લક્ઝરી જ્વેલરી કંપની રિચમોન્ટએ ગત નાણાકીય વર્ષમાં નોંધપાત્ર નફો મેળવ્યો

રિચમોન્ટ કંપનીના જ્વેલરી મેઈસન્સ ડિવિઝનમાં બ્યુકેલાટી, કાર્ટિયર અને વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

Luxury jewellery company Richemont posted a significant profit in the last financial year
સૌજન્ય : હેરિટેજ કલેક્શનમાંથી નેકલેસ. © વેન ક્લીફ અને આર્પેલ્સ SA – 2023
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે આર્થિક પડકારો વચ્ચે પણ હીરા ઝવેરાત ઉદ્યોગ સારું પ્રદર્શન કરી રહ્યું છે. લક્ઝરી ગુડ્સ કંપની રિચ મોન્ટે તાજેતરમાં તા. 31મી માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં સારો નફો નોંધાવ્યો છે. કંપનીએ તેના મુખ્ય જ્વેલરી મેઈસન ડિવિઝનમાં 21 ટકાનો સેલ્સ ગ્રોથ નોંધાવ્યો છે, તો બીજી તરફ ઓપરેટિંગ માર્જિનમાં 35 ટકાનો સુધારો પ્રાપ્ત કર્યો છે. જે તમામ પ્રદેશો અને કંપનીની ચેનલોમાં વેચાણ વૃદ્ધિ દર્શાવે છે. જેના પગલે ગ્રુપના વેચાણ અને ઓપરેટીંગ પ્રોફિટમાં અનુક્રમે 19,953 મિલિયન યુરો અને 5,031 મિલિયન યુરોની અત્યાર સુધીની રેકોર્ડ કમાણી કરવામાં સફળતા મેળવી છે.

કંપનીના જ્વેલરી મેઈસન્સ ડિવિઝનમાં બ્યુકેલાટી, કાર્ટિયર અને વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. કંપનીએ તેના સંયુક્ત વેચાણને વધારીને 13.4 બિલિયન યુરો અને ઓપરેટિંગ નફો 4.7 બિલિયન યુરો કર્યો છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં 34.9% વધુ ઓપરેટિંગ માર્જિન દર્શાવે છે. જ્યારે બ્યુકેલાટીએ મજબૂત રીતે વિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે.  નાની બ્રાન્ડ હોવા છતાં સમગ્ર ગ્રુપમાં સૌથી વધુ વૃદ્ધિ  રેટ ધરાવે છે. બીજી તરફ કાર્ટિયર અને વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ એ ઉચ્ચ સ્તરના વેચાણ વૃદ્ધિ અને નફાકારકતા સાથે તેમના બજાર નેતૃત્વની પુનઃ સમર્થન કર્યું છે.

કંપની જ્વેલરી મેઈસન્સ ડિવિઝનમાં ડાયરેક્ટ-ટુ-ક્લાઈન્ટ જોડાણના 83% ઊંચી સપાટીનો આનંદ માણી રહી છે.

રિચેમોન્ટના જ્વેલરી મેઈસનનું પ્રદર્શન વર્ષ દરમિયાન સ્ટોરના નોંધપાત્ર વિકાસમાં વધુ પ્રતિબિંબિત થયું હતું. કાર્ટિયરે સિડની, પેરિસ, ન્યૂયોર્ક અને સિઓલમાં નવા ફ્લેગશિપ બુટિક ખોલ્યા હતા. વેન ક્લીફ અને આર્પેલ્સે સાન ફ્રાન્સિસ્કો અને ચેંગડુમાં ફ્લેગશિપ બુટિક ખોલ્યા, અને બ્યુસેલાટીએ સિંગાપોર, નાનજિંગ અને શેનઝેનમાં નવા સ્ટોર્સ ખોલ્યા છે.

ઓપેરા ટુલે અને મેક્રીથી, કાર્તીયર ખાતે ટ્રિનિટી, પેન્થેરે અને સેન્ટોસથી લઈને વેન ક્લીફ અને આર્પેલ્સ ખાતેના અલ્હામ્બ્રા, પર્લી અને ફૌના સુધીના તમામ પ્રતિષ્ઠિત સંગ્રહોએ વધુ પ્રદર્શન કર્યું હતું.

ગ્રુપના પ્રવક્તાએ માહિતી આપી હતી કે આ મજબૂત પ્રદર્શન તમામ જ્વેલરી મેઈસન્સ, પ્રાઇસ પોઈન્ટ્સ, પ્રદેશો અને વિતરણ ચેનલોમાં પણ વ્યાપક-આધારિત હતું. જ્વેલરી મેઈસન્સના સીધા સંચાલિત સ્ટોર નેટવર્કમાં વૃદ્ધિ સૌથી મજબૂત હતી, જેણે ઓનલાઈન રિટેલ સાથે મળીને બિઝનેસ વિસ્તારના વેચાણમાં 83% યોગદાન આપ્યું હતું.

રિચેમોન્ટે સિડનીમાં કાર્ટિયર માટે નવા ફ્લેગશિપ બુટિક ખોલ્યા, સાન ફ્રાન્સિસ્કો અને ચેંગડુમાં વેન ક્લીફ અને આર્પેલ્સ, પેરિસ 13 પાઈક્સ, ન્યૂ યોર્ક ફિફ્થ એવન્યુ અને સિઓલમાં કાર્ટિયર ફ્લેગશિપ બુટિકનું ફરીથી ઓપનિંગ તેમજ બ્યુસેલાટી રોમા ફ્લેગશિપ બુટિક અને નવી બુટિકનું વિસ્તરણ કર્યું છે. તે ઉપરાંત સિંગાપોર મરિના બે સેન્ડ્સ, નેનજિંગ દેજી પ્લાઝા અને શેનઝેન બે મિક્સમાં બુકેલાટી સ્ટોર્સનું વિસ્તરણ ધરાવે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS