માર્કેટિંગની ઓપન યુનિવર્સિટીઓ લોકલ દુકાનદારો અને ફેરિયાઓ

આ વાત આપણને ખબર છે પણ જ્યારે મેં આ દુકાનવાળાને સવારમાં ખોલતો જોયો તો સમજાઈ ગયું કે આ તેનો માસ્ટર સ્ટ્રોક છે.

Local shopkeepers and Hawkers-Open Universities of Marketing
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઘણીવાર અમુક વાતો આપણી આસપાસ વર્ષોથી થતી હોય છે પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તેનું એકમેવ કારણ, કદાચ તે વાતો આપણા જીવનને લાગતી વળગતી નથી હોતી. પણ ક્યારેક એવી વાત થાય અને આપણે તેની સાથે કનેક્ટ થઈએ પછી વિચારીયે આ તો મારી સામે હતું અને મેં ક્યારેય તેના પર ધ્યાન જ ના આપ્યું.

મારી સાથે હમણાં તેજ થયું. ગયા અઠવાડિયે મારી પત્નીએ કહ્યું કે અર્જન્ટ આ વસ્તુ જોશે, મેં કહ્યું ઘરની નીચેની દુકાન આટલી સવારે બંધ હશે. તેણે કહ્યું તે સ્ટોર વહેલો ખોલે છે. હું ગયો અને જાણ્યું કે, બાજુ બાજુમાં બે જનરલ સ્ટોર છે જેમાંથી એક વહેલો ખોલે છે અને બીજો મોડો.

ઘણા વખતથી આ વાત થતી હતી પણ મેં તે વાતને નજરઅંદાજ કરી હશે પણ જરૂરિયાત આવી અને આ વાતનો ખ્યાલ આવ્યો. કહેવાનું તાત્પર્ય વેપારમાં અને ખાસ માર્કેટિંગમાં તમને તક શોધતાં આવડવી જોઈએ.

આ વાત આપણને ખબર છે પણ જ્યારે મેં આ દુકાનવાળાને સવારમાં ખોલતો જોયો તો સમજાઈ ગયું કે આ તેનો માસ્ટર સ્ટ્રોક છે. સવારમાં તેની બાજુની દુકાન અર્થાત્ તેનો પ્રતિસ્પર્ધી દુકાન ખોલે તે પહેલા બને તેટલો માલ વેચો.

માણસો નહિ પણ મેં ત્યાં થોડો સમય વિતાવ્યો અને સમજી ગયો કે તે દિવસનો ૨૫% વકરો તે સમયમાં કરે છે. વેપાર થાય છે તે એક વાત છે પણ સૌથી મોટી વાત તે કે ગ્રાહકોને ખબર છે કે તે સમયે જો કાંઈ ખરીદવું હશે તો આની પાસે જાવ.

આ વાત થઇ અને મારુ એન્ટિના કામે લાગી ગયું. દુકાનદારો, ફેરિયાઓ અને આખરે વોટ્સએપ પર અમુક વાતો જોઈ હતી તે યાદ આવી ગઈ અને મેં તેને માર્કેટિંગ સાથે સરખાવી. 

સૌપ્રથમ માર્કેટિંગના બે મોટા પાસાઓ, જેને અંગ્રેજીમાં ફાઈન્ડીંગ ઘી ગેપ અને કસ્ટમર એક્વિઝિશન કહીયે છીએ તે બંને વાતો MBA ના વર્ગમાં ગયા વગર આ દુકાનદારે અપનાવી. તેણે જોયું કે બાજુની દુકાનવાળો મોડો આવે છે અને તે સૌથી મોટી તક છે જે તેને સમજી અને સવારે દુકાન વહેલી શરુ કરી અને બીજી વાત આના થકી તેને નવા ઘરાકો મળ્યા જે તેની સાથે જોડાયા.

બીજી વાત તમે જોઈ હશે તો, જેમ આ દુકાનવાળા બાજુ બાજુમાં હતા તેમ માર્કેટમાં બે શાકવાળા કે ફળવાળા કે રસ્તા પર કપડા, ચપ્પલ વગેરે વેચવાવાળા બાજુ બાજુમાં બેઠા હોય છે. તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી છે પણ ક્યારેય તેઓ તેનાથી ડરી ગયા કે નારાજગી વ્યક્ત કરી કે તેમને ગાળો આપી તે જોવા નહિ મળે.

બંને કદાચ નવરાશના સમયમાં સાથે ચા પણ પિતા હશે. કદાચ આવી આકરી સ્પર્ઘા તો કોર્પોરેટમાં નહિ જોવા મળતી હોય અને નહિ કે તેઓ સાથે બેસી ચા પિતા હશે. અહીં સ્પર્ધાને પણ સકારાત્મકતાથી લઇ વેપાર કરવો તે આપણને સમજાવે છે.

આગળ જતા, આપણે વોટ્સએપ પર એક વિડિઓ જોયો હશે ટ્રેનમાં એક માણસ કવિતાઓ સંભળાવી, મજાની વાતો કરી માલ વેચે છે. તમારા ગ્રાહક સાથે તમે કઈ રીતે સંપર્ક સાધો છો તે મહત્વનું છે. તમારી નજીકના દુકાનદારો તમારી સાથે વ્યક્તિગત વાતો કરશે, ઘરના અને તમારા હાલચાલ પૂછશે. આના થકી તેઓ સહી અર્થમાં માર્કેટિંગનો કસ્ટમર રિલેશનશિપનો પાઠ શીખવે છે.

બીજો એક મેસેજ આવ્યો હતો જે રમૂજ માટે મોકલ્યો હતો કે કોવીડ સમયે જે ભાઈ રેમેડિસવીર દવા આપતા હતા તેના મોબાઇલ પરથી મેસેજ આવ્યો છે રત્નાગીરી હાફુસ ખરીદવા. આ માર્કેટિંગનો મહત્વનો પાઠ છે.

ગ્રાહકની જરૂરિયાત સમજી માલ બનાવો અને આ વ્યક્તિ તે કરી રહી છે, હાલમાં હાફુસ જોઈએ છે તો તેની વાત ઘરાકો સાથે કરો. મારો કહેવાનો તાત્પર્ય તે નથી કે સબ બંદરના વેપારીઓ બનો પણ ગ્રાહકની જરૂરિયાત સમજી માલ બનાવો આ માર્કેટિંગની વાત આપણે જાણવી રહી.

આપણે ઘણીવાર ઘણી દુકાનો પર તેઓના બોર્ડ પર ત્યાં શું મળે છે તે જોતા હશું અને કદાચ જોડણી કે વ્યાકરણ ખોટા પણ હશે. આ વાતને બારીકાઈથી જોઈશું તો સમજાશે કે તે શું વેચે છે ની માહિતી તે આના દ્વારા આપી દે છે. ખરીદનાર સમજી જાય છે કે તેને જે જોઈએ છે તે અહીં મળી જશે.

માર્કેટિંગમાં તમારું કોમ્યુનિકેશન ક્લીયર રાખો. ખોટા વ્યાકરણ કે જોડણી કે શબ્દ રચના ખોટા હશે તો ચાલશે તે કહેવાનો તાત્પર્ય નથી પણ આ વેપારીને ખબર છે કે પોતે શું વેચે છે અને ઘરાકને કઇ રીતે તે જણાવવું છે. એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ મેસેજ સરળ રાખો જેથી લોકો સમજી શકે.

બીજી વાત વાર્તાઓ આપણને આકર્ષે છે. બ્રાન્ડ પોતાની વાર્તા તૈયાર કરે છે. તમે જ્યારે અમુક આવા વેપારીઓને જોશો તો તમે તેમની દુકાને પહોંચો ત્યારે તેઓ વિવિધ વાતો કરતા હશે. તમને ઊભા રાખશે દુકાનમાં વાતોએ વળગાડશે અને તમારું દિલ જીતશે. ગ્રાહકને જીતશો તો માર્કેટ જીતી જશો તે આપણે સારી રીતે જાણીયે છીએ.

સૌથી મોટી વાત એટલે તેઓ તમારો વિશ્વાસ જીતે છે. તમે આજે તેને દામ નહિ ચૂકવો તો તે કહેશે પૈસા ક્યાં જવાના છે કાલે આપજો. જો માલમાં ખરાબી નીકળે તો અહીં જ બેઠો છું ક્યાં જવાનો છું.

આમ, વિશ્વાસ, સાતત્યતા, તક, કોમ્યુનિકેશન, ગ્રાહકની જરૂરિયાત, ગ્રાહકને મેળવવાની કળાઓ, અને આવી ઘણી માર્કેટિંગ માટેની પાયાની વાતો આ દુકાનદારો અને ફેરિયાઓ પાસેથી જાણવા મળશે.

બસ આંખ અને કાન ખુલા રાખવાની જરૂર છે કારણ આપણી આજુ બાજુમાં તમને ખરા અર્થની ઓપન યુનિવર્સિટીઓ મળશે જ્યાં તમે માર્કેટિંગ અને બ્રાન્ડની વાતો મફતમાં શીખી શકશો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS