દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે કારણ કે 14 એપ્રિલ 2023ના દિવસે થિયેટરમાં રજૂ થનારી તેની ફિલ્મમાં તેણે જે જવેલરી પહેરી છે. તે અદભુત અને ગ્લેમરસ છે અને ખાસ વાત એ છે કે આ જવેલરી રીઅલ ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ જવેલરીની કિંમત સાંભળીને તમારી આંખ પહોળી થઇ જશે. તો સામંથાએ ફિલ્મમાં જે ઘરેણાં પહેર્યા છે તેની કિંમત 14 કરોડ રૂપિયા છે અને તેને જાણીતી ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાએ તૈયાર કરી છે. નીતા લુલ્લા એ ભારતની જાણીતા ફેશન ડિઝાઈનર અને ફેશન સ્ટાઇલિસ્ટ છે અને તેણીએ 300થી વધારે ફિલ્મોમાં જ્વેલરી ડિઝાઈન કરી છે.
સામંથાએ ખૂબ જ ઓછા સમયમાં મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે. થોડા મહિનાઓ પહેલા રિલિઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનું આઈટમ નંબર હોય કે પછી મનોજ બાજપેયી સાથેની હિન્દી ફિલ્મ ફેમિલી મેન હોય, સામંથાએ દરેક પાત્રને શાનદાર રીતે નિભાવ્યું હતું. અને ચાહકોના દિલ જીતી લીધા છે.
હવે સામંથા રુથ પ્રભુને તેણીની તમામ ભવ્ય રાજકુમારી ભૂમિકામાં જોવા માટે તૈયાર કરો કારણ કે તેણી આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ શકુંતલા દેવીની પ્રતિષ્ઠિત ભૂમિકા નિભાવી રહી છે. ગુણશેખર દ્વારા દિગ્દર્શિત આ અત્યંત અપેક્ષિત ફિલ્મ, સુપ્રસિદ્ધ કવિ કાલિદાસ દ્વારા લખાયેલા ક્લાસિક નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ’ પર આધારિત છે. સમગ્ર ભારતમાં રિલિઝ 14મી એપ્રિલે થિયેટરોમાં આવવાની છે, જે તેને વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક બનાવશે.
ફિલ્મ માટેના કોસ્ચ્યુમ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર નીતા લુલ્લા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ જ્વેલરીમાં નાના નાના ટુકડાઓને આકર્ષિત અને સાવધાની પૂર્વક જડવામાં આવ્યા છે. આ ડિઝાઇનને તૈયાર કરવામાં આઠ મહિના લાગ્યા હતા. જેમાં 14 કરોડની કિંમતના રિયલ ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં સામંથાનું પાત્ર એક રોયલ ક્વીનનું છે અને તેને અનુરૂપ એક રાણીને શોભે તેવી ડાયમંડ અને ગોલ્ડ જડિત જ્વેલરી તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મનું જે પોસ્ટર રીલિઝ થયું છે તેમાં સામંથ રોયલ ક્વીન જેવી ખૂબસૂરત લાગી રહી છે. ફિલ્મમાં મલયાલમ અભિનેતા દેવમોહન દુષ્યંતનું પાત્ર ભજવશે.
સામંથા રૂથ પ્રભુ એ વખતે પણ ચર્ચામાં આવી હતી જ્યારે છુટાછેડામાં તેને મળી રહેલી 200 કરોડની રકમ ઠુકરાવી દીધી હતી. સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા પછી, સામંથા સતત કામ કરી રહી છે. છૂટાછેડા દરમિયાન, સામંથાએ તેના પતિ દ્વારા ભરણ પોષણ પેટે ઓફર કરાયેલી 200 કરોડની રકમ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આટલી મોટી રકમનો અસ્વીકાર કરનાર સામંથા વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે નાગા ચૈતન્ય કરતાં વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM