DIAMOND CITY NEWS, SURAT
એક સદીથી વધુનો વારસો ધરાવતો અબ્દુલ્લા પરિવાર યુએઈમાં ખૂબ પ્રખ્યાત છે. આ પરિવાર જીસીસી વિસ્તારમાં પરપંરાગત અને સમકાલીન એટલે કે વર્તમાન યુગની એમ બંને પ્રકારની જ્વેલરીના ઉત્પાદન માટે જાણીતી છે.
ચાર પેઢીથી આ પરિવાર જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. અબ્દુલ્લા પરિવારે 1907માં પોતાની જ્વેલરી એન્ટરપ્રાઈઝ કંપનીની શરૂઆત કરી હતી. 1955માં મર્હૂમ મોહમ્મદ તાહેર અબ્દુલ્લા અલમોહતાદીએ ગોલ્ડ સોક નામની દુબઈની પહેલી સોનાની દુકાન શરૂ કરી હતી.
70ના દાયકાના મધ્ય સુધીમાં ધંધાનું સંચાલન તેમના પુત્રો તૌફીક, તૌહીદ અને તમ્જીદ અબ્દુલ્લાએ સંભાળી લીધી હતી.
આજે જ્વાહરા જ્વેલરી બ્રાન્ડ હેઠળ ફેમિલી એન્ટરપ્રાઈઝ સંપૂર્ણ સંકલિત એન્ટીટી તરીકે કામ કરે છે. હોલસેલ વેપારી, ઇમ્પોર્ટર અને જ્વેલરીના મેન્યુફેક્ચરર તરીકે તેઓ કામ કરે છે.
આ કંપની ઈટાલી, તુર્કીયે, હોંગકોંગ, ચીન, થાઈલેન્ડ, ભારત, બહેરીન અને લેબનોન સ્થિત પ્રિમિયર મર્જર પાસેથી જવાબદારીપૂર્વક તૈયાર કરેલી ડિઝાઈનર જ્વેલરી મેળવે છે. તેથી જ આ કંપની મિડલ ઈસ્ટની સૌથી ઝડપતી વિકસતી જ્વેલરી બ્રાન્ડ બની છે. જ્વાહરા આજના યુવાનોને આકર્ષતી સમકાલીન ટ્રેન્ડી જ્વેલરીમાં પણ એક્સપર્ટ છે.
એક સ્પેશિયલ મુલાકાતમાં યુએઈની જ્વાહરા જ્વેલરીના ગ્રુપ ડેપ્યુટી સીઈઓ તમ્જીદ અબ્દુલ્લાએ ચાલુ વર્ષ 2024 માટેની કંપનીના સ્ટ્રેટજીક પ્લાનની જાહેરાત કરી હતી. જીસીસી પ્રદેશમાં બજારની માંગ અને ડિઝાઈનના ટ્રેન્ડ અંગે પણ વિસ્તારથી ચર્ચા કરી હતી.
સવાલ : હાલમાં જ્વેલરી માર્કેટમાં ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? GCCમાં કઈ પ્રોડક્ટ કેટેગરી એકંદરે સારું પ્રદર્શન કરી રહી છે?
જવાબ : અમીરાતી કંપની તરીકે અમે અમારા પરંપરાગત 21-કેરેટ સોનાના દાગીના માટે જાણીતા છીએ. અમે આધુનિક-શૈલીની જ્વેલરીમાં જૂના પરંપરાગત પીસ ઉમેર્યા છે, જેમાં સોનામાં ક્લાસિક પરંપરાગત કલેક્શન ઓફર કરવામાં આવ્યા છે. તે પૈકી કેટલાક કુદરતી હીરા અને રત્નોથી જડેલા છે. વધુમાં અમે તાજેતરની વિશ્વવ્યાપી જ્વેલરી ટ્રેન્ડને પણ અમારા ઝવેરાતમાં સામેલ કરી રહ્યાં છે.
સવાલ : જ્વાહરા પાસે હાલમાં કેટલા સ્ટોર્સ છે અને નવા સ્ટોર્સ અને નવા બજારોના સંદર્ભમાં વર્ષ 2024 માટે વૃદ્ધિની શું યોજનાઓ છે?
જવાબ : જ્વાહરા હાલમાં સમગ્ર જીસીસીમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ 300 સ્ટોર્સ ધરાવે છે. જવાહરા પાસે 23 સ્ટોર્સ છે જે ફક્ત એશિયન સેગમેન્ટને જ્વેલરી પૂરી પાડે છે. આગામી વર્ષ માટેની અમારી યોજનામાં UAE અને જીસીસી પ્રદેશમાં વધુ એક્સપાન્શન કરવાની છે. તેમજ અમારા હાલના સ્ટોર્સમાં કોસ્ટ મેનેજમેન્ટના પગલાંનો અમલ કરવાનો સમાવેશ થાય છે.
સવાલ : પ્લેન ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી, જેમસ્ટોન જ્વેલરી, પ્લૅટિનમ જ્વેલરી, ચાંદી વગેરે જેવા વિવિધ જ્વેલરી ઉત્પાદનોની માંગ કેટલી છે?
જવાબ : જીસીસીમાં યુવાનોમાં ગોલ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ આધુનિક ઉન્નતિકરણો સાથે ક્લાસિક પરંપરાગત વસ્તુઓ તરફ વળી રહ્યો છે. ખાસ કરીને દેખાવ અને વજનની દ્રષ્ટિએ. જેમાં કુદરતી હીરા અને રત્નોનો સમાવેશ થાય છે. કલર ઇન્ફ્યુઝ્ડ ડિઝાઈન સાથે કુદરતી હીરાથી શણગારેલી જ્વેલરીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં પ્લૅટિનમ જ્વેલરી ક્લાસિક હોય કે કુદરતી હીરાથી શણગારેલી હોય તેની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે વધી રહી છે. અમે સામાન્ય રીતે પ્લૅટિનમ જ્વેલરી માટે શાનદાર રિકવરી જોઈ રહ્યાં છે.
સવાલ : જ્વાહરા જ્વેલરી કયા સેગમેન્ટ્સ ઓફર કરે છે?
જવાબ : અમે સૌભાગ્યશાળી છે કે અમે અમારા જન્મસ્થળ સંયુક્ત આરબ અમીરાત અને 200થી વધુ વિવિધ રાષ્ટ્રો સાથે સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણ ધરાવીએ છીએ. અમે સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતા દેશમાં સ્થિત છીએ. અમારા પરિવારની મુખ્ય ફિલસૂફી તરીકે અમે આ વિવિધ વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા તેમની વિવિધ રુચિઓ, બજેટ અને વય જૂથોને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ જ કારણ છે કે અમારા ગ્રાહકો ઘણીવાર તેમની તમામ જ્વેલરી જરૂરિયાતો માટે વન-સ્ટોપ શોપ ડેસ્ટિનેશન તરીકે અમને ઓળખે છે.
સવાલ : : ખર્ચની આદતો, ખરીદી માટેના પ્રસંગો અને પસંદગીના ભાવ બિંદુઓના સંદર્ભમાં જ્વેલરી ખરીદનારાઓની પસંદગીઓ અને વર્તન શું છે?
જવાબ : એવી જગ્યાએ કામ કરવું સારી બાબત છે જ્યાં તમામ પ્રસંગોએ મિત્રો અને પ્રિયજનોને ભેટ આપવા માટે સોનાના આભૂષણો અને કુદરતી હીરા જડિત જ્વેલરી પહેલી પસંદગી હોય.
સવાલ : તમે પાછલા વર્ષની સરખામણીમાં એકંદરે વેચાણને કેવી રીતે જુઓ છો?
જવાબ : અમે 2022 થી 2023 દરમિયાન અમારા પર્ફોમન્સમાં સારી વૃદ્ધિ જોઈ છે, જ્વાહરાએ બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરી છે.
સવાલ : વેચાણમાં વૃદ્ધિને વેગ આપનાર માર્કેટિંગ/પ્રમોશન શું છે?
જવાબ : અમારી ઑફર્સ અને સિઝનલ કેમ્પેઈન અમારા ગ્રાહકો સાથે સતત જોડાણની ખાતરી આપે છે. અમે અમારા બ્રાન્ડના વેચાણ રેકોર્ડના આધારે અમારા ઉદ્દેશ્યો અને માર્કેટિંગ સ્ટ્રેટજી નક્કી કરીએ છીએ. અમે ક્લાસિકલ માર્કેટિંગ ફનલ અને અમારા સક્રિય ડિજિટલ પ્લેટફોર્મ ખાસ કરીને અમારી સોશિયલ મીડિયા ચેનલો અને વધુ સ્ટોર ટ્રાફિક ચલાવવા, જાગૃતિ ફેલાવવા અને અમારા ગ્રાહકો સાથે સક્રિયપણે જોડાવા માટે બ્લોગર્સના સહયોગ પર આધાર રાખીએ છીએ. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્વાહરાના વિવિધ પ્રચારો ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ. અમારા જ્વેલરી કલેક્શનને ઉજાગર કરતા અને જાગૃતિ ફેલાવતા કલેક્શન ઓફર કરીએ છીએ.
સવાલ : અગ્રણી રિટેલર્સમાંના એક તરીકે તમે આવનારા વર્ષમાં કયા પડકારો જોઈ રહ્યા છો અને તેનો સામનો કરવાની તમારી યોજનાઓ શું છે?
જવાબ : દરેક વ્યવસાયમાં પડકારો અસ્તિત્વમાં છે, તેમ છતાં અમે માનીએ છીએ કે અમારો પ્રાથમિક પડકાર આપણી અંદર રહેલો છે. સતત લડત આપવી, નવીન ડિઝાઈન અને જ્વેલરી લાઇન્સ બનાવવી, અમારા પોતાના અગાઉના રેકોર્ડ્સ સામે સ્પર્ધા કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM