સુરતના જ્વેલર્સ પર આઈટીના દરોડા: 2000 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યાની ચર્ચા

આ આખો મામલો સુરત, રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રોકડ અને ઉધારીમાં સોના અને જવેલરીની ખરીદી અને વેચાણને લગતો છે.

IT raids on jewellers in Surat Benami transactions worth over 2000 crores reported
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તહેવારોની સિઝન પહેલાં આવકવેરા વિભાગે સુરતના અગ્રણી જ્વેલર્સ ગ્રુપ પર દરોડા પાડતા સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ભય વ્યાપી ગયો હતો. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા તુષાર ચોક્સીના કે. કાંતિલાલ બ્રધર્સ અને તેની સાથે સંકળાયેલા બુલિયનના ડીલર્સ પર દરોડાના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક હીરા ઝવેરાતના કારખાના બંધ થઈ ગયા હતા. આ જ્વેલર્સ ગ્રુપ પર 5 દિવસ તપાસ ચાલી હતી, તે દરમિયાન 2000 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યાની ચર્ચા છે.

સુરતના પીપલોદના જવેલર્સ કાંતિલાલ એન્ડ બ્રધર્સ, માતાવાડીના જ્વેલરી ઉત્પાદકની પેઢી પાર્થ ઓર્નામેન્ટ, મહિધરપુરા અને કતારગામમાં શોરૂમ ધરાવનાર અક્ષર જ્વેલર્સ, વરાછા રોડના બુલિયન વેપારીઓ હરીકલા ગોલ્ડ તથા તીર્થ ગોલ્ડના સંચાલકોના વરાછારોડ, પાર્લેપોઈન્ટ, ભાગળ, કતારગામ, મહીધરપુરા સહિતના સ્થળો પર તપાસ થઈ હતી. સુરતના ત્રણ જવેલર્સ અને બે બુલિયનના વેપારીઓને ત્યાં 5 દિવસ 40 સ્થળો પૈકી 37 સ્થળોએ સર્ચ કાર્યવાહી ચાલી હતી.

5 દિવસ 40 સ્થળોએ ચાલેલી 5 દિવસની તપાસમાં 2500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતી. બેનામી ડોક્યુમેન્ટનું એસેસમેન્ટ શરૂ થયા પછી આ સર્ચનો રેલો બીજી પેઢીઓ સુધી લંબાવાય એવી પણ શક્યતા સેવાઈ રહી હતી. આવકવેરા વિભાગે કાંતિલાલ બ્રધર્સ જવેલર્સની પાછળની બિલ્ડીંગમાં ડોક્યુમેન્ટ સાચવવાનો છૂપો સ્ટોર રૂમ શોધી કાઢ્યો હતો. આ પેઢીના કાગળો, હિસાબી વ્યવહારો અહીં રાખવામાં આવતા હતા.

મોટાભાગે દિવસનો વેપાર સમેટાય એ સાથે ચોક્કસ નક્કી થયેલા કર્મચારી આ રૂમમાં ગણતરીની મિનિટ માટે જઈ ડૉક્યુમેન્ટ મૂકી આવતા હતા. આવકવેરા અધિકારીઓ આ ડૉક્યુમેન્ટની પણ તપાસ કરી રહ્યાં છે. વિભાગ દ્વારા હવે ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં મોટાપાયે કરચોરી બહાર આવવાની શક્યતા છે. 2 કરોડની રોકડ, 20 બૅન્ક લૉકર, 5 સેફ ડિપોઝીટ વોલ્ટના લૉકર સિઝ કરવામાં આવ્યા છે.

આ આખો મામલો સુરત, રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રોકડ અને ઉધારીમાં સોના અને જવેલરીની ખરીદી અને વેચાણને લગતો છે. જે ટેક્સ રિટર્નમાં દર્શાવ્યો નથી. પાર્થ જ્વેલર્સની ઇચ્છાપોરની ફેક્ટરી અને ફાર્મ હાઉસ સહિત વધુ ચાર સ્થળો સુધી લંબાઇ છે. જ્વેલર્સ અને બુલિયન વેપારી દ્વારા વપરતાં સોફ્ટવેરમાં હિસાબોની તપાસ પણ ચાલી રહી છે. કાંતિલાલ બ્રધર્સ, તીર્થ ગોલ્ડ, અક્ષર જવેલર્સ અને હરીકલા બુલિયનને ત્યાંથી મોટો સ્ટૉક ડિફરન્સ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાજર સ્ટૉક તો ચોપડે જ દર્શાવ્યો ન હતો.

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસમાં આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે રાજકોટની કંપનીએ એવું સોફ્ટવેર તૈયાર કર્યું હતું જેમાં રોકડના વ્યવહારોની એન્ટ્રી સુરતમાં થતી હતી પણ મોટાભાગની એન્ટ્રીઓનો ડેટા બીજા શહેરમાં સેવ થતો હતો. બેનામી વ્યવહારો કરનારાઓને આ ખાસ પ્રકારનું સોફ્ટવેર આપવામાં આવ્યું હતું.

જવેલર્સ અને બુલિયન આ સોફ્ટવેરને લીધે ટર્નઓવર ઓછું દર્શાવી ટેક્સ ઓછો ભરતા હતા. આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર પાર્થ ઓર્નામેન્ટને ત્યાં જે સોફ્ટવેર હતું તેમાં જ હજાર કરોડથી વધુની એન્ટ્રીઓ મળી છે. સોનું બુલિયન પાસે રોકડમાં લેવાતું અને જ્વેલરી બનાવીને સુરતના જ્વેલર્સને પણ ઘણીવાર રોકડમાં જ વેચવામાં આવતું હતું. સોફ્ટવેરની એક સિસ્ટમ રાજકોટમાંથી ઓપરેટ થતી અને બીજી એન્ટ્રી સુરતમાં પડતી હતી. ટ્રાન્જેક્શનનો ડેટા રાજકોટમાં સ્ટોર થતો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS