સુરતમાં સફળતાપૂર્વક જીજેઈપીસીનો લેબગ્રોન બાયર્સ-સેલર્સ મીટ શો યોજાયો

અમે સુરતના ઉત્પાદકોની સ્કીલથી પ્રભાવિત થયા છે. ચોક્કસપણે લેબગ્રોન ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રીમ સ્થાન હાંસલ કરશે : જુડી ફિશર, વિદેશી બાયર

Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-1
ફોટો : GJEPC દ્વારા 16-17 એપ્રિલના રોજ સુરતમાં આયોજિત તાજેતરમાં લેબગ્રોન ડાયમંડ (LGD) ખરીદનાર-વિક્રેતા મીટ (BSM)માં વિશ્વભરના ઉદ્યોગના હિતધારકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. અહીં અગ્રણી ખરીદદારો અને પ્રદર્શકો દ્વારા શેર કરાયેલ આંતરદૃષ્ટિનો એક ભાગ છે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ માટે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે લેબગ્રોન ડાયમંડનું હબ બનવામાં અગ્રસેર થઈ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સુરત શહેર કાઠું કાઢી રહ્યું છે, પરંતુ સુરત માત્ર ઉત્પાદન પૂરતું સીમિત ન રહે અને લેબગ્રોન ડાયમંડ ગ્રોઈંગ અને જ્વેલરીના હબ બનવા સાથે વિશ્વમાં નંબર 1 બને તે દિશામાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે (GJEPC) પ્રયાસ હાથ ધર્યા છે, જેના ભાગરૂપે સુરતમાં ત્રિદિવસીય લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટની ત્રીજી આવૃત્તિનું શહેરના આંગણે આયોજન કરાયું છે.

આ બાયર્સ સેલર્સ મીટમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, લેબનોન સહિત વિશ્વના 16 દેશમાં 43 જેટલાં વિદેશી ખરીદદારો સુરતના આંગણે પધાર્યા છે. અહીં સ્થાનિક લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો સાથે ખરીદદારોની વન-ટુ-વન મિટિંગનું આયોજન કરાયું હતું, જેથી વેચનાર અને ખરીદદાર બંનેની અનુકૂળતાથી સોદા કરી શકે.

તે ઉપરાંત વિદેશી બાયર્સને ફૅક્ટરી વિઝિટ પર પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉત્પાદન ક્ષમતા અને ડિઝાઈનીંગ સ્કીલનું પ્રદર્શન કરાયું હતું. વિદેશી બાયર્સ લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ભારતની ઉત્પાદન ક્ષમતા, જ્વેલરી સ્કીલથી પ્રભાવિત થયા હતા. તે ઉપરાંત વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની ઇમારત જોઈ અચંબિત થયા હતા.

  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-2
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-3
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-4

અમેરિકાથી આવેલા વિદેશી બાયર જુડી ફિશરે કહ્યું કે, સુરતના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા અભૂતપૂર્વ છે. લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ભારત કાઠું કાઢી રહ્યું છે. અમે સુરતના ઉત્પાદકોની સ્કીલથી પ્રભાવિત થયા છે. ચોક્કસપણે લેબગ્રોન ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રિમ સ્થાન હાંસલ કરશે. અમેરિકામાં 65 રિટેલ જ્વેલરી સ્ટોર્સ ધરાવતા જુડી ફિશરે વધુમાં કહ્યું કે, જીજેઈપીસીના બાયર્સ સેલર્સ મીટમાં પહેલીવાર આવવાનું થયું છે. શોનો અમે આનંદ ઉઠાવ્યો. અહીં સપ્લાયર્સ, ડિઝાઈનર્સ વિશ્વના 16 દેશમાંથી પધાર્યા છે. સુરતના લેબગ્રોન ઉત્પાદકોને મળવાનું થયું છે. એકબીજાને મળી વેપારને કેવી રીતે વધારી શકાય તેની સમજ કેળવી શકયા છે, તે માટે જીજેઈપીસીનો આભાર.

અમેરિકાના હોલસેલ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર કેરિયાએ કહ્યું કે, પહેલીવાર ભારતમાં આવી આનંદની લાગણી અનુભવું છું. અહીંની સંસ્કૃતિ ખૂબ જ સરસ છે. તેના માટે અમને આદર છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી ખૂબ સરસ છે. લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન ખૂબ જ વધુ કૅપેસિટી ધરાવે છે, જે દર્શાવે છે કે ભવિષ્યમાં સુરત વિશ્વનું સૌથી મોટું લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક બની શકે છે.

  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-8
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-5
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-6
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-7
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-9

અન્ય એક વિદેશી જ્વેલરી કંપનીની ફાઉન્ડરે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ નવું બજાર ખુલ્લું કર્યું છે. ખાસ કરીને જે લોકો હીરા ખરીદી શકતા નહોતા તેવા લોકો માટે ડાયમંડ એક્સેસબલ બન્યા છે. લેબગ્રોન ડાયમંડ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતું નથી. જીજેઈપીસીનો લેબગ્રોન ઈન્ડસ્ટ્રીને વેગ આપવાના પ્રયાસો સરાહનીય છે. સુરત આવીને અમને ખૂબ જ જાણવા મળ્યું છે.

ગ્રીનલેબ કંપનીના સંકેત પટેલે કહ્યું કે, વિદેશી ખરીદદારો સુરતમાં આવી ફેક્ટરીની મુલાકાત લે તેનાથી ઉત્પાદકો અને ખરીદદારો વચ્ચે પારદર્શિતા વધી છે. અમને ખરીદદારોની માંગ સમજવાની તક મળી છે. ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરીનું સુરતમાં જ ઉત્પાદન થશે. એટલે સુરત ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે માઈનથી માર્કેટ સુધી રાજ કરશે તે નક્કી છે.

જીજેઈપીસીના રિજનલ ચૅરમૅન વિજય માંગુકીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં 400 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. તેથી વિદેશમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ક્ષેત્રે કામ કરતા વેપારીઓ સુરતના ઉત્પાદકોને રૂબરૂ મળી શકે.

સુરતના ઉત્પાદકોને ખરીદદાર અને વિદેશી ખરીદદારને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી લેબગ્રોન મળી રહે તે હેતુથી બે વર્ષથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત એ સમગ્ર વિશ્વ માટે લેબ ગ્રૌન ડાયમંડનો લીડર બને એ હેતુ થી 13 મહિનાની અંદર 3 ઇન્ટરનેશનલ બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું. મારુ વિઝન હતું કે એક્સપોર્ટમાં વધુ ને વધુ એક્સ્પોઝર મળે અને આ બાયર સેલર મિટ્સ અને એક્સપોર્ટ કોર્સ દ્વારા મોટે ભાગે એ ધ્યેય પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં એનું રિજલ્ટ જોવા મળસે એવું મારુ માનવું છે. આ વખતે પ્રાથમિક તબક્કે 23 ખરીદદારોને બોલાવવાની ગણતરી હતી, પરંતુ સારો પ્રતિસાદ મળ્યો. 16 દેશમાંથી 43 ખરીદદારો પધાર્યા છે. ચોક્કસપણે સ્થાનિક ઉત્પાદકોને સારો વેપાર મળશે તેવી આશા છે.

  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-10
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-11
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-12
  • Lab Grown Buyers-Sellers Meet Show of GJEPC successfully held in Surat-13

જીજેઈપીસીની લેબગ્રોન ડાયમંડ કમિટીના કન્વીનર સ્મિત પટેલે કહ્યું કે, સુરત એ લેબગ્રોન ડાયમંડ ના ગ્રોઇંગનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, એટલું જ નહીં ત્યારે અહીં ગ્રો થનાર લેબગ્રોન ડાયમંડ્સનું કટિંગ અને પોલિશીંગ પણ સુરતમાં જ થશે અને આ જ સપ્લાય ચેન ને આગળ વધારતા, લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી પણ સુરતમાં જ મેન્યુફેક્ચર થનાર છે. એટલે કે સુરત આ સંપૂર્ણ સપ્લાય ચેન ને ડોમિનેટ અને લીડ કરશે, તે સમયે આવી બાયર સેલર મીટ સુરતમાં થશે તો સુરત મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનની સાથે સાથે દુનિયાનો સોર્સિંગ અને ટ્રેડિંગ ડેસ્ટિનેશન પણ બનશે અને જેને કારણે સુરત થી સીધો એક્સપોર્ટ વધશે એવી મને આશા છે.

જીજેઈપીસીના પૂર્વ રિજનલ ચૅરમૅન દિનેશ નાવડિયાએ કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સ જે હેતુથી બનાવ્યું છે તે દિશામાં સફળતા મળે તે હેતુને પાર પાડવા માટે જીજેઈપીસીના પ્રયાસો સરાહનીય છે. લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટનું બુર્સમાં આયોજન કરવાથી ચોક્કસપણે બુર્સને પણ ફાયદો થશે.

લેબગ્રોન ડાયમંડ માર્કેટ કેટલું મોટું છે?

આંકડાકીય દ્રષ્ટિએ સમજીએ તો 2019-20માં ભારતથી લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ 430 મિલિયન યુએસ ડોલર હતી, જે 2021-22માં વધીને 1395 મિલિયન યુએસ ડોલર થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2022-23માં તે 1680 મિલિયન યુએસ ડોલર અને વર્ષ 2023-34માં 1402 મિલિયન યુએસ ડોલર પર પહોંચી છે. લેબગ્રોન ડાયમંડની નિકાસમાં પાછલા ચાર વર્ષમાં 400 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.

ભારતમાંથી સૌથી વધુ નિકાસ અમેરિકા, હોંગકોંગ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થાય છે. ભારતથી લેબગ્રોન ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં અમેરિકા 855 મિલિયન યુએસ ડોલર સાથે પ્રથમ ક્રમે આવે છે, ત્યાર બાદ હોંગકોંગ 195 મિલિયન ડોલર સાથે બીજા અને યુએઈ 190 મિલિયન યુએસ ડોલર સાથે ત્રીજા ક્રમે આવે છે. એક સરવે અનુસાર લેબગ્રોન ડાયમંડનું વૈશ્વિક માર્કેટ 2020માં 20 બિલિયન યુએસ ડોલરનું હતું, જે 9.4 ટકા CAGR દરથી વધીને વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન યુએસ ડોલર થવાની શક્યતા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS