DIAMOND CITY NEWS, SURAT
ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ IFSC લિમિટેડ (IIBX) એ કિંમતી ધાતુઓના વેપાર અને ક્લિયરિંગ માટે અગ્રણી પ્લેટફોર્મ છે. આ કંપનીએ હવે ચાંદીમાં પાંચ નવા કોન્ટ્રાક્ટ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.
ગઈ તા. 13મી ડિસેમ્બરના રોજ કંપનીના સિલ્વર કોન્ટ્રાક્ટનું ઉદ્દઘાટન ડો. હસમુખ અઢિયા, ચૅરમૅન, GIFT CITY, કે. રાજારામન, ચેરપર્સન, IFSCA, અને શ્રી તપન રે, MD & ગ્રુપ CEO, GIFT CITYની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાક્ટ્સ બજારના સહભાગીઓને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન ડિપોઝિટરી IFSC લિમિટેડ (IIDI) ખાતે ડિલિવરી અને સેટલમેન્ટ સાથે વિવિધ સ્વરૂપો અને ગુણવત્તાના ધોરણોમાં ચાંદીના વેપાર અને હેજિંગની તક આપશે.
કોન્ટ્રાક્ટની શરતોમાં સિલ્વર ગ્રેન્સ T+0, UAEGD સિલ્વર ગ્રેન્સ T+0, UAEGDCEPA સિલ્વર ગ્રેન્સ T+0, સિલ્વર બાર T+0 અને UAEGD સિલ્વર બાર T+0 સામેલ છે. એક્સ્ચેન્જે સિલ્વર T+0 કોન્ટ્રાક્ટ માટે મહત્તમ બ્રોકરેજ ચાર્જિસ પણ સૂચિત કર્યા છે, જે ટ્રેડિંગ સભ્યો માટે પ્રતિ કિગ્રા $0.06 અને ક્લિયરિંગ સભ્યો માટે પ્રતિ કિગ્રા $0.04 છે. આ શુલ્ક કરારની શરૂઆતની તારીખથી લાગુ થશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM