વર્ષ 2020-21માં 1.20 લાખ કરોડના જ્યારે વર્ષ 2021-22માં 1.80 લાખ કરોડના હીરાનું એક્સપોર્ટ થયું હતું. ઓલટાઈમ હાઈએસ્ટ કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે. કોરોના કાળ પહેલા સુરતનો હીરા ઉદ્યોગ મોટા ભાગે ઓફલાઈન હતો.
પરંતુ કોરોનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી હીરાનો વેપાર ઓનલાઈન થયો હતો. કોરોના પહેલા માત્ર 7 ટકા જેટલો જ ઓનલાઈન હીરાનો વેપાર હતો જે કોરોનામાં 4 ગણો વધીને 30 ટકા ઓનલાઈન વેપાર થઈ ગયો હતો.
વિશ્વાસથી વેપારીઓએ ઓનલાઇન ખરીદી કરી
જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, કોરોનાકાળમાં હિરા ઉદ્યોગમાં તેજી જેવા મળીછે. કોરોના કાળમાં બાયરે વિશ્વાસથી હીરા જોયા વગર ખરીદ્યા અને વેપારીએ વિશ્વાસથી રફ જોયા વગર ઓનલાઈન ખરીદી કરી.
ખાસ કરીને કહેવાય છે કે, હીરાનો વ્યવસાય વિશ્વાસ પર ચાલે છે. ઓનલાઈન વેપાર વધતા કોરોનાએ આ વાત સાબિત કરી બતાવી.
8 હજાર કરોડના હીરા ઓનલાઇન એક્સપોર્ટ કર્યા : હરીકૃષ્ણ એક્સપોર્ટ
હરીકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન સવજી ધોળકિયા કહે છે કે કોરોનાએ આપણને ખુબ જ શિખવ્યું છે. કોરોનાને કારણે હીરાનો બિઝનેસ કરવામાં પણ ખૂબ જ મોટા ફેરફાર આવ્યા છે. હીરા ઉદ્યોગના ઈતિહાસમાં આવી ઘટના નથી બની તે કોરોનાકાળમાં બની છે.
કોરોનાને કારણે હીરા ઉદ્યોગ બંધ ન થયો પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સારી રીતે વધ્યો. કોરોનાને કારણે સુરતનો હીરા ઉદ્યોગ ઓનલાઈન થઈ ગયો. અમે આ વર્ષે 11 હજાર કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરા એક્સપોર્ટ કર્યા છે તેમાંથી 8 હજાર કરોડના હીરા ઓનલાઈન એક્સપોર્ટ કર્યા છે.
હીરાનો ધંધો કરવાની પદ્ધતિ પણ બદલાઈ : કિરણ જેમ્સ
કિરણ જેમ્સના વલ્લભ લખાણી કહે છે કે, કોરોનાને કારણે વિશ્વમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો એ દુ:ખની વાત છે. પરંતુ કોરોનાકાળ હીરા ઉદ્યોગ માટે આશીર્વાદ સમાન રહ્યો છે. હીરાના એક્સપોર્ટમાં વધારો થયો છે.
પરંતુ સાથે સાથે હીરાનો ધંધો કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. અમારી કંપની કોરોનાકાળ પછી 80 થી 90 ટકા સુધી બિઝનેસ ઓનલાઈન જ કરે છે. ખાસ કરીને વેપારીઓ પર વિશ્વાસને કારણે હીરાનો બિઝનેસ ઓનલાઈન વધ્યો છે.
હવે સર્ટિફિકેટ વગર પણ હીરા ખરીદવામાં આવે છે.
એચવીકે ડાયમંડના નાગજી સાકરિયા કહે છે કે, હીરાઉદ્યોગના ઈતિહાસમાં ઘટના ન બની હોય તેવી ઘટના બની છે, હીરાનું ઓનલાઈન સેલિંગ મોટા પ્રમાણમાં વધ્યું છે. અમે પતલી સાઈઝના હીરા બનાવીએ છીએ. તેનુ જ આઈએ સર્ટીફિકેટ હોતું નથી.
કોરોના પહેલા પતલી સાઈઝના હીરા ઓનલાઈન વેચાણ થતું ન હતું. પરંતુ હવે સર્ટીફીકેટ ન હોવા છતાં બાયરો દ્વારા પતલી સાઈઝના હીરાની પણ ખરીદી કરવામાં આવી રહી છે.
કોરોનાકાળ પહેલાં ઉદ્યોગ ઓફલાઇન હતો
વર્ષ 2020-21માં 1.20 લાખ કરોડના જ્યારે વર્ષ 2021-22માં 1.80 લાખ કરોડના હીરાનું એક્સપોર્ટ થયું હતું. ઓલટાઈમ હાઈએસ્ટ કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે. કોરોનાકાળ પહેલા સુરતનો હીરા ઉદ્યોગ મોટા ભાગે ઓફલાઈન હતો.
પરંતુ કોરોનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી હીરાનો વેપાર ઓનલાઈન થયો હતો. કોરોના પહેલા માત્ર 7 ટકા જેટલો જ ઓનલાઈન હીરાનો વેપાર હતો જે કોરોનામાં 4 ગણો વધીને 30 ટકા ઓનલાઈન વેપાર થઈ ગયો હતો.
ઑનલાઇન વેચાણ 30% થયું, પ્રી-કોવિડમાં તે 7% હતું
ફિઝિકલ ખરીદ વેચાણમાં મર્યાદિત ગ્રાહકો હતા. ઑનલાઇન મૉડમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. 10-12 ગ્રાહકો હતા તેમની પાસે હવે 50થી વધુ છે. પહેલા દેશ-વિદેશના ગ્રાહકોને મુંબઈ વેપારીઓની ઑફિસે આવવું પડતું હતું. ઑનલાઇન ખરીદીથી અવરજવરની મુશ્કેલી અને ખર્ચ પણ બચી ગયો છે.