDB ના આશ્ચર્યજનક તથ્યોએ સમગ્ર ટીમને ચકિત કરી દીધી, અને તેઓ બધા SDBના તકનીકી પાસાઓ, જેમ કે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ, કોર્ટમાં પંચત્વ ડિઝાઇન, સ્પાઇન કોરિડોર પર અદ્ભુત લેન્ડસ્કેપ અને જીણી વિગતો વિશે જાણવા માટે ધ્યાન આપ્યું હતુ.
વધુમાં, મુલાકાતે વિદ્યાર્થીઓને કેન્દ્રની નવીનતમ તકનીકો વિશે જાણવાની તક આપી, જે તમામ વિદ્યાર્થીઓ માટે સકારાત્મક અનુભવ હતો અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં રસ વિકસાવવામાં તેમને મદદ કરી હતી.
સુરત ડાયમંડ બુર્સ વિશે ઘણી માહિતી જેવી કે, 4,200 કરતાં વધારે ઓફિસો, 75,000 સ્ક્વેર ફીટ રનીંગ એરીયા, 9 ટાવર, નવ ટાવરમાં આવેલું 66,000 કરતાં પણ વધારે સ્કેવર ફીટ, G+ 15 માળ, વિશ્વનું સૌથી મોટામાં મોટું ડાયમંડ ટ્રેડિંગ બિલ્ડીંગ, બધા જ માળ પર અલગ અલગ ગાર્ડન સુવિધા, કોંફરન્સ હોલ વગેરે જેવી માહિતી આશિષભાઈ ધોરાજીયા દ્વારા આપવામાં આવી હતી.
Ideal Institute of designના ઓનર એવા જીગરભાઈ પીપળીયા વિઝિટ કરીને વધુમાં એવું કહ્યું હતું કે, આવનારા સમયમાં સુરત એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ડાયમંડ અને જ્વેલરીને પૂરું પાડી શકશે અને આ સુરત ડાયમંડ બુર્સ આવવાથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારો વધુ સારા બની શકશે અને ભવિષ્યમાં જ્વેલરી અને ડાયમંડ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય માર્કેટને વેગ મળશે.
ભવિષ્યમાં બનનારા જ્વેલરી ડિઝાઇનરોને આશિષભાઈ ધોરાજીયા તેમજ તેની ટીમ તરફથી Ideal Institute of designના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ જ્ઞાન મળી રહે તે માટે સુરત ડાયમંડ બુર્સ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી જેવી કે ભવિષ્યમાં થનારી એક્ટિવિટી ફંક્શન, એક્સપોર્ટ, બિલ્ડીંગની ખાસિયતો સિક્યુરિટી જેવી, 4000 કરતા વધારે કેમેરા,પંચતત્વની થિમમાં બનાવેલું બુર્સ, જેવી બાબતો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી.
વિદ્યાર્થીઓનું પણ માનવું હતું કે, સુરતમાં ડાયમંડ બુર્સના આવવાથી ભવિષ્યમાં કારકિર્દી તેમજ નવી રોજગારીનું સર્જન થશે, અને જવેલરી અને ડાયમંડ ફિલ્ડને નવી દિશા મળશે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat