DIAMOND CITY NEWS, SURAT
ભારતના હીરા ઉદ્યોગના અગ્રણીઓએ બજારની સ્થિતિમાં સુધારાને ટાંકીને 15 ડિસેમ્બરના રોજ સ્વૈચ્છિક રફ આયાતના નિર્ણયને હટાવી લીધો છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), સુરત ડાયમંડ ઍસોસિયેશન સહિત અનેક હીરા અને ઝવેરાત સાથે જોડાયેલી સંસ્થાઓએ દિવાળી પહેલા હીરાઉદ્યોગના હીતમાં 1 મહિનાનો રફ આયાત પર સ્વેચ્છિક પ્રતિબંધનો નિર્ણય લીધો હતો.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅન વિપુલ શાહે મીડિયા સાથેની વીતચીતમાં કહ્યું હતું કે, તાજેતરમાં મળેલી બેઠકમાં વરિષ્ઠ વેપારી વ્યક્તિઓ આ પ્રતિબંધને આગળ નહીં વધારવાના નિર્ણય સાથે સમંત થયા હતા. હવે રફની આયાત પરનો સ્વેચ્છિક પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
વિપુલ શાહે જણાવ્યું હતું કે, હોલિડેઝ પહેલા અમેરિકામાં મજબૂત વેચાણ અને ઉત્પાદકોની ઇન્વેન્ટરીઝમાં ઘટાડાથી સેક્ટર બે મહિનાના મોરેટોરિયમની શરૂઆત કરતાં વધુ સારી સ્થિતિમાં છે. GJEPC માઇનર્સ અને ઉત્પાદકોને સપ્લાય ચેઇનમાં કેટલા રફ ડાયમંડ પ્રવેશે છે તે અંગે સતર્ક રહેવા વિનંતી કરશે.
GJEPC અને અન્ય ચાર ભારતીય સંસ્થાઓએ સપ્ટેમ્બરના અંતમાં દેશના હીરા ઉદ્યોગને 15 ઓક્ટોબરથી શરૂ થતા મહિનાથી એક મહિના માટે રફ આયાત બંધ કરવા હાકલ કરી હતી. ઓકટોબર થી નવેમ્બર પ્રતિબંધ અને નવેમ્બર થી ડિસેમ્બર આમ પણ ભારતના હીરાઉદ્યોગમાં વેકેશન પડે છે એટલે કુલ બે મહિનાનો પ્રતિબંધ હતો. તે સમયે વેપારી સંસ્થાઓએ કહ્યું હતું કે તેઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સ્થિતિની સમીક્ષા કરશે. કેવી રીતે આગળ વધવું તે નક્કી કરવામાં આવશે.
તેમણે એ પણ ભાર મૂક્યો કે આ નિર્ણય ફરજિયાત નથી, અને કેટલીક કંપનીઓએ દેશમાં રફ લાવવાનું ચાલુ રાખ્યું હતું. ભારતની રફ-હીરાની આયાત ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 9 વધીને 1.02 બિલિયન થઈ ડોલર છે, જે આંશિક રીતે મહિનાના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની એક્ટિવીટીને દર્શાવે છે.
1-કેરેટ પત્થરો માટે રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સ (RAPI™) 0.8 ટકા વધવા સાથે, પોલિશ્ડ કિંમતો ગયા મહિને સ્થિર થઈ. તે અત્યાર સુધીના વર્ષ માટે હજુ પણ 20.7 ટકા નીચે હતો.
સિગ્નેટ જ્વેલર્સના સીઈઓ ગિના ડ્રોસોસે તાજેતરમં રોકાણકારો માટે અર્નિંગ કોલમાં જણાવ્યું હતું કે, નેચરલ ડાયમંડના વધુ પડતી સપ્લાયની સ્થિતિ, જે છૂટક કિંમતો પર દબાણ કરી રહી છે, તે ઓછી થવા લાગી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM