DIAMOND CITY NEWS, SURAT
ગયા વર્ષે તા. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક નિર્દોષ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા. હમાસના આ હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા હમાસનો ખાત્મો બોલાવવાના ઈરાદે પેલેસ્ટિન સામે યુદ્ધ છેડવામાં આવ્યું હતું. યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે ઈઝરાયેલના એક જ્વેલરી મેન્યુફેક્ચરરે 86 કપલને હીરાની વીંટી સાવ ફ્રીમાં ગિફ્ટ કરી છે.
વાત જાણે એમ છે કે આ જ્વેલરે ગઈ તા. 7 ઓક્ટોબરના હમાસના ઈઝરાયેલ પર હુમલામાં પુત્રને ગુમાવ્યો હતો. તેના યુવાન પુત્રનું આ હુમલામાં મોત થયું હતું. બાદમાં જ્યારે ઈઝરાયેલી સૈનિકોએ હમાસ સામે બદલો લીધો ત્યાર બાદ આ જ્વેલરે જીતની ખુશીમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સમાં સેવા આપતા કોઈ પણ સૈનિકને સોનાની 0.50 કેરેટ હીરા જડિત રિંગ ફ્રીમાં ઓફર કરી છે.
એલોન મેસિકા નામના જ્વેલરના 23 વર્ષીય પુત્ર આદિર 7 ઓક્ટોબરે એનોવા મ્યુઝિક ફૅસ્ટિવલમાં ગયો હતો. હમાસે ત્યારે આ મ્યુઝિક ફૅસ્ટિવલ પર હુમલો કરી સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમાં એલોન મેસિકાના પુત્ર આદિર તેમજ તેના અનેક મિત્રો માર્યા ગયા હતા. આદિર મૃત્યુ પામ્યો કારણ કે તે તેની ગર્લફ્રેન્ડને બચાવવા માટે હમાસના આતંકીઓ સામે લડ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ બચી ગઈ હતી, પરંતુ તે મૃત્યુ પામ્યો.
હુમલાના પગલે સૈન્ય મથકો પર ઘણા લગ્નો થયા હતા. જેમાં 300,000 અનામતવાદીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતો. આ પ્રસંગે એલોને સૈનિકને રિંગ આપવાનો પ્રસ્તાવ ફેસબુક પોસ્ટ મારફતે મૂક્યો હતો.
જેની પર પહેલું રિએક્શન માત્ર 6 મિનિટમાં આવી ગયું હતું. આદિરની યાદમાં ડાયમંડ પ્રોજેક્ટમાં 86 કપલોએ રિંગ માટે ઈચ્છા દર્શાવી હતી.
આદિર ઇઝરાયલમાં હવે ઘર બનાવી શકશે નહીં. પરંતુ તેના લીધે અનેક લોકો પોતાનો સંસાર વસાવી શકશે. આ મારી જીત છે એમ એલને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. એલને વધુમાં કહ્યું કે, સૌથી સારી વાત એ છે કે હું સૈનિકોને ગળે મળી શકું છું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp