Indian investors bought 730 million ounces of physical silver since 2010-Report
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ભારતનો ચાંદી માટેનો કાયમી પ્રેમ વૈશ્વિક ચાંદીના બજાર માટે દેશનું મહત્વ દર્શાવે છે. વિશ્વની છઠ્ઠી-સૌથી મોટી અર્થવ્યવસ્થા અને અગ્રણી સિલ્વર ફેબ્રિકેટર તરીકે, ભારત ચાંદી અને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.બેંકિંગ અને અન્ય નાણાકીય ઉત્પાદનોના લો પેન્ટ્રીશેનને કારણે ભારત ઐતિહાસિક રીતે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટસ એસ્સેટના માર્કેટ તરીકે ઓળખાય છે. આજે, ભારતીય રોકાણકારો માટે ઉપલબ્ધ નવા રોકાણ ઉત્પાદનો સાથે, ચાંદીના રોકાણમાં ભારતની ભૂમિકામાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે.

ન્યૂ સિલ્વર ઇન્સ્ટિટયૂટ માર્કેટ ટ્રેન્ડ રિપોર્ટ, “Trends in Indian Investment Demand,”  ફિઝિકલ સિલ્વર ઇન્વેસ્ટમેન્ટ, એક્સ્ચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટસ, ડિજીટલ સિલ્વર, ફ્યૂચર માર્કેટ ઇન ઇન્ડિયા, ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાં ચાંદીની લિસ્ટેડ થવાની સંભાવના સહિતના આ માર્કેટના મુખ્ય કોમ્પોનન્ટને એક્સ્પ્લોર કરે છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરાયેલ અહેવાલ, મેટલ્સ ફોકસ દ્વારા લખવામાં આવ્યો હતો, જે લંડન, ઇંગ્લેન્ડ સ્થિત અગ્રણી કિંમતી ધાતુઓની સલાહકાર છે, જેની ઓફિસો ભારત સહિત મુખ્ય બજારોમાં છે.

2010થી, ભારતનું BAR અને સિક્કા સહિત ફિઝિકલ સિલ્વર ઇન્વેસ્ટમેન્ટ ભારતની ઓવરઓલ સિલ્વર ડિમાન્ડનું એક તૃત્યાંશ જેટલું છે. આ સમય દરમિયાન, ભારતીય રિટેલ રોકાણકારોએ આશરે 730 મિલિયન ઔંસ (Moz) ચાંદીની ખરીદી કરી, જે 2022ના ગ્લોબલ સિલ્વર માઇન પ્રોડકશનના 90 ટકા જેટલું છે.

છેલ્લાં બે વર્ષની ઉદાસીન ખરીદી પછી, વર્ષ 2022માં સિલ્વર ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટમાં તંદુરસ્ત રિકવરી જોવા મળી, જે ગયા વર્ષે એટલે કે 2022માં 79.4 મિલિયન ઔંસ નોંધાઇ હતી. વર્ષ 2015 પછીનું આ સૌથી ઉંચુ ટોટલ છે. આ ગ્રોથે ભારતીય ચાંદીની આયાત માટે વિક્રમી ઉંચી સપાટીએ ફાળો આપ્યો છે, વર્ષ 2015ના 260 મિલિયન ઔંસને ગયા વર્ષે સરળતાથી પાર કરીને 304 મિલિયન ઔંસ પર પહોંચી ગયો છે.

ભારતમાં રોકાણની તાજેતરની તક સિલ્વર એક્સચેન્જ-ટ્રેડેડ પ્રોડક્ટ્સ (ETPs) છે, જે સપ્ટેમ્બર 2021માં લૉન્ચ કરવામાં આવી છે. હાલમાં સાત ETPs અને પાંચ સિલ્વર ETP ફંડ-ઑફ-ફંડ્સ (FoFs, જે ETPsમાં રોકાણ કરે છે) છે. 2022 ના અંત સુધીમાં, ભારતમાં સિલ્વર ETP હોલ્ડિંગ અંદાજિત 8 મિલિયન ઔંસ (Moz) પર હતું, જે હકીકતને ધ્યાનમાં રાખીને સારી શરૂઆત છે કે આ ઉત્પાદનો ફક્ત 2021ના અંતમાં જ બહાર પાડવામાં આવ્યા હતા.

સિલ્વર ETPs ને ધ્યાનમાં રાખીને, ડિજિટલ સિલ્વર પ્રોડક્ટ્સ પણ ભારતમાં નવી લૉન્ચ કરવામાં આવી છે, જો કે આજ સુધી, તે રિટેલ રોકાણકારોમાં આકર્ષણ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ડિજિટલ સિલ્વર પ્લેટફોર્મ રોકાણકારોને નીચા ભાવે ચાંદી ખરીદવાની પ્લેટફોર્મને આધારે મંજૂરી આપે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ડિજિટલ સિલ્વર ભારતમાં ચાંદીના રોકાણના બીજા નવા અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે છે અને પહેલેથી જ નવ કંપનીઓ ભારતમાં આ ઉત્પાદનો ઓફર કરે છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -NIPPONE RARE METAL INC