ડ્યૂટીમાં ઘટાડો જાહેર થતાં એકાએક સોનાની આયાત વધી

આગામી તહેવારો તથા લગ્નગાળામાં સોનાની માંગ વધુ વધવાની અપેક્ષાએ ઝવેરીઓએ સ્ટૉક વધારવાનું શરૂ કરતા આયાતમાં વધારો થયાનું મનાય છે.

Import of gold suddenly increased after duty reduction announced
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કેન્દ્ર સરકારના બજેટમાં આયાત જકાતમાં ઘટાડો થવાને પગલે સોનાની ડીમાંડમાં મોટો વધારો થયો છે અને તેના પ્રભાવ હેઠળ આયાતમાં પણ ઉછાળો છે. જુલાઈ મહિનામાં સોનાની આયાતમાં 214 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું બહાર આવ્યું છે. મહત્વની વાત એ છે કે આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત 23 જુલાઈએ થઈ ત્યાર બાદના જુલાઈના છેલ્લાં સપ્તાહના સાત દિવસમાં જ આયાતના ધડાધડ ઓર્ડર નીકળ્યા હતા.

અમદાવાદ એરકાર્ગો કોમ્પલેક્સનાં રિપોર્ટ પ્રમાણે જુલાઈમાં સોનાની આયાત 10.56 ટન થઈ હતી. ગત વર્ષના જુલાઈમાં તે 2.36 ટન જ હતી. આગામી તહેવારો તથા લગ્નગાળામાં સોનાની માંગ વધુ વધવાની અપેક્ષાએ ઝવેરીઓએ સ્ટૉક વધારવાનું શરૂ કરતા આયાતમાં વધારો થયાનું મનાય છે. આ સિવાય આયાત જકાતમાં ઘટાડાને પગલે સોનું-ચાંદી-પ્લૅટિનમ સસ્તાં બનતા અત્યારે ઓફ સિઝનમાં પણ સારી ડિમાન્ડ નીકળતા જવેલર્સો-વેપારીઓ પાસેનો સ્ટૉક ઘટતા તેઓએ વધુ આયાત ઓર્ડર આપ્યા હતા.

ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશનનાં ડાયરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું કે એક ટકાના ડ્યુટી ડિસ્કાઉન્ટના લાભ માટે ઘણી આયાત ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયને એક્સચેંજ મારફત પણ થઈ હતી.

જવેલરી ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે મોટાભાગના આયાત ઓર્ડર જુલાઈના છેલ્લા સપ્તાહમાં મળ્યા હતા. ગઈ તા. 23 જુલાઈના રોજ બજેટમાં આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત થયા બાદ સોનું સસ્તું થતા ખરીદી નીકળી હતી. આ સમય સામાન્ય રીતે ઓફ સિઝનનો હોય છે છતાં એક જ ઝાટકે સોનાના ભાવમાં 4 થી 5 હજાર રૂપિયાનો ઘટાડો થતા લોકલ માર્કેટમાં ડિમાન્ડ નીકળી હતી.

તે ઉપરાંત આગામી સમયમાં ફૅસ્ટિવલ સિઝન શરૂ થનારી હોય ડિમાન્ડ વધવા પાછળ તે પણ એક કારણ હતું. વળી, આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું છે. તેથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તેવું અનુમાન છે. એટલે ગ્રામીણ માંગ વધી શકે છે. જાણકારો એમ પણ કહે છે કે હવે દાણચોરીના સોનામાં અગાઉ જેવું મોટું વળતર રહ્યું નથી એટલે ગેરકાયદે સોના પર લગામ આવી શકે છે. ડિમાન્ડમાં કોઈ ફેર પડવાનો નથી એટલે કાયદેસરની ચેનલ મારફત સોનાની સપ્લાયમાં વધારો થાય તે સ્પષ્ટ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS