અમેરિકાની ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇન Macy’s તેની આવકના ફાઇનલ આંકડા રજૂ કરવામાં વિલંબ કર્યો છે, કારણ કે કંપનીના એક કર્મચારીએ ખોટા ડિલિવરી ખર્ચ 132 મિલિયન ડોલર થી 154 મિલિયન ડોલર સુધી છુપાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.
કંપનીએ કહ્યું હતું કે, 2 નવેમ્બરના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં માટે તેના આવકના રિઝલ્ટ તૈયાર કરતી વખતે વિસંગતતાઓ શોધી કાઢી હતી. કંપનીએ તેના એક્રૂઅલ ખાતાઓમાંના એકમાં ડિલિવરી ખર્ચ સંબંધિત સમસ્યા ધ્યાનમાં લીધી અને સ્વતંત્ર તપાસ શરૂ કરી.
સ્વતંત્ર તપાસ અને ફોરેન્સિક એનાલીસીસના પરિણામે, કંપનીએ શોધી કાઢ્યું કે નાના-પૅકેજ-ડિલિવરી ખર્ચના હિસાબની જવાબદારી ધરાવતા એક કર્મચારીએ છુપાવવા માટે ઈરાદાપૂર્વક ખોટી એકાઉન્ટિંગ એક્રૂઅલ એન્ટ્રીઓ કરી હતી. 2021ના ચોથા ક્વાર્ટરથી 2 નવેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાકીય ક્વાર્ટર સુધી આશરે 132 મિલિયન ડોલર થી 154 મિલિયન ડોલરનો ખોટો ડિલિવરી ખર્ચ બતાવ્યો હતો.
એકંદરે, કંપનીએ આ સમયગાળા દરમિયાન ડિલિવરી પર 4.36 બિલિયનનો ખર્ચ કર્યો હતો, કંપનીએ જાહેર કરેલા પ્રારંભિક પરિણામોમાં, વેચાણ વાર્ષિક ધોરણે 2.4 ટકા ઘટીને 4.74 બિલિયન ડોલર થઈ ગયું. તુલનાત્મક સ્ટોર વેચાણમાં ઓછામાં ઓછા એક વર્ષ માટે માલિકીની અને લાઈસન્સવાળી દુકાનો પર 1.3 ટકાનો ઘટાડો થયો.
કંપની 11 ડિસેમ્બરે તેનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube