લેબોગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે ભારત સરકાર યોજનાઓ બનાવવાની વિચારણા થઈ રહી છે. કેન્દ્રીય ઇન્ડસ્ટ્રી અને કૉમેર્સ મંત્રી પીયુષ ગોયલના નેજા હેઠળ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ, જેમ & જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન, ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ ખાતાના અધિકારીઓ વિગેરેની એક સામુહિક બેઠક બોલાવવામાં આવી હતી.તેમાં સરકાર વિવિધ યોજનાઓથી વિચારી રહી છે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું.
આ યોજનાઓમાં એક મેગાપાર્ક અને કોમન ફેસીલીટી સેન્ટર, ઇલેક્ટ્રિસિટી ઉપર રાજ્ય સરકાર દ્વારા ડ્યુટીમાં રાહત મળે, સોલાર માટે ખાસ પોલીસી જાહેર કરવા માટે, અને બેંક દ્વારા જે ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવી છે તો ઇન્ડસ્ટ્રી ને થોડો ફાયદો થઇ અને ટેક્નોલોજી પર રિસેર્ચ થાય, CVD / HPHT ના કોડ અલગ પાડવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી લાગુ કરવાની વાત થઇ હતી જેનો લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય SMEને ધ્યાનમાં લીધા વિના નહિ કરવામાં આવે અને નાના યુનિટો સાથે પણ મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી મંત્રીએ અધિકારીને સૂચન પણ કરેલ હતું.
સુરતના લેબોગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હીરા ઉદ્યોગ અને લઈને ખૂબ જ સકારાત્મક છે અમારા દ્વારા કેટલીક મહત્વની રજૂઆત કરવામાં આવી છે તેને સરકારે ગંભીરતાથી લીધી છે મહત્વની બાબત એ છે કે જે રીતે લેબોગ્રોન ડાયમંડનું ઉત્પાદન દેશમાં શરૂ થયું છે તેનાથી એક્સપોર્ટ ખૂબ મોટું થઈ રહ્યું છે.
દેશમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને પણ ખૂબ લાભ થઈ રહ્યો છે જે જોતા કેન્દ્ર સરકાર ડાયમંડ ઉદ્યોગને વધુમાં વધુ રાહત આપવા માટે વિચારી રહી છે અને અમને આશા છે કે થોડા જ દિવસોમાં કોઈક સારી પોલીસી કેન્દ્ર સરકાર જાહેર કરશે.
Follow us : Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat