સેવાના હેતુથી કાર્ય કરતી ડાયમંડ્સ ડુ ગુડ એવોર્ડર્સ કંપની આગામી તા.1 જુન 2023ના રોજ લાસવેગાસમાં વેનેટીયન હોટલ ખાતે તેના વાર્ષિક સમારંભમાં ડી બિયર્સ ગ્રુપ, રોઝી બ્લુ, વેલેરી મેસિકા અને લોરેન વેસ્ટ કંપનીનું સન્માન કરશે. ડાયમંડ્સ ડુ ગુડ કંપની એવા વ્યક્તિઓ અને કંપનીઓનું સન્માન કરે છે જે કંપનીઓ વિશાળ સમુદાય પર તેના કાર્યથી પોઝિટિવ અસર છોડે છે અને પોતે જવાબદાર કોર્પોરેટ નાગરિક હોવાની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.
ડાયમંડ ડુ ગુડના પ્રમુખ અન્ના માર્ટેને જણાવ્યું કે, “ધ ડાયમંડ ડુ ગુડ એવોર્ડ એવા બિઝનેસ લીડરોને આપવામાં આવે છે જેઓ પોતાના વ્યવસાયનું સફળતાપૂર્વક નિર્માણ કરવાની સાથોસાથ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. વિશાળ સમુદાયની સંભાળ રાખવા માટેની પોતાની જવાબદારીને સમજે છે. સમાજ માટે સારી કામગીરી કરવી એ જ સારો બિઝનેસ છે તેમ માને છે તેવા વ્યક્તિ, કંપનીઓનું સન્માન કરાયું છે.”
આ સંસ્થા દ્વારા રફ ડાયમંડની સૌથી મોટી કંપની ડી બિયર્સ ગ્રુપને સર્વોચ્ચ સન્માન ધ ગુડ એવોર્ડથી સન્માનિત કરાશે. આ કંપની કુદરતી હીરા વેચે છે, જે સમાજમાં કાયમી પોઝિટિવ અસર ઊભી કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રોઝી બ્લુ કંપનીને તેમની કોર્પોરેટ વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામાજિક, પર્યાવરણીય, આર્થિક અને નૈતિક પરિબળો સમાવેશ કરવાની નીતિના લીધે એવોર્ડ માટે પસંદ કરાઈ છે. રોઝી બ્લુ આવી પ્રથમ ભારતીય ડાયમંડ ઉત્પાદક કંપની બની હોવાથી કંપનીને વિઝનરી એવોર્ડ આપવામાં આવશે.
વેલેરી મેસિકાને ડાયમંડ જ્વેલરી બનાવવાની કંપનીની પ્રતિભા અને નવીનતા માટે પસંદ કરાઈ છે. મેસિકા કંપનીએ પોતાની બ્રાન્ડ અને પોતાના ઉત્પાદનો દ્વારા નવી પેઢીને વિશ્વમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી છે અને તે બદલ જ કામગીરીની સરાહના કરતા મેસિકા કંપનીની ધ નેક્સ્ટજેન એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
લોરેન વેસ્ટેને હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં તેમની પ્રતિભા અને દ્રઢતા માટે ઉદ્યોગમાં વધુ ઈક્વિટી અને પ્રતિનિધિત્વ લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે, તે બદલ કંપનીને ધ ઇન્સ્પિરેશન એવોર્ડ આપવાનું નક્કી કરાયું છે.
વર્ષ 2023માં ડાયમંડ્સ ડુ ગુડ દ્વારા ડી બિયર્સ, રોઝી બ્લુ, વેલેરી મેસિકા અને લોરેન વેસ્ટને એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડ સેરેમની તા. 1 જૂનના રોજ વેનેટીયન હોટલ, પ્લાઝો બોલરૂમ, લાસ વેગાસ એનવી ખાતે યોજાશે. ડીડીજીના કો ફાઉન્ડર અને નાગરિક અધિકારના નેતા ડો. બેન્જામિન ચાવિસ જુનિયરે કહ્યું કે આ એવોર્ડ વિશ્વભરના સમુદાયને સાથે જોડવાના મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM