Joey King is cover star of NDCs Only Natural Diamond magazine
ફોટો : જોય કિંગ (સૌજન્ય : નેચરલ ડાયમંડ કાઉન્સિલ - NDC)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકન 24 વર્ષની અભિનેત્રી જોય કિંગ નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) મેગેઝિન ઓનલી નેચરલ ડાયમંડ્સની ન્યૂઝ સ્પ્રિંગ/સમર એડિશનની કવર સ્ટાર છે.

તેણી ધ કિસિંગ બૂથ મૂવી (2018)માં તેણીના સહ-અભિનેતા ટેલર ઝખાર પેરેઝના પગલે ચાલે છે, જેને ફોલ/વિન્ટર એડિશનમાં ડાયમંડ કાઉબોય તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો.

નેચરલ ડાયમંડ કાઉન્સિલના મેગેઝિન ઓન્લી નેચરલ ડાયમંડના અંકમાં અભિનેત્રી જોય કિંગે બલ્ગારી, કાર્ટીયર, ટીફની એન્ડ કંપની ઉપરાંત અન્ય કંપનીઓના ઝવેરાત પહેર્યા, જે વ્યક્તિગત અને ઐતિહાસિક વારસાને તેના વિષય તરીકે લે છે, વાસ્તવિક કુદરતી હીરાના કાલાતીત આકર્ષણ અને ભાવનાત્મક પ્રતિધ્વનિની શોધ કરે છે.

જોય કિંગે કહ્યું કે, જ્વેલરી તમને તમારા જેવો અનુભવ કરાવી શકે છે. તેણીએ કહ્યું કે, દિગ્દર્શક, લેખક અને બોયફ્રેન્ડ સ્ટીવન પીટે ઓવલ કટ ડાયમંડ એંગેજમેન્ટ રીંગ આપી હતી તેને કારણે પર્સનલ કલેક્શન કરવાની પ્રેરણા મળી હતી.

નિકોલ કિડમેન અને ઝેક એફ્રોન સાથે નેટફ્લિક્સના આગામી અ ફેમિલી અફેર ફિલ્મમાં અભિનેત્રી જોય કિંગ મુખ્ય ભૂમિકામાં છે.

લાસ વેગાસમાં JCK ખાતે ઓન્લી નેચરલ ડાયમંડ્સનો ડિજિટલ ઈશ્યૂ લૉન્ચ થશે અને મેગેઝિન ન્યૂઝ સ્ટેન્ડ્સ અને પસંદગીના રિટેલર્સ પાસેથી ઉપલબ્ધ થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS