TAGS અને સોડિયમનું 22.3 મિલિયન ડોલરનું સંયુક્ત ટેન્ડર

આ વેચાણમાં તેઓ પાંચ અલગ અલગ ડિપોઝીટમાંથી 1329.89 કેરેટ ઓફર કરવામાં આવ્યા હતા. : નેશનલ ડાયમંડ ટ્રેડિંગ કંપની સોડિયમ

Joint tender of TAGS and Sodiam worth $22.3 million
ફોટો : 180.98-કેરેટ રફ. (લુકાપા ડાયમંડ કંપની)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (ટીએજીએસ-TAGS) અને અંગોલાના સોડિયમએ આફ્રિકી દેશની ખાણોમાંથી સ્પેશ્યિલ કાચા હીરા માટે પોતાનું પહેલું 22.3 મિલિયન ડોલરનું સંયુક્ત ટેન્ડર લાવ્યા છે.

નેશનલ ડાયમંડ ટ્રેડિંગ કંપની સોડિયમે જણાવ્યું હતું કે આ વેચાણમાં તેઓ પાંચ અલગ અલગ ડિપોઝીટમાંથી 1329.89 કેરેટ ઓફર કરવામાં આવ્યા હતા. બજારની મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં અમે હજુ પણ આ ટેન્ડર દ્વારા ઉત્પાદકોની અપેક્ષાઓ કરતા વધુ આવક મેળવી શકીએ છીએ.

જે અમને દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચોક્કસ કેટેગરીના પત્થરોની હજુ પણ ડિમાન્ડ છે. સોડિયમના ચેરમેન યુજેનિયોએ જણાવ્યું હતું કે બજારમાં વિશેષ ડાયમંડના વેચાણ માટે ઘણી તકો રહેલી છે. તેઓએ ટેન્ડરમાં 180.98 કેરેટના ઉચ્ચ ગુણવત્તાવાળા રફ અનુક્રમે 66.79, 31.45 અને 10.19 કેરેટના ત્રણ દુર્લભ પિન્ક હીરા હતા.

આ રફ ટેન્ડરમાં સામેલ હતી

  • સોમિલુઆનાનો એક ગુલાબી હીરો જે 1.5 મિલિયન ડોલરમાં વેચાયો.
  • લુલોના સાત રફની કુલ કિંમત 15.7 મિલિયન ડોલર મળી હતી.
  • કાઈક્સેપાની ખાણમાંથી મળેલા 18 ડાયમંડ જેની કિંમત 2 મિલિયન ડોલર હતી.
  • કૈટોકાના સાત કાચા ટુકડા જેની કિંમત 2.1 મિલિયન ડોલર હતી.
  • લુએલેના ત્રણ ડાયમંડ જે લગભગ 966,900 ડોલરમાં વેચાયો.

લુકાપા ડાયમંડ કંપનીના સીઈઓ અને એમડી નિક સેલ્બીએ કહ્યું કે, મુખ્ય પ્રવાહના દાગીના બજાર માટે નાના માલ સામાનમાં વર્તમાન નબળાઈ મોટા, ઊંચી ગુણવત્તાવાળા રફમાં પરિવર્તીત થઈ હોય તેવું લાગતું નથી. જ્યાં ડિમાન્ડ અને કિંમતો મજબૂત રહે છે, જે લુલો ખાણની માલિકી ધરાવે છે.

ટીએજીએસ એ જણાવ્યું હતું કે લગભગ 36 કંપનીઓએ માલ જોયો હતો અને 10 બિડર્સ વિજેતા રહ્યાં હતાં.

અમે માનીએ છીએ કે સોડિયમ સાથેના અમારા સંબંધોની આ ખૂબ જ મજબૂત શરૂઆત છે.

ટેન્ડર હાઉસે કહ્યું કે, ટીએજીએસ આગામી ઈવેન્ટની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં સક્ષમ થવાની આશા રાખે છે અને આગળ જતા વધારાની ખાણોમાંથી માલસામાનની સુવિધા આપે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS