તાજેતરમાં પશ્ચિમ બંગાળના કલકત્તામાં જીજેઈપીસીના રિજનલ કાર્યાલય દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) હાવડા, પશ્ચિમ બંગાળની સરકાર અને અંકુરહાટી જેમ્સ એન્ડ જ્વેલરી વેલફેર એસોસિએશનના સહયોગથી નવા નિકાસકારો માટે જ્વેલરી એક્સપોર્ટ વિષય પર એક વર્કશોપનું આયોજન કરાયું હતું. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં યોજાયેલી આ વર્કશોપનો હેતુ અંકુરહાટી જેમ એ્ન્ડ જ્વેલરી પાર્કના ઉત્પાદકોને જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનોના નિકાસ માટેની જરૂરી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટેશન અંગે માર્ગદર્શન આપવાનો હતો.
આ વર્કશોપમાં અંદાજે 35 કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જીજેઈપીસીના પૂર્વ રિજનલ ચેરમેન પંકજ પારેખ આ વર્કશોપને સંબોધતા કહ્યું હતું કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં વૈશ્વિક સ્તરે ખૂબ તકો રહેલી છે. આ અંગે અવારનવાર જીજેઈપીસી દ્વારા નિકાસકારોને માર્ગદર્શન આપવામાં આવતું રહે છે. પારેખે જીજેઈપીસીના સભ્યો માટે આવશ્યક વહીવટી પ્રક્રિયાઓ અને તેના લાભો અંગેની માહિતી આપી હતી. નિકાસ કેવી રીતે કરવું અને તેનાથી મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તેની સમજ આપી હતી.
આ ઈવેન્ટમાં યસ બેન્કના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને જ્વેલરીની નિકાસ માટે ડ્યુટી ફ્રી સોનું કેવી રીતે મેળવવું અને તે માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે તે અંગે માહિતી આપી હતી. વધુમાં સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિએ ઈવેન્ટમાં ભાગ લેનારા નિકાસકારો અને ઉત્પાદકો માટે ઉપલબ્ધ વિવિધ નાણાકીય સહાય, લોનના વિકલ્પોની સમજ આપી હતી.
હાવડા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર અભિજિત ભટ્ટાચારીએ રાજ્ય સરકાર દ્વારા એસબીઆઈના સહયોગથી આપવામાં આવતી નાણાકીય સહાય વિશે માહિતી આપી હતી. પશ્ચિમ બંગાળની સરકારનો એમએસએમઈ યોજના હેઠળ નવા નિકાસકારોને વિકાસની તમામ તકો પુરી પાડવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે છેલ્લે પારેખે નોંધ્યું હતું કે, હાવડા જિલ્લો સરકારની એક જિલ્લો એક ઉત્પાદન યોજના હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ફોકસ એરિયા તરીકે અલગ તારવી તેના વિકાસમાં ધ્યાન આપી રહી છે, તેથી નવા નિકાસકારો આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી પારેખે અપીલ કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM