DIAMOND CITY NEWS, SURAT
નીલમણીની ઝગમગતી દુનિયા, ઘરેણાંની હરાજીની મનમોહક દુનિયા અને લક્ઝરી માર્કેટમાં તેનું મહત્ત્વ, બોનહેમ્સ કેલિફોર્નિયા હરાજી માટે એક મંચ તૈયાર કરી રહ્યું છે. બોનહેમ્સે તાજેતરમાં તેના કેલિફોર્નિયા જ્વેલ્સ સેલમાં ઘણી વસ્તુઓ તેમના ઉચ્ચ અંદાજ કરતાં વધુ કિંમતે વેચી હતી, જેમાં ટોચના જે લોટ હતા તેની ટોચની કિંમતથી ચાર ગણી રકમ મળી હતી.
ઓક્શન હાઉસે તાજેતરમાં જણાવ્યું હતું કે,મહત્વના બેવર્લી હિલ્સ જ્વેલર રુઝર દ્વારા પ્લૅટિનમ, નીલમ અને હીરાની વીંટી સપ્ટેમ્બર 19ના વેચાણમાં 127,500 ડોલર હાંસલ કર્યા હતા. આ વીંટી એક અષ્ટકોણ સ્ટેપ-કટ, 21.15-કેરેટ શ્રીલંકન નીલમ ધરાવે છે જે 3 કેરેટ રાઉન્ડ હીરાથી બનેલી છે. વિલિયમ રુઝર અને તેની પત્નીએ 1947માં રુઝરની સ્થાપના કરી હતી. કંપની, તેના સામગ્રીના નવીન ઉપયોગ માટે અને હોલીવુડ સ્ટાર્સને અનુસરવા માટે જાણીતી છે, તે 1969 સુધી બિઝનેસમાં રહી, જ્યારે માલિકોએ તેમનું રોડીયો ડ્રાઈવ સ્થાન વેન ક્લીફ અને આર્પેલ્સને વેંચી દીધું હતું.
કુલ મળીને, વેચાણે 1.5 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી, જેમાં 308 લોટના 72 ટકા વેચાણ થયા
અહીં બાકીના ટોચના લોટ છે
(1) જે.ઇ. કોલ્ડવેલ કંપની દ્વારા લગભગ 1940માં બનાવવામાં આવેલી એક આર્ટ ડેકો પ્લૅટિનમ, યલો ડાયમંડ અને ડાયમંડ રિંગે 108,450 ડોલરની કમાણી કરી હતી.જે તેના વેચાણ ધારણા કરતા 3 ગણી વધારે હતી. આ રિંગ બ્રિલિયન્ટ કટ, 4.26 કેરેટ, ફૅન્સી ઇન્ટેન્સ યલો,VSI ક્લેરિટી હીરાની આસપાસ ગોળાકાર, બગેટ અને પતલા બગેટથી ઘેરાયેલી છે.
(2) એક પ્લૅટિનમ રિંગ જેમાં 3.34-કેરેટનો F રંગનો ગોળાકાર બ્રિલિયન્ટ ડાયમંડ અને VS2 ક્લેરિટી સાથે ટેપર્ડ બગેટ સાથે 64,000 ડોલર મળ્યા હતા.
(3) જે.ઇ. કેલ્ડવેલ એન્ડ કંપનીની લગભગ 1920ની એક પ્લૅટિનમ રિંગ, જેના સેન્ટરમાં 1.60 કેરેટ અંડાકાર, મિક્સડ કટ રુબી હતો. જેની કિંમત 47,360 ડોલર હતી. જે તેની ધારણા કરતા 7 ગણી વધારે રકમ હતી. રિંગને લગભગ 1.70 કેરેટ વજન વાળા બેગુટ, નાશપતીનો આકાર અને સિંગલ કટ ડાયમંડથી સજાવવામાં આવી હતી.
(4) આશરે 2.80 કેરેટ વજનના બેગુટ રાઉન્ડ અને સિંગલ-કટ હીરા, 2.91 અને 3.02 કેરેટના બે રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ હીરા સાથેની ઇયરિંગ્સ 40,960 ડોલર મળ્યા હતા.
(5) 19મી સદીના બાઉશેરોન સિલ્વર ટોપ-ગોલ્ડ, બ્લુ મીનો અને ડાયમંડ બ્રેસલેટની કિંમત 35,840 ડોલર છે. રોઝ-કટ હીરા સાથે સેટ અને ફ્રેમ કરાયેલ ફ્લોરલ અને ફોલિએટ મોટિફ દર્શાવતો આ પીસને તેના ઉચ્ચ અંદાજ કરતાં લગભગ છ ગણી વધારે વૅલ્યુ હતી.
(6) આશરે 28.20 કેરેટના વજનના હીરા સાથેનો 18-કેરેટનો સોનાનો રિવેરા નેકલેસ સેટ 22,000 ડોલરની ટોચની કિંમત સામે 32,000 ડોલરમાં વેચાયો હતો.
(7) Tiffany & Co., 1920ની આસપાસનું પ્લૅટિનમ બ્રેસલેટ, જેમાં સુગરલોફ સેફાયર કેબોચૉન, બેગુટ સેફાયર અને ઓલ્ડ-માઈન-કટ અને જૂના-યુરોપિયન-કટ હીરાનું વેચાણ તેની અપેક્ષિત શ્રેણી કરતાં વધીને 28,160 ડોલરમાં થયું હતું.
(8) G કલર અને VS1 સ્પષ્ટતા સાથે 1.85 અને 1.81 કેરેટ રાઉન્ડ હીરા દર્શાવતી સોલિટેર સ્ટડ ઇયરિંગ્સ 25,600 ડોલર સુધી પહોંચી, જે તેના 20,000 ડોલરના ઉચ્ચ અંદાજને વટાવી ગઈ હતી.
(9) એક ગોળ, 1.34 કેરેટ, ફેન્સી યલો ડાયમંડ અને એક ગોળ, 1.28 કેરેટ, ફૅન્સી ઇન્ટેન્સ યલો ડાયમંડની સાથે કેન્દ્રિત ક્લસ્ટર ડિઝાઇનમાં જે.ઇ. કેલ્ડવેલ દ્વારા બનાવાવમાં આવેલી ઇયરક્લિપ્સને 25,600 ડોલરની કિંમત મળી હતી, જે તેની ધારણા કરતા વધારે રકમ હતી. દરેક યલો ડાયમંડ ગોળ, બેગુટ અને પતલા બેગુટ ડાયમંડ સાથે ઘેરાયેલો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM