DIAMOND CITY NEWS, SURAT
સુરતની જાણીતા ડાયમંડ કંપની વિનસ જ્વેલના સેવંતીભાઇ શાહે તાજેતરમાં એક સ્નેહ મિલન સમારોહમાં લેબગ્રોન ડાયમંડ વિશે વાત કરી હતી. તેમનું માનવું છે કે લેબગ્રોન ડાયમંડથી નેચરલ ડાયમંડ ઉદ્યોગને કોઇ નુકસાન નથી.
સેવંતીભાઇએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ થકી આપણા માટે ખૂબ ઉજ્જવળ શરૂઆત થઇ છે. લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડને આપણે ર્સ્પધક ન ગણીએ. હું લેબગ્રોન ડાયમંડને કોમપ્લીમેન્ટ ગણું છું. એટલા માટે કે લેબગ્રોન ડાયમંડને કારણે ડાયમંડનું માર્કેટ એટલું બધું વિસ્તર્યુ. 100 ગણું, 200 ગણું કે 500 ગણું ક્યાં સુધી વિસ્તરશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઝડપથી વિસ્તરી રહ્યું છે.
લેબગ્રોન ડાયમંડને તો ફાયદો ખરો પરંતુ નેચરલ ડાયમંડ ને પણ ફાયદો. કારણ કે, જે લોકો ડાયમંડ લેવાનાં જ નહોતા, ડાયમંડ લેવાનો વિચાર જ નહોતા કરતા તે ડાયમંડ લેતા તો થયા. જો આટલા બધા ડાયમંડ લેતા થાય તો લેબગ્રોન ડાયમંડ પ્રસંગ કે રોજબરોજ માટે લેવાતા ગયા.
જે લેબગ્રોન ડાયમડ ખરીદનારાના ઘરે દીકરી, પત્ની કે માતાની વર્ષગાંઠ પર કઇ સ્પેશિયલ આપવાનું વિચારશે તો નેચરલ ડાયમંડ આપીએ. આવો જે વિચાર આવશે તો નેચરલ ડાયમંડ માર્કેટ ઊભું થશે. આપણે લેબગ્રોન ડાયમંડ માર્કેટે લાખો લોકો માટે રોજગારી ઉભી કરી છે કે કરશે.
સાહસિકોને મારે કહેવું છે કે જે ખુણામાં હોય ત્યાં માર્કેટ શોધી આપણી પોડક્ટને પહોંચાડવી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube