લુકારા ડાયમંડ કોર્પોરેશનને IIa ટાઇપનો 1080.1 કેરેટનો હાઈ ક્વોલિટી વ્હાઇટ સ્ટોન મળ્યો છે. હીરાનું માપ 82.2mm બાય 42.8mm બાય 34.2mm છે.
આ સપ્તાહમાં કેનેડિયન ડાયમંડ માઇનર લુકારાએ જાહેરાત કરી છે કે તેમને બોત્સવાનાં કેરોવે માઇન્સમાંથી 1080.1 કેરેટનો IIa ટાઇપનો ડાયમંડ રિકવર કર્યો છે.
આ હીરો સાઉથ લોબમાં આવેલા M/PK(S) યુનિટમાંથી અયસ્કના ડાયરેક્ટ મિલિંગમાંથી XRT યુનિટમાં પ્રાપ્ત થયો હતો.
સાઉથ લોબે 2015થી અત્યાર સુધીમાં 1,000 કેરેટથી વધુ વજનના ચાર હીરા મેળવ્યા છે. આ પહેલા
2021માં 1,174-કેરેટનો હીરો, 2019માં 1,758-કેરેટનો સેવેલો ડાયમંડ અને 2015માં 1,109-કેરેટનો લેસેડી લા રોના હતો.
લુકારાના CEO ઇરા થોમસે કહ્યું કે,અમે જેમ જેમ ખાણકામમાં વધુ ઊંડે આગળ વધીએ તેમ સાઉથ લોબમાં મોટા અને હાઇ વૅલ્યુ સ્ટોનની શક્યતા વધી રહી છે. માઇન્સની લાઇફને ઓછામાંઓછા 2024 સુધી લંબાવાશે એમ CEOએ જણાવ્યું હતું. લુકારા તેની સંપૂર્ણ રીતે કેરોવે ખાણની માલિકી ધરાવે છે. તે 2012 થી ઉત્પાદનમાં છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM