Indian delegation discussed BRICS cooperation in diamond industry in Russia-1
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ ખાતે “Development of BRICS Cooperation in the Diamond Industry” પર યોજાયેલી રાઉન્ડ ટેબલ ચર્ચામાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ડિરેક્ટર આર. અરુલાનંદન, GJEPCના વાઇસ ચેરમેન કિરિટ ભણશાળી, ભારત ડાયમંડ બુર્સના ચેરમેન અનૂપ મહેતા, GJEPCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સબ્યસાચી રે સહિતના અધિકારીઓએ ભાગ લીધો હતો. BRICS એ ટૂંકું નામ છે જે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા માટે વપરાય છે.

આ કાર્યક્રમમાં BRICS દેશોના રાજદ્વારી મિશન અને આફ્રિકન ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિએશન (ADPA)ના વડાઓએ હાજરી આપી હતી. ચર્ચામાં નોંધપાત્ર માળખાકીય ફેરફારો વચ્ચે વૈશ્વિક હીરા ઉદ્યોગમાં વાજબી સહકાર માટે સ્વતંત્ર એજન્ડા સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Indian delegation discussed BRICS cooperation in diamond industry in Russia-2

ડાયમંડ માઇનીંગ દેશોના હિતોને ધ્યાનમાં રાખીને ડાયમંડ બિઝનેસમાટે BRICS બજારોની સ્વતંત્રતા અને નિખાલસતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે અને BRICS દેશોમાં રિસ્પોન્સીબલ ડાયમંડ સપ્લાય ચેઇન, ડાયમંડ ટ્રેડ માટે અગ્રણી કેન્દ્રો, પ્રોડક્શન અને જ્વેલરી કન્ઝમ્પશન ઉભા કરવા જેવા મુખ્ય ધ્યેયોની ચર્ચા કરવામાં આવી હતી.

સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF) 2024માં બોલતા, અલરોસાના CEO પાવેલ મેરિનિચેવે BRICS દેશોની પ્રચંડ સામૂહિક શક્તિની નોંધ લીધી. એક વિષયવાર સત્રને સંબોધતા, મેરિનિચેવે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) ના નોંધપાત્ર આર્થિક પ્રભાવને પ્રકાશિત કર્યો, જે વૈશ્વિક જીડીપીના 35 ટકાનું સામૂહિક રીતે પ્રતિનિધિત્વ કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC