DIAMOND CITY NEWS, SURAT
જેએ ન્યુયોર્ક જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ત્રિવાર્ષિક ફેર એ ઉદ્યોગના દિગ્ગજ મૈથ્યુ ટ્રેટનરને શોના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
જેએ ન્યુયોર્કની મૂળ કંપની એમરાલ્ડના કાર્યકારી ઉપપ્રમુખ ગૈનન બ્રૌસેઉએ કહ્યું કે, આ ઉદ્યોગ સંબંધોના આધારે ચાલે છે અને મૈથ્યુ પાસે મજબૂત સંબંધોનો ભંડાર છે, જે જ્વેલરી ઈન્ડસ્ટ્રીના તમામ પાસાંઓને આવરી લે છે. તેમનો ઉત્સાહ, તેમનું જ્ઞાન અને અનુભવ સાથે મળીને ખરેખર અમારા આયોજનો માટે એક મિલકત સમાન બની રહેશે અને અમારી ટીમમાં તેમનું સ્વાગત કરતા અમને આનંદ થઈ રહ્યો છે.
ટ્રેટનરે તાજેતરમાં સરીન દ્વારા જીસીએએલ માટે બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા. તેમણે જેમ સર્ટિફિકેશન એન્ડ ઈન્સ્યોરન્સ લેબ તેમજ સરીન વચ્ચે ભાગીદારી કરવામાં મદદ કરી હતી. તે ભાગીદારીનો શ્રેય ટ્રેટનરને જ આપી શકાય. આ ભાગીદારની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી. આ અગાઉ તેઓ જેમોલોજિકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા (જીઆઈએ)માં ગ્લોબલ ટ્રેડ ડેવલપમેન્ટના ડિરેક્ટર હતા. તેઓએ જેએ ન્યુયોર્કના પૂર્વ માલિક, જ્વેલર્સ ઓફ અમેરિકા (જેએ) માટે સભ્યપદ અને સેલ્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
ટ્રેટનરએ કહ્યું, હું મારા સંબંધોનો લાભ ઉઠાવવા હાલની ભાગીદારીઓને મજબૂત કરવા અને શોને સમર્પિત ટીમ સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું. જેથી એ નક્કી કરી શકાય કે જેએ ન્યુયોર્ક આ અવિશ્વસનીય ઉદ્યોગની નાની જરૂરિયાતોને પુરા કરનારા એક વિશ્વસનીય સંસાધન છે.
જેએ ન્યુયોર્ક ફોલ શોથી એક અઠવાડિયા પહેલાં ટ્રેટનર અધિકૃત રીતે જેએ ન્યુયોર્ક ટીમમાં સામેલ થઈ જશે. જે 29થી 31 ઓક્ટોબરે મેનહટ્ટનના જૈકલ જોવિટ્સ સેન્ટરમાં યોજાશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM