ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ધરખમ ઘટાડો

જેમ્સ અને જ્વેલરીની નિકાસ FY24 દરમિયાન $32.71 બિલિયન રહી હતી, જે FY23માં $37.96 બિલિયન અને FY22માં $38.94 બિલિયન હતી. : વાણિજ્ય મંત્રાલય

Indias Gems and Jewellery Exports Decline Drastically
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વીતેલાં સવા વર્ષથી પશ્ચિમી દેશોમાં મંદીનું વાતાવરણ હોય લક્ઝરી ચીજોના વેચાણ પર માઠી અસર પડી છે. ખાસ કરીને હીરાના ઝવેરાતનું વેચાણ ઘટ્યું છે, તેના પગલે ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસ પણ ઘટી છે.

વાણિજ્ય મંત્રાલયના પોર્ટલના ડેટા અનુસાર, જેમ્સ અને જ્વેલરીની નિકાસ FY24 દરમિયાન $32.71 બિલિયન રહી હતી, જે FY23માં $37.96 બિલિયન અને FY22માં $38.94 બિલિયન હતી. જેમ્સ અને જ્વેલરીની માંગમાં ઘટાડો એ ભારત માટેના મુખ્ય બજારો ચીન અને યુએસ, બંનેમાં મંદીના પડકારોને કારણે હતો. FY 24માં વૈશ્વિક માંગ ઓછી થવાને કારણે તે ત્રણ વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે પહોંચી છે.

વાણિજ્ય મંત્રાલયના નિર્ણય પોર્ટલના ડેટા અનુસાર,  UAEમાં ઊંચા વેચાણને પગલે FY24માં $40 બિલિયનનો નિકાસ લક્ષ્યાંક નક્કી કરાયો હતો. પણ નબળી માંગને કારણે ડિસેમ્બરમાં તેહવારોની સિઝન છતાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 19% ઘટી હતી.

વાણિજ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, માંગમાં ઘટાડો ભારત માટેના મુખ્ય બજારો ચીન અને યુએસ બંનેમાં મંદીના પડકારોને કારણે હતો. FY25માં તે સુધરવાની શક્યતા છે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025માં વધુ સારા દેખાવની અપેક્ષા છે.

વધતી જતી મોંઘવારીમાં વૈશ્વિક અર્થતંત્ર વધતા જતા ફુગાવા અને ઊંચા વ્યાજ દરોથી ઝઝૂમી રહ્યું છે, ખાસ કરીને યુરોપ અને યુએસમાં, ભારતના સૌથી મોટા નિકાસ બજારોથી એવા સંકેતો મળ્યા છે કે આમાંના કેટલાક પરિબળો આ વર્ષે હળવા થઈ શકે છે.

FY24માં ઉત્તર અમેરિકી પ્રદેશમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ $10 બિલિયન હતી, જ્યારે ચીન સહિત ઉત્તર પૂર્વ એશિયામાં નિકાસ $7 બિલિયન રહી હતી, જે અગાઉના વર્ષ (FY23)માં $13 બિલિયન અને $9 બિલિયનથી ઘટીને $7 બિલિયન રહી હતી.

પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ, જેમાં UAE, ભારતની નિકાસ માટેનું મુખ્ય બજાર છે, તે FY24માં વધીને $9 બિલિયન થયું હતું, જે અગાઉના વર્ષમાં $7 બિલિયન હતું. દરમિયાન, વેપાર અને સેવાઓ સહિત ભારતની એકંદર વેપાર ખાધ FY23માં $121.62 બિલિયનથી FY24માં ઘટીને $78.12 બિલિયન થઈ ગઈ.

જેમ જેમ આર્થિક દબાણ હળવું થશે તેમ તેમ આવકમાં વધારો થશે, વૈશ્વિક વેપારનું પ્રમાણ 2024માં 2.6% અને 2025માં 3.3% વધશે, એવું WTOએ એપ્રિલમાં તેના ગ્લોબલ ટ્રેડ આઉટલુક અને આંકડાકીય અહેવાલમાં જણાવ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS