સુરતની હરિકૃષ્ણ ગ્રુપની ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ કિસ્નાએ દિલ્હીમાં તેના પ્રથમ ફ્રેન્ચાઇઝ શોરૂમ શરૂ કર્યો છે. આ શો રૂમની મદદથી કંપની ઉત્તર ભારતમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાના તેના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. કિસ્નાએ અગાઉ સિલિગુડી, હૈદરાબાદ, હિસાર, અયોધ્યા, બરેલી અને રાયપુર જેવા શહેરોમાં છ શોરૂમ શરૂ કર્યા હતા.
દિલ્હી ખાતે દ્વારકામાં નવા શો રૂમમાં વિવિધ વય જૂથને ધ્યાનમાં રાખીને ડિઝાઈનર જ્વેલરી કલેક્શન ઓફર કરવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રાહકોની રૂચિ અનુસાર ડિઝાઈનર જ્વેલરી ઉપરાંત તહેવારોને અનુરૂપ, ડિઝાઈનર ક્લોથ્સ સાથે મેચ થાય તેવી જ્વેલરીની વ્યાપક શ્રેણી અહીં રજૂ કરવામાં આવે છે જે ગ્રાહકોને ખરીદીના અનેક વિકલ્પ આપે છે. આ સ્ટોરનું ઉદ્દઘાટન બોલિવુડની જાણીતી અભિનેત્રી વાણી કપૂરે કર્યું હતું. આ પ્રસંગે હરિકૃષ્ણ એક્સપોર્ટર્સના ફાઉન્ડર અને ચૅરમૅન સવજી ધોળકિયા ઉપરાંત મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ હાજરી આપી હતી.
આ પ્રસંગે સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ કિસ્ના શોરૂમના પ્રારંભ દ્વારા, અમારું લક્ષ્ય એક એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે જે લોકોને ફાયદો પહોંચાડશે. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે એકતા અને સહકાર વ્યક્તિઓ અને સમુદાયોને સશક્ત બનાવી શકે છે, જે સામૂહિક સફળતા તરફ દોરી જાય છે. દિલ્હીમાં કિસ્ના સ્ટોર એ માત્ર અમારા જ્વેલરી ખરીદવાનું સ્થળ નથી પરંતુ તે સહિયારી સમૃદ્ધિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM