ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (IBJA) દ્વારા 8મી થી 11મી જૂન 2023 દરમિયાન મુંબઈમાં JIO વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રજૂ કરાયેલા સિલ્વર શો ઑફ ઈન્ડિયાની તાજેતરમાં સમાપ્ત થયેલી ઉદઘાટન આવૃત્તિએ તમામ અપેક્ષાઓને પાર કરી નાંખી છે. ઉત્કૃષ્ટ ચાંદીના ઝવેરાત અને કલાકૃતિઓના આકર્ષક પ્રદર્શને મુલાકાતીઓને મોહિત કરી નાંખ્યાં હતા.
IBJA આયોજિત સિલ્વર શો ઓફ ઇન્ડિયાને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૂલ્યના ભંડાર તરીકે ચાંદીનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેમણે ચાંદીને ન્યૂ ગોલ્ડ તરીકે ઓળખાવ્યું હતું. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કર્ણાટકના મેમ્બર ઓફ ધ લેજીસ્લેટીવટી કાઉન્સિલ (MLC) ટી.એ. શરાવનાએ ચાંદીની વધતી જતી આયાત અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે આવા પ્રદર્શનોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. પ્રદર્શનમાં કલ્યાણ જ્વેલર્સ, મલબાર ગોલ્ડ અને જોયાલુક્કાસ જેવી પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ્સના પ્રતિનિધિઓ સામેલ હતા.
સિલ્વર શો ઇન્ડિયામાં 200થી વધુ પ્રદર્શનકારોએ 500થી વધુ સ્ટોલમાં તેમના કલેક્શનનું પ્રદર્શન કર્યું હતું. સિલ્વર એક્ઝિબિશનમાં આશ્ચર્યનક રીતે 1,50,000 વધુ ડિઝાઈન રજૂ થઇ હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી ઍસોસિયેશનના ચૅરમૅન પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું હતું કે લગભગ 30,000 બાયર્સ પ્રદર્શનમાં આવ્યા હતા.
IBJAના ચૅરમૅન કોઠારીએ કહ્યું કે, “મુંબઇમાં પહેલીવાર સૌથી મોટા સિલ્વર એક્ઝિબશને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી આનંદ થયો છે.”
IBJAના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ ચેતન કુમાર મહેતાએ કહ્યું કે, “આ ઇવેન્ટ કલાત્મકતા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. અમે પ્રતિભાશાળી કારીગરોને તેમની અસાધારણ કૌશલ્યો દર્શાવવા માટે અને ઉદ્યોગ વ્યાવસાયિકોને જોડવા અને સહયોગ કરવા માટે એક મંચ પૂરો પાડવા બદલ ગર્વ અનુભવીએ છીએ.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM