DIAMOND CITY NEWS, SURAT
જ્વેલર્સ ઓફ અમેરિકાએ તાજેતરમાં તેના 2024ના જેમ પુરસ્કારો તેમજ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટેના નોમિની જાહેર કર્યા છે. જ્વેલર્સ ઓફ અમેરિકા ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપશે. જેએ દ્વારા જે વ્યક્તિઓ અને બ્રાન્ડ્સનું સન્માન કરવામાં આવે છે તેઓની વૅલ્યુ વધે છે. સુંદર દાગીના અને ઘડિયાળોની દ્રષ્ટતા અને સ્થિતિ વધે છે. જ્વેલરી ડિઝાઈન, મીડિયા એક્સેલન્સ અને રિટેલ એક્સેલન્સ કેટેગરીના વિજેતાઓના નામોની જાહેરાત 8 માર્ચ 2024ના રોજ ન્યુયોર્કમાં એક સમારોહ દરમિયાન કરાશે.
જ્વેલર્સ ઓફ અમેરિકા આ સમારોહમાં જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઈએ)ના સીઈઓ સુસાન જેક્સનને લાઈફટાઈમ એચિવેમેન્ટ પુરસ્કાર આપશે.
સંપૂર્ણ નામાંકન અહીં જોઈ શકાય છે :
નોમિનીની યાદી :
જ્વેલરી ડિઝાઈન :
માર્લા એરોન
મેરી લિક્ટેનબર્ગ
જીન પ્રોનિસ
મીડિયા એક્સેલન્સ :
મિલેના લેઝાઝેરા માર્ટીનસ એલ્કઝેન્ડર (બ્રિટિશ વોગના લક્ઝરી એડિટર તેમજ ન્યુયોર્ક ટાઈમ્સ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, વોગ બિઝનેસ, વેનિટિ ફેર અને ટેટલેરના ફ્રીલાન્સ જર્નાલિસ્ટ)
તાન્યા ડ્યુક્સ (બ્રાઈડ્સ મેગેઝીનના પૂર્વ એસેસરીઝ એડિટર, પૂર્વ સિનિયર જ્વેલરી એડિટર ઈનડીઝાઈન અને ઈન્સ્ટોર મેગેઝીન, તેમજ ઈન્ટરનેશનલ ન્યુયોર્ક ટાઈમ, ઈલે ડેકોર, રોબ રેપોર્ટ અને બિઝનેસ ફેશનના ફ્રિલાન્સર)
એલેકિસ વોલ્ફે (એલે મેગેઝીનના ફેશન અને એસેસરીઝ માર્કેટ ડિરેક્ટર)
રિટેલ એક્સેલેન્સ :
બેન બ્રિજ જ્વેલર્સ (બેન બ્રિજ)
ઈરેને ન્યુવિર્થ (ઈરેને ન્યૂવિર્થ)
ઈલાન્ગ 23 (ઈલાન્ગ 23)
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM