2018માં ડી બીયર્સ દ્વારા સ્થાપિત લેબગ્રોન ડાયમંડ કંપની, લાઇટબોક્સ, તાજેતરમાં જાહેર કર્યું કે તેના હીરાને પ્રતિષ્ઠિત કાર્બન ટ્રસ્ટ તરફથી કાર્બન ન્યુટ્રલ તરીકે સર્ટિફિકેટપ્રાપ્ત થયું છે. સસ્ટેઈનેબીલીટીમાં એક નવું ધોરણ સેટ કરીને, લાઇટબોક્સ તેની અદ્યતન સુવિધા પર તેના હીરાનું પ્રોડક્શન કરવા માટે 100% રિન્યુએબલ વિન્ડ એનેર્જીનો ઉપયોગ કરે છે, જે પોર્ટલેન્ડ, ઓરેગોન, યુએસએ નજીક સ્થિત છે આ પ્રોજેક્ટમાં તેણે તાજેતરમાં $94 મિલિયનનું રોકાણ કર્યું છે.
લાઇટબૉક્સ કાર્બન પ્રમાણિત ઑફસેટ પ્રોજેક્ટ્સને ટેકો આપીને જે પણ શેષ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરે છે તેની જવાબદારી લે છે. આ ઇનિશિયેટીવ બાંગ્લાદેશ અને ચીન જેવા હાયર એમિશનની તીવ્રતા ધરાવતા પ્રદેશોમાં રિન્યુએબલ એનેર્જી ઈન્ફ્રાસ્ટ્રકચરના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લાઇટબૉક્સ ભારતમાં ઑફસેટ પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન આપે છે, જ્યાં તે તેના સ્ટોન્સને કટિંગ અને પોલિશ કરવાનું કામ કરે છે.
એન્વિરોન્મેન્ટલ લીડરશીપ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, સ્વારોવસ્કીએ અગાઉ તેના લેબગ્રોન હીરાના પ્રોડક્શનમાં વપરાતી ઊર્જાને સરભર કરવાનો અને ક્લાઈમેટ ન્યુટ્રલ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો.
કાર્બન ટ્રસ્ટ, યુકે સ્થિત એક પ્રખ્યાત સંસ્થા, નેટ ઝીરો લક્ષ્યો હાંસલ કરવા તરફની સફરને વેગ આપવા માટે અગ્રણી બિઝનેસીઝ, સરકારો અને નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે.
લાઇટબૉક્સના સીઇઓ એન્ટોઇન બોર્ડે આ સિદ્ધિનું મહત્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજની જાહેરાત સસ્ટેઈનેબીલીટી તરફના અમારા માર્ગ પર એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક છે. અમારા લેબ-ગ્રોન હીરાના પ્રોડક્શનની પર્યાવરણીય અસરને ઘટાડવી એ ટોચની પ્રાથમિકતા છે, અને અમે અમારી સમગ્ર સંસ્થામાં કાર્બન ન્યુટ્રલ પોઝિશન હાંસલ કરવા વધુ પગલાં લેવાનું ચાલુ રાખીશું.”
રિન્યુએબલ એનેર્જી સ્ત્રોતો અને ઓફસેટ પહેલો સાથે નવીન પ્રોડક્શન પદ્ધતિઓનું સંયોજન કરીને, લાઇટબૉક્સ પર્યાવરણીય જવાબદારી પ્રત્યેનું તેનું અતૂટ સમર્પણ દર્શાવે છે, લેબગ્રોન હીરા ઉદ્યોગમાં સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે અને ગ્રીન ફ્યુચર તરફ પ્રયાણ કરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM