બસ 6 મહિના રાહ જુઓ બજાર સુધરશે, GJEPC રિલીફ ટ્રસ્ટના ચૅરમૅનની બોટાદના રત્નકલાકારોને સલાહ

હીરા કાપનારા અથવા પોલિશ કરનારાઓની સ્થિતિ સમજવા માટે, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના અધ્યક્ષે બોટાદ શહેરમાં વિવિધ ફેક્ટરીઓ તેમજ ગામડાઓની મુલાકાત લીધી

Just Wait 6 Months Market Will Improve GJEPC Advises Botad diamond workers
હીરા કાપનારા અથવા પોલિશ કરનારાઓની સ્થિતિ સમજવા માટે, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના અધ્યક્ષે બોટાદ શહેરમાં વિવિધ ફેક્ટરીઓ તેમજ ગામડાઓની મુલાકાત લીધી
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે નોકરીઓ અને ધંધાઓ પર અસર પડી રહી છે, જેને પગલે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન (GJNRF)ની ટીમે તાજેતરમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી.

ફાઉન્ડેશનના ચૅરમૅન અને રાંચી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પ્રવીણ શંકર પંડ્યાની આગેવાની હેઠળની છ સભ્યોની મુલાકાતી ટીમ વેપારીઓ અને રત્ન કલાકારો સહિત વિવિધ હિતધારકોને મળી હતી. બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગના લોકોની મોટી હાજરી છે.

બોટાદ શહેરના રત્નદીપ ખાતે હીરા-વેપારી બજાર વિસ્તારમાં હીરાના ઉત્પાદકો, વેપારીઓ અને રત્નકલાકારોની બેઠકને સંબોધતા પંડ્યાએ ઉપસ્થિતોને આશા ન ગુમાવવાની અપીલ કરી હતી, તેમને ખાતરી આપી હતી કે માર્ચ 2025માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના સમાપન પછી પરિસ્થિતિમાં સુધારો થશે.

હીરા કાપનારા અથવા પોલિશ કરનારાઓની સ્થિતિ સમજવા માટે, પંડ્યા અને તેમની ટીમે બોટાદ શહેરમાં વિવિધ ફેક્ટરીઓ તેમજ ગામડાઓની મુલાકાત લીધી હતી. આખા જિલ્લામાં 1,300થી વધુ નાના અને મધ્યમ હીરાના કારખાનાઓ છે. જ્યારે એક નાની ફેક્ટરીમાં ઓછામાં ઓછા 25 ડાયમંડ કટર હોય છે, જ્યારે મોટા ફેક્ટરીઓમાં તેમાંથી 700 હોય છે. હીરા કટિંગ અને પોલિશિંગ સાથે સંકળાયેલા 80,000થી વધુ લોકો છે. આ ઉપરાંત 1,500થી વધુ હીરાના વેપારીઓ છે.

બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકર ધોલુએ જણાવ્યું હતું કે, બોટાદમાં વેપાર અને ઉત્પાદિત હીરા સીધા મુંબઈના મોટા વેપારીઓને સપ્લાય કરવામાં આવે છે અને બાદમાં વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું, ઘણી એવી ફેક્ટરીઓ છે, જે મંદીમાંથી ટકી શકી નથી અને બંધ થઈ ગઈ છે. કેટલાક કામદારો ખેતીમાં પાછા ફરવા સાથે વર્ક ફોર્સ અન્ય વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ ગયું છે.

પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વિવિધ ફેક્ટરીઓની મુલાકાત લીધા પછી અને મોટી સંખ્યામાં રત્નકલાકારો સાથે વાતચીત કર્યા પછી, અમને જાણવા મળ્યું કે તેઓ દિવાળીના સમયગાળા દરમિયાન સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કામ કરતા હતા, આ વખતે તેઓ બે શિફ્ટમાં ઓછા કલાક કામ કરી રહ્યા છે. સવારે 8 થી 11 અને  બપોરે 2 થી 5.30 વાગ્યા સુધી. તેમનું કામ 50 થી 70 ટકા સુધી ઘટી ગયું છે.

પંડ્યાએ કહ્યુ કે, અમે મુંબઈ પાછા જઈશું, ટ્રસ્ટીઓ સાથે વાત કરીશું અને જોઈશું કે બોટાદના રત્ન કલાકારો માટે શું કરી શકાય તેમ છે. મુખ્ય સમસ્યા એ છે કે રત્ન કલાકારને ઓછું કામ મળે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગના અભાવે કારખાનાના માલિકોની સ્થિતિ પણ નાજુક છે.

પંડ્યાએ ધ્યાન દોર્યું કે, હીરા ઉદ્યોગને અન્ય ક્ષેત્રોમાં જે પ્રકારની સબસિડી આપવામાં આવે છે તે આપવામાં આવતી નથી. અમે મંત્રાલયને રજૂઆત કરીશું, ઉદ્યોગની સ્થિતિને આગળ ધપાવીશું અને મદદ માંગીશું,

ફાફન્ડેશનનના ચૅરમૅને કહ્યું કે, હાલમાં, બંને યુદ્ધો (ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અને રશિયા-યુક્રેન) તેમની ટોચ પર છે. અમેરિકામાં પણ ચૂંટણી છે. અમારું માનવું છે કે પરિસ્થિતિ માર્ચ 2025 સુધી ચાલશે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માંગ વધી શકે છે અને ઉદ્યોગ વેગ પકડવાનું શરૂ કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS