બજારમાં માંગના અભાવે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં, બેંક ધિરાણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો

મુંબઈમાં ડાયમંડ એક્સપોર્ટર કંપનીઓની સાથે ચર્ચામાં બેંકોએ કુલ 6 બિલિયનની લોનમાંથી 2 બિલિયનની લોન માર્ચ-2024ના અંત સુધી પરત કરવા સૂચના આપી છે.

Lack of demand in the market caused the diamond industry to suffer, and decided to reduce bank lending
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ માંદી સ્થિતિમાં છે. યુરોપીયન બજારોમાં નબળી માંગના પગલે હીરા ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તૈયાર હીરામાં ડિમાન્ડ નહીં હોવાના લીધે દિવાળી પહેલાં સુરત મુંબઈના હીરા વેપારના સંગઠનોએ ભેગા મળી રફ નહીં ખરીદવાનો નિર્ણય લીધો હતો. હવે ફરી એકવાર મુંબઈ ખાતે હીરા ઉદ્યોગના અગ્રણીઓની એક બેઠક મળી હતી, જેમાં હીરા ઉદ્યોગમાં ધિરાણ મામલે મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.

અમેરિકા અને ચીનની નબળી ડિમાન્ડને પગલે હીરા ઉદ્યોગે બેંક ધિરાણમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાનું આયોજન કર્યું છે. આ અંગે મુંબઈમાં ડાયમંડ એક્સપોર્ટર કંપનીઓ અને જુદી જુદી બેંકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી, જેમાં બેંકોએ કુલ 6 બિલિયનની લોનમાંથી 2 બિલિયનની લોન માર્ચ-2024ના અંત સુધી પરત કરવા સૂચના આપી છે તે મામલે ચર્ચા થઈ હતી. નીરવ મોદી અને મેહુલ ચોકસીના બેન્ક લોનકાંડ પછી બેંકો મંદીમાં સાવધ થઈ જાય છે. મોટા ભાગની ભારતીય બેંકોએ કેસ ક્રેડિટ અને ઓવર ડ્રાફ્ટની મૂડી પર કાપ મૂક્યો છે. આ મામલે મુંબઈમાં બેંકો અને ડાયમંડ એક્સપોર્ટરની બેઠક યોજાઇ હતી, જેમાં 2 બિલિયનનું ધિરાણ ઘટાડી 4 બિલિયન અમેરિકન ડોલર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.   

હીરા ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ બેંકો અને ભારતનો હીરા ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષ માટે તેની બેંક ધિરાણ જરૂરિયાતોમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં મંદીને લીધે આ નિર્ણય લેવો પડ્યો છે. હીરા વેપારીઓ તૈયાર હીરાનો જથ્થો વધારવાની બદલે હાલની ઇન્વેન્ટરી ક્લિયર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જેનાથી વધારાના ઉધારની જરૂર પડે નહીં. ભારતીય ડાયમંડ કંપનીઓએ બેન્કરોને જાણ કરી છે કે આગામી ચાર મહિના નિર્ણાયક હશે.

ભારતનો હીરા ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષ માટે તેની બેંક ધિરાણની જરૂરિયાતોને FY23માં $6 બિલિયનથી ત્રીજા ભાગથી ઘટાડીને $4 બિલિયન કરવાની યોજના ધરાવે છે. કંપનીઓ હીરાના નવા સ્ટોક્સ ઊભા કરવાને બદલે તેમની ઇન્વેન્ટરીનો નિકાલ કરવામાં વ્યસ્ત છે. હીરા ઉદ્યોગનાં 4 મોટા સંગઠને ડિસેમ્બર 2023 સુધી બે મહિના માટે રફ હીરાની આયાત પહેલેથી જ બંધ કરી દીધી છે.

તાજેતરમાં મોટા હીરા નિકાસકારો સાથેની બેઠકમાં બેન્કરો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, લાંબા ગાળાનાં વ્યવહારો ચાલુ રહે અને બંને પાર્ટીની મૂડી સલામત રહે એ માટે પગલાં ભરવાનું શરૂ કરવા સૂચન કરાયું હતું. નીરવ મોદી-મેહુલ ચોકસી બેન્ક લોન કૌભાંડ પછી બેંકો સાથેના વ્યવહારમાં હીરાનો વેપાર વધુ પારદર્શક બન્યો છે. તેઓ હવે તેમની સમસ્યાઓ છુપાવતા નથી અને વૈશ્વિક બજારોની વર્તમાન પરિસ્થિતિ વિશે બેંકો સમક્ષ અગાઉથી વાત કરી રહ્યા છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઈસ-ચૅરમૅન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, અમે બેન્કર્સને જાણ કરી છે કે અમે અમેરિકા અને ચીનમાં ધીમી માંગને પગલે સાવચેતીપૂર્વક ચાલીએ છીએ અને ઈન્વેન્ટરી બનાવી રહ્યા નથી. સૂત્રો કહે છે કે, 2018માં, જ્યારે 14,000 કરોડનું નીરવ મોદીનું કૌભાંડ બહાર આવ્યું, ત્યારે હીરાના વેપારને બેંકો પાસેથી ક્રેડિટ લાઇન સુરક્ષિત કરવા માટે મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. બેંકોએ ઉચ્ચ કોલેટરલની માંગણી કરી હતી અને સેક્ટરને ધિરાણ આપતી વખતે કડક પગલાં લીધાં હતાં. પરંતુ આ વખતે તેઓ કોઈ ભૂલ કરી રહ્યા નથી અને બેંકિંગ સેક્ટરને લૂપમાં રાખી રહ્યા છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS