યુએસ બેઝ્ડ સિન્થેટીક ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની એડમાસ વન એ ભારતીય કટિંગ એન્ડ પોલિશિંગ કંપની ફ્લોલેસ એલ્યુર ગ્રીન ડાયમંડ ખરીદવાના ઉદ્દેશથી એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
એડમાસ જેમ ક્વોલિટીના ઈન્ડસ્ટ્રીયલ લેબ ગ્રોન ડાયમંડને કેમિકલ વેપર ડિપોઝીશન (CVD) સિસ્ટમથી લેબોરેટરીમાં બનાવે છે. તે તમામ પેટેન્ટ, ટ્રેડમાર્ક, માહિતી, વેપાર રહસ્યો અને અન્ય સામગ્રી તેમજ ઈન્ટેલ્ક્ચુઅલ પ્રોપર્ટી સાથે 100 ટકા ફલોલેસ એટલે કે દોષમુક્ત થઈ તેનું અધિગ્રહણ કરશે. આ ખરીદી એડમાસને તેના ડાયમંડના ઉત્પાદનના તમામ પાસાઓ તેમજ કટિંગ એન્ડ પોલિશિંગની ક્ષમતાઓ પર વધુ નિયંત્રણ મેળવવામાં સક્ષમ બનાવશે.
એડમાસના સીઈઓ જય ગાર્ડીનીયાએ જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં અમારી ટોચની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જે લેબગ્રોન ડાયમંડનું માર્કેટિંગ કરવાની અમારી ક્ષમતાઓને આધારે વધશે. અમારું ધ્યેય અમારી ઈકો સિસ્ટમને પૂર્ણ કરવાનું અને શક્ય તેટલું આત્મનિર્ભર બનવાનું છે. ઉદ્યોગમાં ટોચના ડાયમંડ કટ એન્ડ પોલિશના ઉત્પાદકો પૈકીના એક ફ્લોલેસનું અમારી સાથે જોડાણ અમારા એન્ડ ટુ એન્ડ ઉત્પાદનને નિયંત્રિત કરવાની અમારી ક્ષમતાને પૂર્ણ કરે છે, તેથી ઉત્પાદનની ઝડપ વધશે તેમજ માર્કેટિંગ પણ વધુ ધારદાર બનશે.
એડમાસે તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની નેક્સ્ટજેનએઆઈ સોલ્યુશનમાં લઘુમતી હિસ્સો ખરીદયો છે. તે ગયા વર્ષે પ્રારંભિક આઈપીઓ માટે ફાઈલ કરવા કંપનીના પગલાને અનુસરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM