જર્મનીના ટ્રેડ ફેર ઈનહોર્જેન્ટા 2025માં ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે

GJEPC અને મસ્સે મ્યુશેન વચ્ચે થયો કરાર : પાર્ટનર કન્ટ્રીનો દરજ્જો એ જ્વેલરી અને વોચીસ ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ પ્લેયર તરીકે ભારતના વધતાં મહત્વને દર્શાવે છે

India participate as partner country in Germanys trade fair Inhorgenta 2025
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના અગ્રણી ટ્રેડ ફેર પૈકીના એક Inhorgenta 2025માં ભારતને પાર્ટનર કન્ટ્રી તરીકે જાહેર કરવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને મેસ્સે મ્યુશેન વચ્ચે કરાર થયો છે.

આ ટ્રેડ ફેર જર્મનીના મ્યુનિકમાં આવતા વર્ષે 21 થી 24 ફેબ્રુઆરી 2025માં યોજાશે. જેમાં યુરોપમાં ભારતીય જ્વેલરી અને ભારતની બદલાતી ધારણાને પ્રદર્શિત કરવા માટે એક સ્પેશ્યિલ પેવેલિયન ઊભું કરવામાં આવશે.

જીજેઈપીસી અને મેસ્સે મ્યુશેન ગેમ્બ વચ્ચે મ્યુનિક ખાતે 16મી ફેબ્રુઆરીના રોજ કરાર થયો હતો. જીજેઈપીસીના એક્ઝિબિશન્સ કન્વીનર નિરવ ભણસાલી અને મેસ્સે મ્યુશેન ગ્રુપના સીઈઓ સ્ટેફન રૂમેલે હસ્તાક્ષર કર્યા હતા.

પાર્ટનર કન્ટ્રીનો દરજ્જો એ જ્વેલરી અને વોચીસ ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ પ્લેયર તરીકે ભારતના વધતાં મહત્વને દર્શાવે છે. તે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી ભારતીય જ્વેલર્સ અને ઘડિયાળ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને જર્મની તેમજ આંતરરાષ્ટ્રીય બાયર્સ સાથે જોડાવા અને સ્થાપિત કરવાની અનન્ય તક પુરી પાડે છે.

જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, જીજેઈપીસી અને મસ્સે મ્યુશેન વચ્ચેનો આ સહયોગ ભારતના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે આ મહત્ત્વની ક્ષણ છે. જે વૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ માટે અભૂતપૂર્વ માર્ગો ઉપલ્બ્ધ કરાવે છે.

કુશળ કારીગરોને અમારી વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ, ભારતની વિશ્વ કક્ષાની જ્વેલરી ઉત્પાદન કૌશલ્ય અને નવી ડિઝાઈન ક્ષમતાઓ સાથે યુરોપના પ્રીમિયર ટ્રેડ ફેરમાં પ્રેક્ષકોને મોહિત કરવાની ખાતરી આપે છે.

જીજેઈપીસીના એક્ઝિબિશન કન્વીનર નિરવ ભણસાલીએ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ જણાવ્યું હતું કે, ભારત અને ઈનહોર્જેન્ટા 2025 વચ્ચેનું જોડાણ બંને પક્ષો માટે ફાયદાકારક બની રહેશે. તે ભારતીય જ્વેલર્સ માટે તેમની કારીગરી પ્રદર્શિત કરવા અને જર્મન તેમજ ઈન્ટરનેશનલ બાયર્સ સાથે જોડાણ કરવાના દરવાજા ખોલી આપશે.

તે મેક ઈન ઈન્ડિયા પહેલ અને જર્મનીની ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટ્રેટજી સાથે સંરેખિત થાય છે, જે બંને રાષ્ટ્રોને લાભદાયી સિનર્જી બનાવે છે. તે ભારત અને જર્મનીમાં સંયુક્ત સાહસોમાં રોકાણ, રોજગાર સર્જન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે.

આ ભાગીદારી ટ્રેડ શો દરમિયાન બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ્સ, ટ્રેડ સેમિનાર અને નેટવર્કિંગ ઈવેન્ટ્સનું આયોજન કરીને દ્વિપક્ષીય વેપારને પણ પ્રોત્સાહિત કરશે. આ પ્લેટફોર્મ બજારની માહિતીના આદાનપ્રદાનને સરળ બનાવશે.

ભારતીય અને જર્મની તેમજ યુરોપિયન કંપનીઓ વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરશે. ટ્રેડ ફેર ભારતીય જ્વેલરીના સાંસ્કૃતિક અને કલાત્મક પાસાઓને જેમ કે ઇતિહાસ, પ્રતિકવાદ અને કારીગરીને પ્રકાશિત કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS