DIAMOND CITY NEWS, SURAT
ભારત સરકાર લેબગ્રોન ડાયમંડનું જાહેરમાં સમર્થન અને સપોર્ટ કરી રહી છે. તાજેતરમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનને સરકારનું સમર્થન હોવાની વાતનો પુન: ઉચ્ચાર કરવા સાથે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ એટલે કે કૃત્રિમ હીરા નેચરલ ડાયમંડની સમકક્ષ છે.
ભારતની કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઓગસ્ટના છેલ્લાં સપ્તાહમાં જયપુરમાં આયોજિત બે દિવસીય જી-20 ટ્રેડ કોન્ફરન્સમાં બીજી ઈન્વેસ્ટર્સ મીટને સંબોધતા લેબગ્રોન ડાયમંડનું ખુલીને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત અન્ય દેશો સાથેના ટ્રેડ એગ્રીમેન્ટમાં લેબગ્રોન ડાયમંડનું સંપૂર્ણ રીતે સમર્થન કરે છે અને એ વિશ્વાસ અપાવે છે કે લેબગ્રોન ડાયમંડની કેટેગરીને એ જ રીતે ભારત સરકાર સપોર્ટ કરશે જે રીતે અન્ય ચીજવસ્તુઓના વેપારમાં કરે છે. વળી, ખાણકામ દ્વારા પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થયેલા કુદરતી હીરા અને લેબગ્રોન હીરાના આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધમાં સરખો વ્યવહાર કરશે.
તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તર પર એવો નિર્ણય લેવાયો છે કે લેબમાં ઉત્પાદિત ડાયમંડ કૃત્રિમ હીરા નથી. તે સિન્થેટીક હીરા નથી. તે કુદરતી હીરા સમકક્ષ છે.
આ અગાઉ ફેબ્રુઆરીમાં પિયૂષ ગોયલના મંત્રાલયે લેબમાં ઉત્પાદિત હીરા માટે એક રિસર્ચ સેન્ટર શરૂ કરવાની અને તે માટે 30 મિલિયન ડોલરના ફંડની મંજૂરી આપી હતી. તે લેબોરેટરીમાં ઉત્પાદિત હીરા બનાવવા માટે વપરાતા ગ્રૅફાઇટ બીજ પર પાંચ ટકા આયાત વસૂલાત નાબૂદ કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM