lucapa sold parcel of three diamonds for 105 million dollars
ફોટો : ટાઇપ IIa હીરાનું વજન ડાબે થી જમણે, 203 કેરેટ, 116 કેરેટ અને 42 કેરેટ છે. (સૌજન્ય : લુકાપા)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં લુકાપા કંપનીએ અંગોલાની લુલો કાંપવાળી ખાણમાંથી શોધી કાઢેલા 361 કેરેટના કુલ વજન ધરાવતા ત્રણ હીરાનું એક પાર્સલ ટેન્ડરમાં કુલ 10.5 મિલિયન ડોલરમાં વેચ્યું છે.

ઓસ્ટ્રેલિયન ખાણ કંપનીએ કહ્યું કે, 19મી એપ્રિલે સમાપ્ત થયેલા અંગોલાના રાજ્ય સંચાલિત હીરાના વેપારી સોડિયમ દ્વારા હાથ ધરાયેલા ટેન્ડરમાં સરેરાશ 29,000 ડોલર પ્રતિ કેરેટની કિંમત હાંસલ કરી હતી.

ત્રણેય ડાયમંડ IIa પ્રકારના અને 203 કેરેટ, 116 કેરેટ અને 42 કેરેટના હતા. વર્ષની શરૂઆતમાં તે શોધી કાઢવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2015માં કમર્શિયલ ખાણકામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 203 કેરેડ ડાયમંડ તે લુલોનો આ પાંચમો સૌથી મોટો અને 43મો 100થી વધુ કેરેટનું વજન ધરાવતો હીરો છે.

લુકાપાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નિક સેલ્બીએ કહ્યું કે, 2024 માટે લુલો હીરાનું આ પહેલું ટેન્ડર છે. અમને એ જોઈને આનંદ થાય છે કે આ પ્રકારના IIa પ્રકારના હીરાની ઉત્કૃષ્ટ ગુણવત્તાને હીરાના માલિકો દ્વારા ઓળખવામાં આવી છે, જેમણે પત્થરો માટે સ્પર્ધાત્મક રીતે બોલી લગાવી હતી.

પાર્સલ માટે 29,000 યુએસ ડોલરની કેરેટ દીઠ સરેરાશ કિંમત મળવી એ વાત સાબિત કરે છે કે હીરા બજારનું ઉચ્ચ સ્તરીય ક્ષેત્ર સતત ઉત્સાહી છે.

લુકાપા ખાણમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો અંગોલાની રાષ્ટ્રીય હીરા કંપની એન્ડિયામા (32 ટકા) અને અંગોલાની ખાનગી કંપની રોસાસ એન્ડ પેટાલસ (28 ટકા) પાસે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH