જ્વેલરી કંપની મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પોતાની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા સોનાની આયાત કરવા માટે ડાયરેક્ટ ઓફ ફોરેન ટ્રેડ પાસેથી TRQ (ટૅરિફ ઓફ ક્વોટા)નું લાઈસન્સ મેળવાની ભારતમાં પ્રથમ જ્વેલરી ગ્રુપ બન્યું છે.
ભારત-યુએઈ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારીના કરાર હેઠળ સોનાની આયાત માટે 1 ટકા ઓછી ડ્યૂટી રૂપે IIBX મારફતે આ ગ્રુપને TRQનો લાભ આપવામાં આવ્યો છે, જે સોનાની સરળતાપૂર્વકની ઓછી ડ્યૂટી સાથે આયાતમાં મદદરૂપ થશે.
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ એવું પહેલું જ્વેલરી ગ્રુપ છે જે IIBX પર ભારત અને યુએઈના CEPA કરાર હેઠળ સીધું સોનું ખરીદી તેનો વેપાર કરે છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) SEZ ખાતે ભારતીય કસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક્સ ડેટા ઈન્ટરચેન્જ ગેટવે મજબૂત થવા આ શક્ય બન્યું છે.
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પણ આ એક અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે જે કોઈ પણ આર્થિક વ્યવહાર માટે વિશ્વમાં પ્રથમવાર છે, જ્યારે બુલિયન ડિપોઝીટરી રિસિપ્ટ વેપારની 30 મિનીટમાં જ થઈ જાય છે.
સોનાની આયાત માટેનું ટીઆરક્યૂ લાઈસન્સ એ કંપની માટે મોટી સિદ્ધિ છે, જે આ ગ્રુપને જ્વેલરી ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અને પોતાની વર્કિંગ કેપિટલ વધારવામાં મદદરૂપ થશે.
મલબાર ગ્રૂપના ચેરમેન એમપી અહેમદે જણાવ્યું હતું કે, “આ અમારા માટે ગર્વની વાત છે કે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ સોનાની આયાત માટે TRQ લાઈસન્સ મેળવનાર ભારતમાં પ્રથમ જ્વેલરી જૂથ તરીકે ઉભરી આવ્યું છે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ 10 દેશોમાં 315 શૉરૂમ અને 14 જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ ધરાવે છે.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM