IIBX set new record in gold trading volumes in May
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) એ સોનાના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ્સમાં પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે બુલિયન માર્કેટમાં નવા વિક્રમો સ્થાપ્યા છે.

તેની શરૂઆતથી IIBX એ 10 ટનથી વધુ સોનાનો સફળતાપૂર્વક વેપાર કર્યો છે, જે એક્સચેન્જ માટે નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.

ગઈ તા. 29 મી મેના રોજ IIBX એક જ દિવસમાં 500+ કિલોગ્રામ સોનાનું ટ્રેડિંગ કરીને રેકોર્ડબ્રેક વૉલ્યુમ પર પહોંચ્યું હતું.

વધુમાં IIBX એ માસિક સોનાના જથ્થાની જાણ કરી છે, જે ચાલુ મહિનામાં જ 2.4 ટન સુધી પહોંચી ગયું છે. એક્સચેન્જની સિદ્ધિઓ મૂલ્યના ભંડાર તરીકે સોનાની વધતી માંગને દર્શાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS