મહાકુંભ, મહા માર્કેટિંગ માટે મહા તક

આ ઇવેન્ટ દરમિયાન ૪૦-૪૫ કરોડ લોકો સહભાગી થશે, જે માલદીવ, સેશેલ્સ, બાર્બાડોસ, માલ્ટા વગેરે જેવા કેટલાક દેશોની વસ્તી કરતા મોટો આંકડો છે.

Maha Kumbh Maha opportunity for Maha marketing sameer joshi Diamond City 421
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બ્રાન્ડ માટે ઉત્સવો અને ક્રિકેટની મોટી ઇવેન્ટ જેવી કે IPL અને વર્લ્ડ કપ મોટી તક તરીકે જોવામાં આવે છે તેમ પાછલા અમુક વર્ષોથી મહાકુંભનો પણ આમાં સમાવેશ થયો છે. આપણે જાણીએ છીએ કે મહાકુંભ ભારતમાં ચાર સ્થળોએ યોજાય છે – પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન.

પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો મહાકુંભ 13 જાન્યુઆરી, 2025થી શરૂ થશે, લાખો ભક્તો પવિત્ર ડૂબકી મારવા માટે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર 45 દિવસથી વધુ સમય સુધી ભેગા થશે, અને બ્રાન્ડો આ તકનો મહત્તમ ઉપયોગ કરવા માટે તૈયારી કરી રહી છે.

એક અહેવાલ મુજબ, આ ઇવેન્ટ દરમિયાન ૪૦-૪૫ કરોડ લોકો સહભાગી થશે, જે માલદીવ, સેશેલ્સ, બાર્બાડોસ, માલ્ટા વગેરે જેવા કેટલાક દેશોની વસ્તી કરતા મોટો આંકડો છે અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ઓછામાં ઓછા રૂ. 3,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાનો મોકો મળતો હોય તો કઈ બ્રાન્ડ પાછળ રહે!

એવી એક માન્યતા હતી કે આમાં ફક્ત સાધુઓ અને નીચલા મધ્યમ વર્ગના લોકો જ આવે પરંતુ થોડા સમયથી ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ મહાકુંભ આકર્ષે છે. આ પરિવર્તનનો શ્રેય ડિજિટલ મીડિયા અને સરકારની આગેવાની હેઠળના કેમ્પેઇનને આપી શકાય.

નવી હોટલો અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજનને કારણે કુંભ મેળાની આસપાસના પ્રવાસનનો પણ વિકાસ થયો છે. જે એક સમયે કેવળ ખર્ચનું કેન્દ્ર હતું તે હવે આવક પેદા કરવાની તક બની ગયું છે, જે સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષે છે.

આ બીજો ફાયદો છે મહાકુંભનો જેના થકી તેની આજુબાજુના વિસ્તારો વિકસિત થાય છે અને રોજગારની તકો વધે છે.

હવે પ્રશ્ન થશે કે બ્રાન્ડો આટલા મોટા મેળામાં વેચાણ કરવા બેસશે? મોટી બ્રાન્ડો ફક્ત વેચાણ અને આજ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. તેઓ હંમેશા લાંબો વિચાર કરે છે અને ભવિષ્યલક્ષી હોય છે.

આ ઇવેન્ટ તેઓને પ્રેક્ષકો સાથે જોડાવાની દુર્લભ તક પૂરી પાડે છે જેના થકી વળતર રૂપે તેઓ લાંબા ગાળાના ગ્રાહકના વિશ્વાસ અને વફાદારી મેળવે છે.

આ ઇવેન્ટમાં મૂલ્યવર્ધિત સેવાઓ જેમ કે ચાર્જિંગ પોઈન્ટ લગાવવા અથવા રહેઠાણની વ્યવસ્થા કરવી, આ સેવાઓ પહોંચાડવા માટે સરકાર સાથે સહયોગ કરવો આનાથી બ્રાન્ડને વિશ્વસનીય ભાગીદાર અને સામાજિક રીતે જવાબદાર બ્રાન્ડ તરીકે ગ્રાહક દ્વારા જોવામાં આવે છે.

હવે બ્રાન્ડ માટે મહત્વનું છે કે તેઓ લોકોનું ધ્યાન આકર્ષવા મોટી બ્રાન્ડો ફક્ત વેચાણ અને આજ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. તેઓ હંમેશા લાંબો વિચાર કરે છે અને ભવિષ્યલક્ષી હોય છે.

આ ઇવેન્ટ તેઓને પ્રેક્ષકો સાથે જોડાવાની દુર્લભ તક પૂરી પાડે છે જેના થકી વળતર રૂપે તેઓ લાંબા ગાળાના ગ્રાહકના વિશ્વાસ અને વફાદારી મેળવે છે.

યુનિક ક્રિએટિવ આઇડિયાઓ લઈને આવે. આ સૌથી મહત્વનું પાસું છે કારણ આ સમયે આવનાર યાત્રી ઘણીબધી બ્રાન્ડોના સંપર્કમાં આવશે ત્યારે યુનિક આઇડિયા તેને યાદ રહેશે અને લોકો સાથે તેની વાતો કરશે.

એકવાર આઇડિયા તૈયાર થઈ જાય તે પછી, લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ માધ્યમનો સહારો લો. આકર્ષક વિડીયો અથવા પ્રભાવક સામગ્રીને ઓનલાઈન શેર કરીને કુંભ મેળામાં હાજરી આપનારા અથવા તેનાથી જોડાયેલા લોકોને લક્ષ્ય બનાવી, બ્રાન્ડ અસરકારક રીતે આવનાર પ્રેક્ષકોને ટેપ કરી શકે છે.

બ્રાન્ડ માટે જરૂરી છે કે તેઓની આઇડિયા અને કેમ્પેઇન સ્થાનિક ભાષાઓમાં હોય, જેથી આવનાર પ્રેક્ષક ના ફક્ત સમજી શકે પણ બ્રાન્ડ સાથે ભાવનાત્મકતાથી જોડાય અને બ્રાન્ડ પ્રત્યે વિશ્વાસ વધે.

આની સાથે કુંભ સંબંધિત ઇતિહાસ અને ધાર્મિક સંવેદનાઓને સમજવી પણ મહત્વપૂર્ણ છે. બ્રાન્ડે તેમના મેસેજિંગ બનાવવામાં કાળજી રાખવી, જેથી અજાણતામાં ધાર્મિક લાગણીઓને ઠેસ ના પહોંચે અથવા ખોટી રીતે રજૂઆત ના થાય. 

મજાની વાત તે છે કે આમાં નાની અને મોટી બંને બ્રાન્ડ સહભાગી થઇ શકે છે. નાની બ્રાન્ડ સ્વચ્છતા કિટ, ORS પેકેટ, નકશા અથવા સ્વચ્છતા કામદારો માટે ગણવેશને પ્રાયોજિત અર્થાત્ સ્પોન્સર કરવા જેવી વાતો પર ધ્યાન આપી શકે.

આ પહેલ બ્રાન્ડની વિઝિબિલિટી વધારવામાં મદદ કરશે. તેનાથી વિપરીત, મોટી બ્રાન્ડ વધુ નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને તેમની હાજરી વધારી શકે છે.

આમાં બ્રશિંગ અને હેન્ડવોશ ઝોનની સ્થાપના, આયુર્વેદિક આરોગ્ય શિબિરોનું આયોજન, મોબાઇલ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના અથવા વૃદ્ધો માટે બેટરી સંચાલિત વાહનોને પ્રાયોજિત કરવાનો સમાવેશ થઈ શકે છે.

વધુમાં, બ્રાન્ડ સ્વચ્છતા કામદારો અથવા ઇકો-ફ્રેન્ડલી મહિલા ચેન્જિંગ રૂમ માટે રિફ્રેશમેન્ટ અને રિક્રિએશન ઝોન માટે ભંડોળ પૂરું પાડી શકે છે.

જ્યારે લોકો તીર્થયાત્રા પર જાય છે, ત્યારે તેઓ વધુ હળવા અને અલગ માનસિકતામાં હોય છે. તેથી, કુંભ મેળા જેવી ઇવેન્ટમાં સહભાગી થવું કોઈ પણ બ્રાન્ડ માટે જરૂરી થઇ જાય છે.

આનું પરિણામ ઉપર જોયું તેમ કુંભ મેળામાં ભાગ લેતી બ્રાન્ડને પોતાના રોકાણ પર દ્વિ-સ્તરીય વળતર (ROI) મળે છે, જે કરોડો લોકોને તાત્કાલિક વિઝિબિલિટી આપે છે અને લાંબા ગાળાની સદ્ભાવના છે.

એક અભ્યાસ દરમ્યાન જણાયું છે કે ભૂતકાળમાં જે બ્રાન્ડો કુંભ મેળામાં સહભાગી થઇ તેઓ માટે ગ્રામીણ ક્ષેત્રના દરવાજા ખુલી ગયા.

મહા કુંભ મેળો માત્ર એક આધ્યાત્મિક મેળાવડો નથી; વિવિધ લોકો સાથે ઊંડા જોડાણો સ્થાપિત કરવા માટે બ્રાન્ડ માટે તે એક વિશાળ પ્લેટફોર્મ છે.

સર્જનાત્મકતા, વ્યૂહાત્મક આયોજન અને સાંસ્કૃતિક સંવેદનશીલતાના યોગ્ય મિશ્રણ સાથે, બ્રાન્ડ આ અપ્રતિમ ઇવેન્ટના સહારે પોતાની કાયમી છાપ છોડી એક નેશનલ બ્રાન્ડ બનવાની તકમાં ફેરવી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS