DIAMOND CITY NEWS, SURAT
દુબઇમાં આયોજિત એશિયન લીડરશીપ એવોર્ડ્સની 10મી આવૃત્તિમાં સુરત સ્થિત વૈશ્વિક અગ્રણી એવી ટેક્નોલૉજિકલ ફર્મ ‘સહજાનંદ ટેક્નોલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડ (STPL)‘ના માનવ સંસાધન વિભાગના જનરલ મેનેજર શ્રી ત્રિનયન સૈકિયાએ ભારતના યુવા HR લીડર તરીકે પ્રસિદ્ધિ મેળવી STPLને ગર્વ અપાવ્યું છે.
પ્રતિષ્ઠિત તાજ દુબઈ બિઝનેસ બે દ્વારા આયોજિત એશિયન લીડરશીપ અવોર્ડ્સમાં, જનરલ મેનેજર શ્રી સૈકિયાએ મોડર્ન વર્કપ્લેસને ધ્યાનમાં રાખતા “કર્મચારી અનુભવ અને કર્મચારીઓની સુખાકારી” જેવા મુદ્દાઓ ઉપર વિષેશ ભાર આપ્યું હતું, જેથી તેઓ એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ સ્પીકર રૂપે ઓળખાયા. તેઓને અગાઉ વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમની પ્રસિદ્ધિઓમાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
શ્રી ત્રિનયન સાઈકિયાના સંબોધનએ ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય તરફ સહયોગને પ્રોત્સાહન આપતા લીડર્સ, ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર્સ, ચીફ એક્સપીરિયંસ ઓફિસર્સ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરર્સ અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. તેમના સંબોધનમાં STPLની હ્યુમન કૅપિટલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા અને ઇનોવેશન માટે સફળતા અંગેની પ્રતિબદ્ધતા પણ દર્શાવવામાં આવી હતી.
એસટીપીએલના નેતૃત્વની નિમિત્ત ભૂમિકાને સ્વીકારતા, શ્રી ત્રિનયન સૈકિયાએ STPLના સીઈઓ શ્રી રાહુલ ગાયવાલાનો મેન્ટરશિપ પ્રદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો, કે જેમના થકી તેમને નવીન એચઆર પ્રેક્ટિસને અસરકારક રીતે અમલમાં મૂકવાની તક મળી અને તેમાં સફળતા પ્રાપ્ત કરી. તેમણે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝમાં જોડાયેલા લોકોમાં મૈત્રીપૂર્ણ મૂલ્યોને અંકિત કરવાનું શ્રેય સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન ‘શ્રી ધીરજલાલ કોટડિયા’ના દૂરંદેશી નેતૃત્વને આપ્યું હતું.
30થી વધુ દેશોમાં કાર્યરત ટેક્નોલોજિકલ ફર્મ તરીકે STPLએ ડાયમંડ પ્રોસેસિંગ ટેક્નોલૉજી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ટેક્નોલૉજી અને ઇન્ડસ્ટ્રીયલ લેસર્સ ક્ષેત્રોમાં અગ્રિમ સ્થાને રહી છે. શ્રી સૈકિયાએ સમગ્ર STPL ટીમના સામૂહિક પ્રયાસને તેમના સંબોધનમાં પ્રકાશિત કર્યો, એચઆર એક્સલન્સ અને વૈશ્વિક માન્યતામાં તેમના અતૂટ સમર્થનને બમણી સિદ્ધિના અભિન્ન અંગ તરીકે તેમણે સ્વીકાર્યું.
આ બમણી પ્રસિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત અને સંસ્થાકીય પ્રોફાઇલ જ નહીં પરંતુ વૈશ્વિક શ્રેષ્ઠતા માટે STPLના અગણિત પ્રયાસો પાછળની અતૂટ પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક કહી શકાય. STPLનો ઉદ્દેશ્ય ઇનોવેશન, ટેક્નોલોજીકલ ઍડવાન્સમેન્ટ અને ગ્લોબલ લીડરશીપના મિશનને આગળ વધારવા પાછળની સફળતાનું એક સોપાન છે.
STPL એ સફળતાની દીવાદાંડી સમાન છે. જે એકીકૃતપણે જન-કેન્દ્રિત અભિગમ સાથે વ્યાપાર કુશળતાનું મિશ્રણ કરે છે. જેમ જેમ કંપની તેના કાર્યકાળની દિશા તરફ આગળ વધશે, તેમ તે વૈશ્વિક બજારમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર રહેશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM