DIAMOND CITY NEWS, ANTWERP, BELGIUM
ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) એ નોંધપાત્ર 50.25 કેરેટ પોલિશ્ડ લેબગ્રોન હીરાનું સંપૂર્ણ વિશ્લેષણ અને સર્ટિફિકેશન હાથ ધર્યુ છે, લેબગ્રોન ડાયમંડ્ઝના ક્ષેત્રમાં કેરેટ વેઇટમાં હાલ્ફ સેન્ચ્યુરી વટાવવાવાળો પ્રથમ હીરો બન્યો છે. ઈથેરિયલ ગ્રીન ડાયમંડ દ્વારા પ્રોડ્યુસ્ડ આ અસાધારણ હીરો લેબગ્રોન હીરાની પ્રગતિમાં એક ઐતિહાસિક રીતે લેન્ડમાર્ક છે.
“શિફ્રા” નામનો 50.25 કેરેટ લેબગ્રોન ડાયમંડમાં 22.95 x 18.45 x 11.57 મિલીમીટરનું મેઝરમેન્ટ, એમેરલ્ડ ઈલા કટ છે. તે G કલર, VS2 ક્લેરિટી અને એક એક્સિલન્ટ કટ, પોલિશ અને સિમેટ્રી દર્શાવે છે. ક્રિસ્ટલ જેમાંથી આ અદ્દભુત હીરાને ઝીણવટપૂર્વક પોલિશ કરવામાં આવ્યું હતું તે નવીન કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) ટેકનિકનો ઉપયોગ કરીને આઠ મહિનાના સમયગાળામાં ગ્રો કરવામાં આવ્યો હતો. જેસીકે લાસ વેગાસ ઇવેન્ટ દરમિયાન બૂથ #8135 પર આ અસાધારણ હીરાનું પ્રદર્શન કરવા માટે ઇથેરિયલ ગ્રીન ગર્વ અનુભવે છે.
IGI ઈન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર, તેહમાસ્પ પ્રિન્ટરે કહ્યું કે, આવી ગ્રાઉન્ડબ્રેકિંગ સિદ્ધિને સર્ટિફાઈડ કરાવવા માટે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે: “લેબ-ગ્રોન ડાયમંડ ગ્રેડિંગમાં ટ્રેલબ્લેઝર્સ તરીકે, IGI માઈલસ્ટોન સિદ્ધિઓને સર્ટિફાઇ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. આ જેમસ્ટોન એક આદર્શ પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે અને સોફિસ્ટિકેશન અને ક્વોલિટીના આકરા માપદંડોને મૂર્ત સ્વરૂપ આપતી વખતે 50-કેરેટ થ્રેશોલ્ડને વટાવીને એક અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. અમે લેબ-ગ્રોન ડાયમંડ્ઝની નોંધપાત્ર પ્રગતિ અને વધતી જતી લોકપ્રિયતાના સાક્ષી બનતા અને સમર્થન માટે રોમાંચિત છીએ, 18 વર્ષ પહેલાં જ્યારે અમે વિશ્વભરના પ્રોડ્યુસર્સ માટે જયારે આ ક્ષેત્રે નાની શરૂઆત કરીને આ જર્ની આરંભી હતી. અને આજે અમે એક સારા એવા મુકામ પર પહોંચ્યા છીએ.”
ઇથેરિયલ ગ્રીનના મેનેજિંગ ડિરેક્ટર હીરવ અનિલ વિરાણીએ આ ગ્રાઉન્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે તેમનો ઉત્સાહ શેર કર્યો, “અમને વિશ્વના સૌથી મોટા લેબ-ગ્રોન ડાયમંડને રજૂ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનું સર્ટિફિકેટ આ અસાધારણ 50.25 કેરેટ ડાયમંડની ઓથેન્ટીસીટી અને કવોલિટીને વધુ પ્રમાણિત કરે છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે IGI ના સખત ગ્રેડિંગ ધોરણો અને કુશળતા ગ્રાહકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને ખરીદી કરતે વખતે ગ્રાહકો દ્વારા ખા ધ્યામાં રાખવામાં આવતિ ખાતરી અને વિશ્વાસ આપે છે.”
અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નોંધપાત્ર સાઈઝ અને અસાધારણ ગુણવત્તાના સસ્ટેઈનેબલ અને નૈતિક રીતે મેળવેલા હીરાનું સતત પ્રોડક્શન કરીને, લેબ-ગ્રોન ક્ષેત્રે ઇથેરિયલ ગ્રીન મોખરે છે. 50-કેરેટના હીરાની તેમની સિદ્ધિ “પ્રાઈડ ઓફ ઈન્ડિયા” બનાવ્યાના એક વર્ષ પછી જ આવી છે, જે 30-કેરેટના આંકને વટાવનાર સૌપ્રથમ પોલિશ્ડ લેબમાં ઉગાડવામાં આવેલ હીરા છે. રિસ્પોન્સિબલ ડાયમંડ ક્રિયેશનમાં અગ્રણી તરીકે, કંપની SCS વૈશ્વિક ગ્લોબલ સસ્ટેઈનેબલ સર્ટિફિકેશન ધરાવે છે.
વિરાણીએ આ શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે તેમની ટીમના સમર્પણને યશ આપ્યો: “આ ભવ્ય હીરા અમારી ટીમના સંપૂર્ણતાના અવિરત પ્રયાસની પરાકાષ્ઠાને રજૂ કરે છે. જે શક્ય છે તેની સીમાઓને આગળ ધપાવીને, અમે લેબ-ગ્રોન ડાયમન્ડની ધારણાને પુનઃવ્યાખ્યાયિત કરવાનો ધ્યેય રાખીએ છીએ. એથેરીયાલ ગ્રીન સસ્ટેનેબલ પ્રેક્ટિસિઝ માટે પ્રતિબદ્ધ છે. અમારા મતે દરેક હીરા માત્ર દૃષ્ટિની રીતે અદભૂત નથી પણ નૈતિક રીતે પણ સાઉન્ડ હોવા જરૂરી છે.”
JCK શોમાં આ અસાધારણ હીરાનું અનાવરણ હજારો-લાખો મુલાકાતીઓને મોહિત કરશે તેવી અપેક્ષા છે, જે લેબ-ગ્રોન હીરા ઉદ્યોગમાં સિદ્ધિઓના શિખરનું પ્રદર્શન કરે છે. તેહમાસ્પ પ્રિન્ટરે ઉમેર્યું હતું કે, “આ અનુભવ નિઃશંકપણે હીરાના ભાવિ અને લેબ-ગ્રોન ડાયમંડ દ્વારા ઓફર કરવામાં આવતી અનંત શક્યતાઓ વિશે વાતચીતને વેગ આપશે.”
ઇથેરિયલ ગ્રીને જાહેરાત કરી હતી કે “શિફ્રા” હીરો પહેલેથી જ શિફ્રા જ્વેલરીને વેચવામાં આવ્યો છે. જે લેબ-ગ્રોન હીરાની વધતી જતી ઇચ્છા અને ડિમાન્ડને દર્શાવે છે.
JCK લાસ વેગાસ ઇવેન્ટ દરમિયાન, IGI બૂથ #8055 પર ઓનસાઇટ ડાયમંડ ગ્રેડિંગ સર્વિસીઝ આપશે. ઉપસ્થિતોને બે માહિતીપ્રદ JCK ટોક્સ સસ્ટેઈનેબલ માટે જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM