JCK શો લાસ વેગાસ 2023 : ઇનોવેશન અને બિઝનેસ તકોથી ઝળહળતું એક્ઝિબિશન

જેસીકે લાસ વેગાસ 2023 શો, સામાન્ય રીતે, નક્કર હાજરી, સકારાત્મક સેન્ટિમેન્ટ અને નવીનતા, ઓરિજીન અને સસ્ટેઈનેબીલીટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, સકારાત્મક નોંધ પર શરૂ થયો છે.

JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

અપેક્ષાઓથી સારું સેલ્સ અને ઉત્તેજના સભર શૉ ઓપનિંગ

DIAMOND CITY NEWS, SURAT

JCK શો લાસ વેગાસ 2023 એ જ્વેલરી ઉદ્યોગમાં અગ્રણી વાર્ષિક બિઝનેસ ઇવેન્ટ છે, જે સેલ્સ ઓર્ડર, શિક્ષણ, નેટવર્કિંગ અને આનંદ માટે 30,000 થી વધુ પ્રભાવશાળી ઉદ્યોગ વ્યાવસાયિકોને એકસાથે લાવે છે. આ એક્ઝિબિશન અમેરિકાના લાસ વેગાસમાં 2 જૂન થી 5 જૂન, 2023 દરમિયાન ધ વેનેશીયન એક્સ્પો ખાતે યોજઈ રહી છે. તે તેના જ્વેલરી, જેમ્સ, ઘડિયાળો અને સર્વિસીઝના વિશાળ સંગ્રહ માટે જાણીતું છે, જે તેને સુંદર જ્વેલરીનું બજાર અને નવીનતમ ટ્રેન્ડ અને નવીનતાઓ શોધવા માટેનું મુખ્ય સ્થળ બનાવે છે.

JCK શો લાસ વેગાસ 2023ની હાઇલાઇટ્સમાંની એક “ઇનોવેશન હબ” છે, જે ઉદ્યોગમાં નવીનતમ ટ્રેન્ડ્ઝથી સંબંધિત નવી ટેક્નોલૉજી, પ્રોડક્ટ્સ અને એક્સપર્ટ ટીપ્સનું પ્રદર્શન કરે છે. આ હબમાં JCK રિટેલ ઇનોવેશન” એક્ઝિબિટર્સ છે, જે અગાઉ ધ વેનેટીયનના નીચલા સ્તર પર સ્થિત હતા, જે હવે “શોકેસ સ્ટેજ”ની બાજુમાં સ્થિત છે. આ સેટઅપ મુલાકાતીઓ અને એક્ઝિબિટર્સને વિવિધ ટેક્નોલૉજી અને પ્રોડક્ટ્સ સાથે હેન્ડ-ઓન વાતાવરણમાં જોવા-જાણવા – ક્રિયા-પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે. ઇનોવેશન હબમાં સોશિયલ મીડિયા સ્ટેજનો સમાવેશ થાય છે જ્યાં ઇન્ફ્લ્યુન્સર્સની આગેવાની હેઠળની ચર્ચાઓ અને કન્ટેન્ટ સર્જન અને વ્યૂહરચના પર પેનલ્સ ડિસ્કશન થાય છે.

જેસીકે ટોક્સ તરીકે ઓળખાતી ઇવેન્ટના શૈક્ષણિક ઘટકને એક વધારાના દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે 1 જૂનના રોજ શરૂ થશે. સત્રો માર્કેટિંગ, સેલ્સ, વિવિધતા, ઇક્વિટી, સમાવેશ અને સસ્ટેઈનેબીલીટી સહિતના વિવિધ વિષયોને આવરી લે છે. શિક્ષણનું સંપૂર્ણ સમયપત્રક ટૂંક સમયમાં જાહેર થશે છે.

જેસીકે શો લાસ વેગાસ 2023 દરમિયાન કેટલીક નોંધપાત્ર ઘટનાઓ યોજાવાની છે. તેમાં શનિવાર, 3 જૂને જેસીકે કીનોટ પ્રેઝન્ટેશન, ગુરુવાર, 1 જૂનના રોજ ડાયમન્ડ્સ ડુ ગુડ ઇવેન્ટ, શનિવાર, 3 જૂને પ્લમ્બ ક્લબની 40મી વર્ષગાંઠનો સમાવેશ થાય છે. રવિવાર, 4 જૂનના રોજ લે વિયાન ફેશન શો અને JCK રોક્સની પૂર્વે 4 જૂને બાળકો માટે જ્વેલર્સ “ફેસેટ્સ ઓફ હોપ” ડિનર.

  • JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-2
  • JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-3
  • JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-4
  • JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-5
  • JCK Show Las Vegas 2023-A Glittering Showcase of Innovation and Business Opportunities-6

લક્ઝરી એક્ઝિબિશન, 31 મેના રોજ ખુલ્યું અને પ્રદર્શકોએ સ્થિર વેપાર અને મોટા ઓર્ડરની જાણ કરી. પાર્લે અને હાર્ટ્સ ઓન ફાયર જેવી હાઈ-એન્ડ બ્રાન્ડ્સે હકારાત્મક વેચાણનો અનુભવ કર્યો. લી વિયાનએ તેના 2023 કલેક્શનનું પ્રદર્શન કર્યું, જેમાં જેમાં હાઈ એન્ડ જ્વેલરી પીસીઝ $20,000 અને તેથી વધુની કિંમતે રિટેલ સેલ્સનો સમાવેશ થયો. લે વિયાનના કલર્ડ જેમ સ્ટોનના જ્વેલરીના પ્રદર્શનમાં ખાનગી ગ્રાહકોની અને રિટેલર્સની હાજરી લક્ઝરી જ્વેલરીમાં તેમનો સ્ટ્રોંગ રસ સૂચવે છે.

લાસ વેગાસના અવલોકનો દર્શાવે છે કે તાજેતરના મહિનાઓમાં બજારની કામગીરી અંગે ચિંતા હોવા છતાં ટ્રાફિક નક્કર હતો અને મૂડ સામાન્ય રીતે હકારાત્મક હતો. વ્યવસાયનું સ્તર નક્કી કરવાનું હજુ વહેલું છે, ત્યારે બૂથ વ્યસ્ત હતા, જે વેચાણની આશાસ્પદ સંભાવનાઓ દર્શાવે છે. સુસ્થાપિત લેગસી બ્રાન્ડ્સ સારું પ્રદર્શન કરી રહી છે અને ઓરિજીન અને સસ્ટેઈનેબીલીટીની આસપાસ નોંધપાત્ર ચર્ચાઓ થઇ રહી છે. લેબ-ગ્રોન ડાયમંડ્સ સેચ્યુરેટેડ માર્કેટ અને ઘટતી કિંમતોને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.

નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) ઉદ્યોગમાં આવશ્યક ભૂમિકા ભજવી રહી છે, નેચરલ હીરાની માંગ વધારવા માટે મીડ-સ્ટ્રીમ કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. NDC પાસે JCK લક્ઝરી અને કોચર શોમાં બૂથ છે અને તેણે તેનું પ્રથમ પ્રિન્ટ મેગેઝિન પ્રકાશિત કર્યું છે. તેઓ ઇમર્જિંગ ડિઝાઇનર્સ ઇનિશિયેટિવમાં ભાગ લેનારા ડિઝાઇનર્સનું પણ પ્રદર્શન કરી રહ્યાં છે.

લાસ વેગાસ શોની શરૂઆત ડાયમન્ડ્સ ડુ ગુડ એવોર્ડ ડિનર સાથે થઈ હતી, જેમાં કોમ્યુનિટી પર વ્યાપારી પ્રવૃત્તિઓ દ્વારા સકારાત્મક અસર કરતી વ્યક્તિઓ અને કંપનીઓને નવાજવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ હીરા ઉદ્યોગના મુખ્ય હેતુ પર ભાર મૂકે છે, જે લોકોને જોડવાનો અને સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

જેસીકે લાસ વેગાસ 2023 શો, સામાન્ય રીતે, નક્કર હાજરી, સકારાત્મક સેન્ટિમેન્ટ અને નવીનતા, ઓરિજીન અને સસ્ટેઈનેબીલીટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, સકારાત્મક નોંધ પર શરૂ થયો છે. જ્યારે સેલ્સનું સ્તર હજુ નક્કી કરવાનું બાકી છે, ઘટનાઓ મૂલ્યવાન નેટવર્કિંગ તકો અને ડાઉનબીટ માર્કેટ સેન્ટિમેન્ટમાંથી રાહત પૂરી પાડે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS