DIAMOND CITY NEWS, SURAT
ભારત, તેના ભવ્ય કલા વારસા અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, આગામી ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફૅસ્ટિવલ (IJSF) સાથે વૈશ્વિક જ્વેલરી ફલક પર લોકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દ્વારા આયોજિત આ ભવ્ય ઈવેન્ટનો ઉદ્દેશ્ય ભારતને જ્વેલરી શોપિંગ માટેના ફાઇનલ ડેસ્ટિનેશન તરીકે સ્થાન આપવાનો છે. એક અવિસ્મરણીય અનુભવ માટે ફૅસ્ટિવલના સમયને આજે જ નોંધી રાખો કારણ કે આ ઇવેન્ટ ગ્રાહકો (B2C) માટે 12મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર 2023 સુધી અને વ્યવસાયો (B2B) માટે 1લી જૂનથી 31મી ઑક્ટોબર 2023 દરમિયાન યોજાવાની છે. આ અદભુત ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે.
IJSF કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓમાં યોગદાન આપતી વખતે ભારતની જ્વેલરી કારીગરીની ભવ્યતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ઉત્કૃષ્ટ જ્વેલરી પીસ દર્શાવીને અને તેની હરાજી કરીને, ફૅસ્ટિવલ ઉદ્યોગને ટેકો આપે છે અને સેલ્સને પ્રોત્સાહિત કરે છે, જે ઝળહળતા બિઝનેસમાં સામાજિક યોગદાનની હકારાત્મક ભાવના ઉમેરે છે. આ પહેલ સાથે, GJC ભારતમાં જ્વેલરી ટૂરિઝમ વિકસાવવાની અને વૈશ્વિક જ્વેલરી વેપાર માટે રાષ્ટ્રને એક સમૃદ્ધ હબ તરીકે સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
દિનેશ જૈન, GJC ડાયરેક્ટર અને IJSF કન્વીનર જણાવે છે કે, “ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફૅસ્ટિવલ એ દુબઇના વિખ્યાત દુબઈ શોપિંગ ફૅસ્ટિવલથી પ્રેરિત છે, જેણે વૈશ્વિક બિઝનેસ લીડર્સ અને ગ્રાહકો બંનેનું સરખું ધ્યાન આકર્ષિત કરે છે. IJSF ભારતીય જ્વેલર્સ માટે વિશ્વસનીયતા ઊભી કરવા અને ગ્રાહકોને જાગૃત કરવા ઇચ્છે છે. ઉદ્યોગમાં નવીન પ્રગતિ થઈ રહી છે.”
વિશ્વના માત્ર 10% દેશો જ્વેલરી ઉત્પાદનમાં રોકાયેલા છે, આ ઉદ્યોગમાં વૃદ્ધિની સંભાવના ખૂબ વિસ્તૃત છે. આ તકને ઓળખીને, GJC ટુરિઝમ મંત્રાલય અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે મળીને આકર્ષક ટ્રાવેલ પેકેજો તૈયાર કરવા માટે જ્વેલરી પ્રવાસનને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. ભારતીય ઝવેરાતની સુંદરતાને એને તેના સેલ્સને વધારવા માટે વધારાના પ્રોત્સાહનની ઓફર કરીને પ્રવાસીઓ માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો અને GST રિફંડ જેવી શક્યતાઓ શોધવા માટે સરકાર સાથે ચર્ચાઓ ચાલી રહી છે.
આ ફૅસ્ટિવલ B2C તબક્કા દરમિયાન ₹12,000 કરોડ ($1.45 બિલિયન)ના મૂલ્યની જ્વેલરીનું વેચાણ જનરેટ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, તેથી અપેક્ષાઓ વધારે છે. અંદાજે ₹3,000 કરોડ ($362 મિલિયન)ની વિદેશી ચલણ આવકમાં યોગદાન આપતા 2.4 મિલિયનથી વધુ ગ્રાહકો ભાગ લે તેવી અપેક્ષા છે. યોજનાને વધુ વેગ આપવા માટે અને GJC આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલને પ્રોત્સાહન આપવા માટે આવકના 40% ફાળવવાની યોજના ધરાવે છે, જ્યારે 38%નો ઉપયોગ ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવશે. વધુમાં, જ્વેલરી વૅલ્યુ ચેઈન ઈવેન્ટને સમર્થન આપવા માટે ₹100 કરોડ ($12 મિલિયન)નું યોગદાન આપવા માટે સેટ છે, જે ઉદ્યોગની એકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
GJCના ચૅરમૅન સૈયમ મહેરા, ખાતરી આપે છે, “ભારત જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલે ઉદ્યોગના અગ્રણી પ્લેયર્સનું ધ્યાન ખેંચ્યું છે, જેઓ ભાગ લેવા આતુર છે. અમે GJC ખાતે, વિશ્વસનીય જ્વેલર્સને ઔપચારિક બિઝનેસ મોડલ સાથે ધ્યાન આપીશું, તેમને સંસ્થાને સ્વીકારીને માટે બેસ્ટ બિઝનેસ પ્રેક્ટિસ અપનાવવા માટે પ્રોત્સાહિત કરીશું.”
મનોજ ઝા, IJSF સંયુક્ત સંયોજક, ઉત્સાહપૂર્વક સહભાગિતા વધારવા અને ઉપસ્થિતોને પુરસ્કાર આપવા માટે આકર્ષક યોજનાઓની શ્રેણીની જાહેરાત કરી છે. ફૅસ્ટિવલમાં જબરદસ્ત ઈનામો જીતવાની તક છે જેમાં 1KG સોનાના પાંચ ભવ્ય ઈનામો અને 25 ગ્રામ સોનાના 1,000 થી વધુ સામયિક ઈનામોનો સમાવેશ થાય છે. ગ્રાહકોને પ્રત્યેક કૂપન સાથે મર્યાદિત-આવૃત્તિનો સિક્કો પ્રાપ્ત થશે, અને GJC એ તમામ કેટેગરીમાં સોના, ચાંદી અને હીરા જડિત ઝવેરાત દર્શાવતા પ્રોત્સાહનોમાં આશરે ₹35 કરોડ ફાળવ્યા છે. ભવ્ય ઇનામો જીતવાની સફર માત્ર એક કૂપનથી શરૂ થાય છે, જે ₹25,000 કે તેથી વધુની ખરીદી પર મેળવી શકાય છે.
ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલ વૈશ્વિક જ્વેલરી લેન્ડસ્કેપને ફરીથી ડિફાઈન કરવા માટે તૈયાર છે, જે ભારતીય જ્વેલરીની કલાત્મકતા અને આકર્ષણનું પ્રદર્શન કરે છે અને સામાજિક યોગદાનની ભાવનાને પ્રદર્શિત કરે છે. સદીઓની કારીગરી, સંસ્કૃતિ અને ગ્લેમર દ્વારા એક મંત્રમુગ્ધ પ્રવાસ શરૂ કરો, કારણ કે ભારત વિશ્વને તેના ઝવેરાતના વારસાની ભવ્યતામાં સામેલ થવા અપને આમંત્રણ આપે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM