જેસીકેના લાસવેગાસ શો બાદ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા જેમ એન્ડ જ્વેલરી શોને મુંબઈમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ઓગસ્ટના પહેલાં સપ્તાહમાં મુંબઈમાં બે સ્થળ પર જીજેઈપીસી દ્વારા આયોજિત આ શોની વિશ્વભરના 65 દેશમાંથી 50,000થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને 2100થી વધુ ઈન્ટરનેશનલ બાયર્સે ઓર્ડરો આપ્યા હતા.
જીજેઈપીસીના જણાવ્યા અનુસાર મુંબઈ ખાતે આયોજિત બે જ્વેલરી શોમાં 60,000 કરોડના વેપારની અપેક્ષા હતી, પરંતુ તેનાથી 10,000 કરોડના વધુ ઓર્ડર મળ્યા છે. એટલે કે આ બે શોમાં ભાગ લેનારા વેપારીઓને રૂપિયા 70,000 કરોડના ઓર્ડર મળ્યા છે, જેના પગલે આગામી તહેવારોની મોસમમાં ફુલ તેજી રહેવાની અપેક્ષા છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા આયોજિત ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી શો (આઈઆઈજેએસ) પ્રિમિયર-2023ની 39મી એડિશન તેના અત્યાર સુધીના સૌથી વધુ રૂ. 70,000 કરોડના બિઝનેસ હાંસલ કર્યો છે.
વિશ્વના બીજા સૌથી મોટા જેમ અને જ્વેલરી ફેરમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર (3-7 ઓગસ્ટ) અને બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, નેસ્કો, ગોરેગાંવ (4-8 ઓગસ્ટ)નાં બે સ્થળે 50,000થી વધુ મુલાકાતીએ મુલાકાત લીધી હતી.
65 વિવિધ દેશની સહભાગીતા અને 2,100થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારોના વૈવિધ્યસભર હાજરીને લીધે આ મેળાવડો આવનારા મહિનાઓમાં દેશની નિકાસમાં નવો પ્રાણ ફૂંકવાની ક્ષમતા ધરાવે છે. આઈઆઈજેએસ પ્રિમિયર-2023માં વેપાર માટે રૂ. 70,000 કરોડનો વ્યાપાર થયો છે. જેનો કોઈએ સ્વપ્નેય વિચાર કર્યો નહોતો.
જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે સમાપન બાદ કહ્યું હતું કે, આઈઆઈજેએસ પ્રિમિયર 2023ને અભૂતપૂર્વ સફળતા મળી છે. 2023ની શ્રેણીએ આગલા વર્ષોના તમામ રેકોર્ડને તોડી નાંખી અપેક્ષાઓ કરતાં વધુ સફળતા મેળવી છે. આઈઆઈજેએસ પ્રિમિયર 2023ના શોના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ બદલાઈ ગયા છે. પોઝિટિવીટી વધી ગઈ છે. તહેવારો અને લગ્નની સિઝન પહેલાં જ આ શોના લીધે જ્વેલરી બિઝનેસ ટોપ ગિયરમાં આવી ગયો છે.
પેપરલેસ અને સંપૂર્ણ ડિજિટલ આઈઆઈજેએસ પ્રિમિયરમાં 3,250 સ્ટૉલ રાખવામાં આવ્યા હતા જેમાં 1850 એક્ઝિબિટર્સે ભાગ લીધો હતો. જે બે સ્થળોનાં એક્ઝિબિશનમાં 70,000થી વધુ ચોરસ મીટરમાં ફેલાયેલું હતું.
આ ઈવેન્ટમાં યુએસએ, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ફીજી, સાઉદી અરેબિયા, કતાર, ઈરાન, મસ્કત, ઈટાલી, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત, જર્મની, તુર્કી, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, શ્રીલંકા સહિત 65થી વધુ દેશોના 2,100થી વધુ મુલાકાતી આવ્યા હતા.
પ્રતિષ્ઠિત અતિથિઓની યાદીમાં 16 રાષ્ટ્રોના હોસ્ટેડ ડેલિગેશનનો સમાવેશ થાય છે. આ બિગ ઇવેન્ટ માટે સમગ્ર મુંબઈમાં 25થી વધુ હૉટલ બુક કરવામાં આવી હતી અને પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે 10,000 રૂમ નાઈટ્સ બુક કરવામાં આવી હતી. ઈવેન્ટમાં મશીનરી વિભાગમાં ઈટાલિયન પેવેલિયન પણ હતું અને તેમાં 7 દેશના પ્રદર્શકો હતા.
વાણિજ્ય વિભાગના વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલ, અમેરિકાની કોન્સ્યુલ જનરલના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કી, એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર આઈએએસ ડો. સંજય મુખર્જી, ડી બિયર્સ ગ્રુપના ડાયમંડ ટ્રેડિંગના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ પોલ રાઉલી, જીઆરટી જ્વેલર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જી.આર. રાધાકૃષ્ણન, ટાઈટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સી.કે. વેંકટરામન, જીઆરટી જ્વેલર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જી.આર. અનંતપદ્મનાભન, જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહ, જીજેઈપીસીના વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલી, જીજેઈપીસી નેશનલ એક્ઝિબિશન્સના કન્વીનર નીરવ ભણસાલી, જીજેઈપીસીના નેશનલ એક્ઝિબિશન્સના કો-કન્વીનર મિતેશ ગજેરા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે સહિત અનેક મહાનુભાવો આ શોમાં ઉપસ્થિત રહ્યા હતા.
જીજેઈપીસી ખાતે નેશનલ એક્ઝિબિશન્સના કન્વીનર નીરવ ભણસાલીએ કહ્યું હતું કે, અમે ભારતનાં 1100 શહેરમાંથી આવેલા 50,000થી વધુ મુલાકાતીઓની મુલાકાત નિહાળી, જે તેને અત્યાર સુધીના સૌથી ખર્ચાળ આઈઆઈજેએસ પ્રિમિયર બનાવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM