IIG ટૂંક સમયમાં સુરત આવી રહ્યું છે…

ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી (IIG) ઇન્સ્ટિટ્યૂટ ફાઈનસ્ટાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને સુરત, ભારતમાં અત્યાધુનિક જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ લૉન્ચ કરવા જય રહ્યું છે

IIG Coming to Surat Soon-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

1965થી જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી (IIG) એ ફાઇનસ્ટાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને સુરત, ભારતમાં અત્યાધુનિક જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માટે સહયોગ કર્યો છે. ‘ડાયમંડ સિટી’ તરીકે ઓળખાતું સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે, જેમાં 5,000 અદ્યતન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનું આવેલા છે. ક્રાફટ, રિસર્ચ અને માર્કેટિંગમાં તાલીમને પ્રોત્સાહન આપવા અને તેની ખાતરી કરવા માટે, સુરત હીરા ઉદ્યોગે મુખ્ય ડાયમંડ મેન્યુફેક્ચરર્સને એક છત્ર હેઠળ લાવ્યા છે. IIG એ ડાયમંડ હબ સુરતમાં ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોરમાં વધુ એક શાખા ખોલવાનું નક્કી કર્યું છે.

હીરા, જેમ અને જ્વેલરી વિષે શીખનારાઓ માટે 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ નવી બ્રાન્ચ અત્યાધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ શૈક્ષણિક તાલીમ કેન્દ્ર છે. શીખનારાઓને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગના કોર્સીસ મળશે. દરેક કોર્સને ઉદ્યોગમાં જરૂરી એવી કુશળતા, પ્રચલિત ધારાધોરણો અને સમયની માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. IIGના સર્ટિફિકેટ્સ વૈશ્વિક સ્તરે માન્ય છે અને તે ઉદ્યોગસાહસિકો તેમજ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં કારકિર્દી શરૂ કરવા માંગતા કોઈપણ માટે યોગ્ય છે.

IIGના CEO શ્રી રાહુલ દેસાઈને ફાઈનસ્ટાર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ (સંતોકતારા જૈન ચેરીટેબલ ટ્રસ્ટનો વિભાગ) માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઑફ એજ્યુકેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી દેસાઈએ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં 25,000 થી વધુ સફળ કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, અને IIG એ એકમાત્ર ખાનગી સંસ્થા છે જેના દ્વારા જેમ્સ અને જ્વેલરીના ઇન્ડસ્ટ્રીના વિવિધ સેક્ટર્સ માટે 100,000 થી વધુ યુવા ઉત્સાહીઓ અને ઉદ્યોગસાહસિકોનું તૈયાર કરવામાં આવ્યા છે. તેમના મજબૂત નેતૃત્વ હેઠળ, IIG એ સમગ્ર ભારતમાં સફળતાપૂર્વક પાંચ બ્રાન્ચોની સ્થાપના કરી છે, જે IIGને જેમ એન્ડ જ્વેલરી શિક્ષણમાં સૌથી ઝડપથી વિકસતી સંસ્થા બનાવે છે.

પોતાની નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, “ફાઈનસ્ટાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ”ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેનો હોદ્દો વિનમ્રતાપૂર્વક સ્વીકારતા મને આનંદ છે. એક ટ્રેનર તરીકે મારી જાતને સાબિત કરવાની આ સુવર્ણ તક બદલ શ્રી વિનોદકુમાર જૈન અને સમગ્ર ફાઈનસ્ટાર ટીમનો આભાર. કંપનીના સભ્યોની કુશળતાને મારા અનુભવ, જ્ઞાન અને એક્સપર્ટીઝનો ઉપયોગ કરીને ઉપગ્રેડ કરીશ અને જરૂરી એવી સફળતા લાવવા માટે બનતા સઘન પ્રયત્નો કરીશ.”

શ્રી નિલેશ છાબરિયા, સીઓઓ, ફાઈનસ્ટાર ડાયમંડ્સ એ જણાવ્યું હતું કે, “ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી [IIG] ના CEO તરીકે, રાહુલ એક પ્રશંસનીય માર્ગદર્શક, શિક્ષક અને પ્રેરક રહ્યા છે. રાહુલનો સમૃદ્ધ અનુભવ અમારા વિઝનને અમલમાં મૂકવા માટે તેમને આ પદ યોગ્ય અને આદર્શ વ્યક્તિ બનાવે છે. આ ટ્રેનિંગ અને કુશળતા અમારા સ્ટાફ માટે માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં પરંતુ નેચરલ હીરાના માર્કેટિંગ અને સેલ્સમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અમે દૃઢપણે માનીએ છીએ કે શિક્ષણ એ વિકાસનો પાયાનો પથ્થર છે તેથી ફાઈનસ્ટાર શૈક્ષણિક સંસ્થામાં, અમે માત્ર અમારા વિકાસમાં ફાળો આપવા માટે સ્પેશ્યલાઈઝડ સ્કીલ્સ અને ઇન્ડસ્ટ્રી નોલેજ પ્રદાન નહિ કરીયે પરંતુ વ્યક્તિઓને તેમના અંગત અને વ્યાવસાયિક ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરવા માટે ઉપયોગી થાશું. જે પરિણામસ્વરૂપે હીરા ઉદ્યોગના વિકાસમાં ફાળો આપશે. ફાઈનસ્ટાર વતી, રાહુલને ફાઈનસ્ટાર સાથે શિક્ષણના મોરચે સહયોગ કરવા બદલ અમને આનંદ થાય છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે તેમને ફાઈનસ્ટાર પરિવારમાં આવકારીએ છીએ ખૂબ ખૂબ તેમને શુભેચ્છાઓ. અમને વિશ્વાસ છે કે અમારા સંયુક્ત પ્રયાસો એક ઉજ્જવળ આવતીકાલનો પાયો નાખશે!”

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS