પેરિસની Kering જ્વેલરી બ્રાન્ડ્સ લક્ઝરી સમૂહના તાજેતરના પ્રથમ 6 મહિનાના પરિણામોમાં ટોચના પરફોર્મર રહ્યા

Boucheron, Pomellato and Qeelin જ્વેલરી હાઉસે પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા વચ્ચે વેચાણમાં નોંધપાત્ર સુધારા સાથે મજબૂત વૃદ્ધિ કરી હતી.

Kering Jewellery Brands of Paris was the top performer in the luxury conglomerate's first 6-month results
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ હોલ્ડિંગ કંપનીઓમાંની એક Kering એ એશિયા પેસિફિકમાં રિકવરીની આગેવાની હેઠળ, 2023ના પ્રથમ છ મહિનામાં તેના જ્વલેરીના વેચાણ માટે “Excellent Momentum” નો અહેવાલ આપ્યો હતો.

Kering એ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ હોલ્ડિંગ કંપનીઓમાંની એક છે જેનું હેડકવાર્ટર પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે તે વૈશ્વિક સ્તરે 30,000થી વધુ લોકોને રોજગારી આપે છે. લક્ઝરી જાયન્ટ LVMH પછી Kering આવકની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની છે.

Keringએ ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે જૂથના Boucheron, Pomellato and Qeelin જ્વેલરી હાઉસે પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા વચ્ચે વેચાણમાં નોંધપાત્ર સુધારા સાથે મજબૂત વૃદ્ધિ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ત્રણેયે ડબલ ડિજીટમાં વૃદ્ધિ હાંસલ કરી છે.

અન્ય હાઉસીસ સેગમેન્ટની આવકના ઘટાડા વચ્ચે આ કેટેગરીમાં વૃદ્ધિ જોવા મળી છે. જેમાં જ્વેલરી, ઘડિયાળો તેમજ અન્ય ફેશન પ્રોડક્ટ્ નો સમાવેશ થાય છે.

પ્રથમ છ મહિના દરમિયાન ડિવિઝનનું વેચાણ 5 ટકા ઘટીને 1.86 બિલિયન યુરો (2.05 બિલિયન ડોલર) થયું હતું. સમાન-સ્ટોરનું વેચાણ, ઓછામાં ઓછા એક વર્ષથી ખુલ્લી શાખાઓ પર  પણ 5 ટકા ઘટ્યું. નફો 34 ટકા ઘટીને 224 મિલિયન યુરો (247 મિલિયન ડોલર) થયો.

Kering જૂથની આવક, જે ફેશન બ્રાન્ડ્સ ગુચી અને યવેસ સેન્ટ લોરેન્ટની માલિકી ધરાવે છે, તે 2 ટકા વધીને 10.14 બિલિયન યુરો (11.17 બિલિયન ડોલર), જ્યારે નફો 3 ટકા ઘટીને 2.74 બિલિયન યુરો (3.02 બિલિયન ડોલર) થયો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS