DIAMOND CITY NEWS, SURAT
સુરતમાં વિશ્વનું સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ગઈ તા. 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું. આ સાથે જ સુરત માટે પ્રગતિના નવા દ્વાર ખુલી ગયા છે. સુરત ગ્લોબલ સિટી બનશે તેવી ખાતરી વડાપ્રધાને મંચ પરથી વ્યક્ત કરી. પરંતુ સુરતની આ સફળતા મહારાષ્ટ્રને ગમી નથી. મહારાષ્ટ્રના હીરા વેપારીઓ તો સુરત ડાયમંડ બુર્સના નિર્માણથી નારાજ હતા જ પરંતુ હવે મહારાષ્ટ્રના રાજકારણીઓએ પણ પોતાની હૈયાવરાળ ઠાલવવાનું શરૂ કર્યું છે.
બુર્સનું ઉદ્દઘાટન થયા બાદ મહારાષ્ટ્રના મોટા નેતા એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સની ભારે માઠી અસર મહારાષ્ટ્રના હીરાના વેપાર પર પડશે. મહારાષ્ટ્રમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકો રોજગારી ગુમાવશે. એનસીપીના વડાએ દાવો કર્યો હતો કે જ્યારથી હીરાનો વેપાર સુરતમાં શિફ્ટ થયો છે, લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારએ સુરતમાં ડાયમંડ બુર્સની શરૂઆતની ભારે ટીકા કરી હતી.
પવારે કહ્યું, “જે લોકો આજે સત્તામાં છે તેમનામાં દેશ વિશે વિચારવાની શક્તિ નથી. વડાપ્રધાન સુરતમાં ડાયમંડ બિઝનેસનું ઉદઘાટન કર્યું. અગાઉ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હીરાનો વેપાર થતો હતો. હવે તેને અહીંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે. આ માર્કેટને કારણે લાખો લોકોને રોજગારી મળી છે. સુરતમાં હીરાના વેપારને કારણે સ્થાનિક લોકો તેમની નોકરી ગુમાવશે.
નોંધનીય છે કે ગઈ તા. 17 ડિસેમ્બરના રોડ વડાપ્રધાને સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કર્યું છે. આ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને જ્વેલરી વ્યવસાયો માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર બની રહશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. આ બુર્સમાં અત્યાધુનિક ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’ આયાત – નિકાસ માટે, છૂટક જ્વેલરી વ્યવસાયો માટે જ્વેલરી મોલ, આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સલામત તિજોરીઓ માટેની સુવિધા ઉપલબ્ધ છે.
સુરત ડાયમંડ બોર્સ વિશે બોલતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ‘X’ સુરત ડાયમંડ બુર્સે હવે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે, જે છેલ્લા 80 વર્ષથી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ધરાવે છે. “સુરત ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનું પણ પ્રમાણ છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકો ઊભી કરશે,” તેમણે પોસ્ટ કર્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM