DIAMOND CITY NEWS, SURAT
લુકારા ડાયમડે HB સાથેના તેના સપ્લાય એગ્રીમેન્ટ કરારની સમાપ્તિ તેમજ ક્રૂડ માર્કેટમાં વ્યાપક મંદીને કારણે તેના સંપૂર્ણ વર્ષનું અનુમાન ઘટાડ્યું છે.
લુકારા ડાયમંડ અપેક્ષા રાખે છે કે 2023 ની આવક 160 મિલિયન ડોલર અને 190 મિલિયન ડોલરની વચ્ચે પહોંચશે, તેની સરખામણીમાં તેણે ડિસેમ્બરમાં 200 મિલિયન ડોલરથી 230 મિલિયન ડોલરની આવક થવાનીની જાહેરાત કરી હતી. વેચાણનું પ્રમાણ 385,000 થી 415,000 કેરેટના પ્રારંભિક અંદાજને બદલે ઘટાડીને 365,000 અને 385,000 કેરેટની વચ્ચે થવાની ધારણા રાખી છે. જ્યારે આઉટપુટ 395,000 થી 405,000 કેરેટમાં આવશે ,જે આ પહલા 395,000 થી 425,000 કેરેટની ધારણા રાખી હતી.
કંપનીએ જણાવ્યું હતું કે, diamond-revenue guidanceમાં સુધારો 10.8 કેરેટ કરતાં મોટા રફ ડાયમંડના વેચાણની પદ્ધતિમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે, જે HB સાથે કંપનીના કરારની સમાપ્તિ પછી વૈશ્વિક રફ-ડાયમંડ બજારની અસરો સાથે જોડાયેલી છે.
લુકારા ડાયમંડ કંપની બોત્સ્વાનામાં તેની કેરોવે ખાણમાંથી કાચો માલ ત્રણ રીતે વેચતી હતી ત્રિમાસિક ટેન્ડર દ્વારા, તેના ક્લેરા ડિજિટલ પ્લેટફોર્મ પર અને આશરે 10.8 કેરેટ વધુ ડાયમંડ માટે HB સાથે ઑફટેક કરાર દ્વારા. સપ્ટેમ્બરમાં, ત્રણ વર્ષ પછી, લુકારા ડાયમંડે બેલ્જિયમ મેન્યુફેચર્સ HB દ્વારા ફાયનાન્સિયલ કમિટમેન્ટનો ભંગ કર્યો હોવાનો ઉલ્લેખ કરીને તે સપ્લાય એગ્રીમેન્ટ તોડી નાંખ્યો હતો.
કંપનીએ કહ્યુ કે,30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાંઆવક 14 ટકા વધીને 56.9 મિલિયન ડોલર થઈ હતી કારણ કે માઇનરે વધુ માંગ ધરાવતા મોટા સ્ટોનના મોટા જથ્થાનું વેચાણ કર્યું હતું. વેચાણનું પ્રમાણ 12 ટકા વધીને 111,673 કેરેટ થયું, જ્યારે સરેરાશ કિંમત 1 ટકા વધીને 510 પ્રતિ કેરેટ થઈ. નફો વધીને 10.5 મિલિયન ડોલર થયો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન 1.8 મિલિયન ડોલર હતો.
ત્રિમાસિક ગાળા દરમિયાન લુકારાએ 189 સ્પેશિયલ સાઇઝ સ્ટોન્સ મેળવ્યા, જેમાં 100 કેરેટ કરતા મોટા છ હીરાનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણનું વજન 300 કેરેટથી વધુ હતું. HB સપ્લાય ડીલ દ્વારા લુકારાના વેચાણનો હિસ્સો ત્રણ મહિનાની કુલ આવકમાં 67 ટકા હતો.
ત્રિમાસિક ગાળામાં ડિપોઝિટમાંથી આઉટપુટ વાર્ષિક ધોરણે 25 ટકા વધીને 98,311 કેરેટ થયું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM