દેવામાં ડૂબેલા એક ભારતીય મજૂરને 19.222 કેરેટનો વ્હાઇટ ડાયમંડ મળ્યો છે, જેની કિંમત 80 લાખ રૂપિયા છે.
તે ભારતના મધ્ય પ્રદેશમાંથી તાજેતરના વર્ષોમાં પુનઃપ્રાપ્ત કરાયેલા સૌથી મૂલ્યવાન હીરાઓમાંનો એક છે, જ્યાં પાર્ટ-ટાઇમ ખાણિયાઓ મૂળભૂત સાધનોનો ઉપયોગ કરીને જેમ સ્ટોન બહાર કાઢવા માટે નિયમિતપણે જમીનના નાના પ્લોટ ભાડે આપે છે.
સાત બાળકોના પિતા અને 40 વર્ષની વયના રાજુ ગોંડે જણાવ્યું હતું કે, તે ખેતરોમાં કામ કરીને અથવા ટ્રૅક્ટર ચલાવીને દરરોજ રૂ. 800 કમાતો હતો અને છેલ્લા એક દાયકાથી અનૌપચારિક ખાણકામ સાથે સંકળાયેલા હતો.
તેણે બીબીસીના પત્રકારને કહ્યું, “જ્યારે ચાળણીમાં હું ચાળી રહ્યો હતો તે વખતે કાચના ટુકડા જેવું કંઈક જોયું. મેં તેને મારી આંખો પાસે ટુકડાને પકડી રાખ્યો અને એક ઝાંખી ચમક જોઈ, ત્યારે જ મને ખબર પડી કે મને એક ડાયમંડ મળી ગયો છે.”
ત્યારબાદ રાજુ ગોડ તેમની કિંમતી શોધને સરકારી હીરાની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તેનું વજન કરવામાં આવ્યું.
હીરાના સત્તાવાર પરીક્ષક અનુપમ સિંહે હીરાનું વજન કરાવ્યું હતું. “આ 19.22 કેરેટનો સફેદ હીરો છે, જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા હતી.”
રાજુ ગોંડે કહ્યું કે, તે આવક સાથે તેના 5 લાખના દેવાની ચૂકવણી કરશે, તેના બાળકોના શિક્ષણ માટે ચૂકવણી કરશે અને તેની સાથે રહેતા 19 સંબંધીઓ વચ્ચે નાણાં વહેંચશે.
રાજ્યના અનૌપચારિક ખાણિયાઓ દ્વારા પણ મળી આવતા અન્ય લોટ સાથે આગામી સરકારી હરાજીમાં હીરાનું વેચાણ કરવામાં આવશે અને સરકારી રોયલ્ટી અને કર કપાત બાદ કરી રાજુ ગોડને તેનું વળતર ચુકવવામાં આવશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube