DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક બજારોમાં માંગ નબળી રહેવાને કારણે જુલાઈમાં ઈઝરાયેલના હીરાના વેપારમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈઝરાયલની પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 31% ઘટીને $203.6 મિલિયન થઈ છે. ઈઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં આ અંગે વિગતવાર અહેવાલ જાહેર કર્યો હતો.
આ અહેવાલ અનુસાર નિકાસનું પ્રમાણ 13% વધીને 149,441 કેરેટ થયું પરંતુ સરેરાશ કિંમત 39% ઘટીને $1,363 પ્રતિ કેરેટ થઈ છે. તેમાં રીટર્ન ગુડ્સને ગણતરીમાં લેવામાં આવ્યો નથી.
હીરાના વેપારમાં સતત વૈશ્વિક મંદીનું વલણ જુલાઇ મહિનાના ડેટામાં ફરીથી સ્પષ્ટ થાય છે એમ ઇઝરાયેલના ડાયમંડ કંટ્રોલર ઓફીસર ગોરે જણાવ્યું હતું, ગોરે કહ્યું કે ઇઝરાયેલના પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં ઘટાડો વૈશ્વિક ઉદ્યોગમાં જે થઈ રહ્યું છે તેની સાથે સુસંગત છે. વૈશ્વિક સ્તરે હીરાની માંગ નબળી હોવાની તે સાબિતી છે. આ સાથે જ હાલના ડેટા વર્ષના લગભગ ચોથા ક્વાર્ટરમાં શરૂ થયેલી રિકવરી તરફ પણ નિર્દેશ કરે છે એમ ગોરે ઉમેર્યું હતું.
આ અહેવાલ અનુસાર જુલાઈ માટે પોલિશ્ડ આયાત 34% ઘટીને $193.9 મિલિયન થઈ છે. રફ આયાત 46% ઘટીને $106 મિલિયન થઈ, જ્યારે રફ નિકાસ 44% ઘટીને $71.4 મિલિયન થઈ છે. 2023 ના પ્રથમ સાત મહિના માટે, પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 25% ઘટીને $1.9 બિલિયન થઈ, જ્યારે પોલિશ્ડ આયાત 24% ઘટીને $1.58 બિલિયન થઈ. ખરબચડી આયાત 46% ઘટીને $661.1 મિલિયન થઈ, જેમાં રફ નિકાસ 53% ઘટીને $515.4 મિલિયન થઈ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM